5 દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં 3 ઝોનમાં 100%થી વધારે વરસાદ ખાબકી ગયો, સૌથી વધુ કચ્છમાં 155.36%

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં નિરંતર વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે ગુજરાતમાં 2 વર્ષ બાદ સીઝનનો 1૦૦% વરસાદ નોંધાયો છે. આ વર્ષે ચોમાસાનો વરસાદ ગુજરાતમાં મન મૂકીને વરસ્યો છે. અત્યાર સુધીમાં સરેરાશ 34 ઈંચ વરસાદ નોંધાયો છે. રીજીયન પ્રમાણે કચ્છમાં સૌથી વધુ 155.36% વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો 107.47% વરસાદ નોંધાયો છે.

image source

છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં મહેસાણા 8 ઈંચ વરસાદ સાથે ટોપ પર છે, ત્યારે રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં 32 તાલુકામાં 2 ઇંચથી 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 148 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદની વાત કરી તો મહેસાણામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ મોરબીમાં 5.3 ઇંચ, બહુચરાજી તેમજ રાધનપુરમાં 5-5 ઇંચ વરસાદ તો વીસનગર અને ઇડરમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પાટણ, વિજાપુર, અમીરગઢ, પોશીના, માણસા, જોટાણા સહિત મોટા ભાગના વિસ્તારોમાં 2થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

image source

ગુજરાતમાં બે-ત્રણ દિવસમાં અનેક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 5 દિવસ હજુ વરસાદી માહોલ જોવા મળશે. જેમા સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. બનાસકાંઠા,સાબરકાંઠા પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આગામી 24 કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ મોરબી, સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે.

image source

દક્ષિણ ગુજરાતમાં 108.31% વરસાદ

દક્ષિણ ગુજરાતમાં 108.31% વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્યમાં સીઝનનો 82.28 ટકા વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં 90% વરસાદ વરસ્યો છે. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં 100% ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદી નોંધાવાની શક્યતા રહેલી છે.

રાજ્યમાં ત્રણ ઝોનમાં 100%થી વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ 155.36% વરસાદ કચ્છમાં વરસ્યો છે. બીજી તરફ, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં 100% થી વધુ, જ્યારે મધ્યમાં સીઝનનો 82.28 ટકા વરસાદ નોંધાયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *