૨ ટાઈપના દૂધપૌવા બનાવતા શીખો – શરદપૂનમ સ્પેશ્યલ રેસિપી.

શરદ પૂનમ હોય અને દૂધ પૌઆ ના ખાઈએ એવું તો બને જ નઈ ને તો આજે આપણે જોઇશુ ૨ અલગ અલગ ટાઈપ ના દૂધ પોહા બનાવવાની રેસીપી. તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

૫૦૦ મીલી દૂધ

૧ કપ જાડા પૌઆ ( બટેકા પૌવા માં વપરાય તે )

૨ ચમચી ખાંડ

૨ ઈલાયચી નો પાઉડર

૩-૪ ચમચી ગરમ દૂધ માં કેસર મિક્સ કરેલું

૪-૫ બદામ ના ટુકડા

થોડી ટુટી ફ્રૂટી

પૌઆ ને પાણી થી બરાબર ધોઈ અને એક સાઈડ રાખી દો.

એક પેન માં દૂધ ને ગરમ કરવા મુકો , દૂધમાં ઉભરો આવવાની શરૂઆત થાય ત્યાં સુધી ત્યાં સુધી દૂધ ને ગરમ કરવાનું છે. ઉભરો આવે એટલે ૨ ચમચી ખાંડ નાખી દો ( વધારે ગળ્યું પસંદ હોય તો ખાંડ નું પ્રમાણ વધારી દો.) થોડી વાર હલાવી અને ગેસ ને બંધ કરી દો.

હવે ગરમ દૂધ માં ધોઈ ને રાખેલા પૌઆ નાખી દો. સહેજ વાર હલાવી લો ધીમે ધીમે ધ્યાન થી નઈ તો પૌઆ તુટી જશે.

આપડે ૨ અલગ અલગ ટાઈપ ના પૌઆ બનાવવાના છે તો બે અલગ અલગ બાઉલ માં દૂધ પૌઆ કાઢી લેવાના છે.

હવે એક બાઉલ માં કેસર વાળું દૂધ નાખી દો અને ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો .

બીજા બાઉલ માં બદામ ના ટુકડા અને ટૂટી ફ્રૂટી નાખી અને મિક્સ કરી લો.

હવે બંને પૌઆ ને ઠંડા થવા દો , તમારે વધારે ઠંડા ખાવા હોય તો ફ્રિજ માં મૂકી ને ઠંડા કરી લો. ઠંડા થઇ જાય એટલે બે સર્વિંગ બાઉલ કે તમારી પસંદ ના ગ્લાસ લઇ લો એક બાઉલ માં કેસર ઈલાયચી વાળા દૂધ પૌઆ સર્વ કરો ઉપર થોડા કેસર ના તાંતણા મૂકી દો અને બીજા માં થોડી ટૂટી ફ્રૂટી નાખી બદામ અને ટૂટી ફ્રૂટી વાળા દૂધ પૌઆ નાખી દો. બસ તૈયાર છે આપડા ૨ અલગ અલગ ટાઈપ ના દૂધ પોહા.

તો આ શરદ પૂનમ ઉપર આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો બને ફ્લેવર ખુબજ સરસ લાગશે.

રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *