ચાઈનીઝ રેસ્ટોરન્ટ જેવા જ ફ્રાઈડ રાઈસ ઘરે જ બનાવો…

પર્ફેક્ટ ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ બનાવતા શીખો.

હક્કાનુડલ્સ બાળકોને પસંદ આવે છે તો ફ્રાઇડ રાઈસ મોટાઓમાં ખુબ જ પ્રિય હોય છે. ચાઈનીઝ ફૂડે ધીમે ધીમે સમગ્ર ભારતના ફૂડ માર્કેટ પર સારો એવો ભાગ કવર કરી લીધો છે. અને લોકો અવારનવાર વિકેન્ડ્સમાં રોડ પરની લારી કે પછી ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ ફૂડની મજા માણે છે.

તો આજે અમે તમારી માટે લાવ્યા છીએ સચાઈનીઝ ક્યુઝીનની સ્પેશિયલ ડીશ ચાઈનીઝ ફ્રાઇડ રાઈસ બનાવવાની પર્ફેક્ટ રેસીપી.

ચાઈનીઝ ફ્રાઇડ રાઈસ બનાવવા માટેની સમાગ્રી

2 ટેબલ સ્પૂન તેલ

2 મોટી ચમચી લસણ

2 મોટી ચમચી જીણા સમારેલા મરચા

2 મોટી ચમચી જીણું સમારેલું આદુ

2 ચમચી જીણી સમારેલી ડુંગળી

½ કપ જીણું સમારેલું કેપ્સીકમ

½ કપ જીણી સમારેલી ફણસી

½ કપ જીણી સમારેલી કોબી

½ કપ જીણું સમારેલું ગાજર

¼ કપ જીણી સમારેલી કોથમીર

¼ કપ જીણી સમારેલી લીલી ડુંગળી

1 નાની ચમચી મરી

સ્વાદ અનુસાર મીઠુ

2 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ

1 ટેબલ સ્પૂન સોયાસોસ

2 ક્યૂબ સીઝનીંગ

ચાઈનીઝ ફ્રાઇડ રાઈસ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ પેનને હાઈ ફ્લેમ પર ગરમ કરી લેવું. હવે તેમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મુકી દેવું. તેલ ગરમ થઈ ગયા બાદ. તેમાં 2 મોટી ચમચી લસણ એડ કરવું.

હવે તેમાં 2 મોટી ચમચી જીણું સમારેલું મરચું, 2 મોટી ચમચી જીણું સમારેલું આદુ એડ કરવા.

ત્યાર બાદ તેમાં 2 મોટી ચમચી જીણી સમારેલી ડુંગળી ઉમેરી બધું બરાબર મીક્સ કરી લીધું.

ડુંગળી થોડી સંતળાઈ જાય એટલે તેમાં ½ કપ જીણું સમારેલું કેપ્સીકમ, ½ કપ જીણી સમારેલી ફણસી
½ કપ જીણા સમારેલા ગાજર, ½ કપ જીણી સમારેલી કોબી એડ કરી તેને હાઈ ફ્લેમ પર જ સોટે કરી લેવા.

એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચાઈનીઝ કુકીંગમાં હાઈ ફ્લેમ પર જ બધા જ વેજીટેબલ્સ સોટે કરવા.

હવે તેમા સવાદ અનુસાર મીઠું અને 1 ટી સ્પૂન મરી નાખી સરસ રીતે મીક્સ કરી લેવું.

હવે તેમાં 2 મોટી ચમચી રેડ ચીલી સોસ એડ કરવા

ત્યાર બાદ તેમાં એક મોટી ચમચી સોયા સોય એડ કરી હલાવી લેવું.

હવે તેમાં 2 સીઝનીંગ ક્યૂબ નાખવા. તેમ કરવાથી રાઈસમાં ખુબ જ સરસ ફ્લેવર આવશે. અને તમારે આજીનો મોટો નાખવાની જરૂર પણ નહીં પડે.

હવે તેમાં ત્રણ કપ બોઈલ્ડ રાઇસ એડ કરવા, ¼ કપ લીલી ડુંગળી, ¼ કપ જીણી સમારેલી કોથમીર એડ કરી બધું જ બરાબર હળવા હાથે હલાવી લેવું.

તૈયાર છે પર્ફેક્ટ ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ. તેને તમે ચાઈનીઝ ગ્રેવી સાથે તેમજ મંચુરિયન સાથે પણ સર્વ કરી શકો છો. આ ઉપરાંત તમે તેને હોટ એન્ડ સોર સૂપ અથવા તો ટોમેટો સૂપ સાથે પણ સર્વ કરી શકો છો. અથવા તો સાંજના સમયે એક હળવી ડીશ તરીકે પણ ભોજનમાં લઈ શકો છો.

ટીપ્સ

ચાઈનીઝ રેસીપીમાં બધા જ વેજીટેબલ હાઈ ફ્લેમ પર જ સોટે કરવા.

તેમજ ચાઈનીઝ રેસીપીમાં વેજીટેબલ્સને હંમશા ક્રંચી જ રાકવા. તેને વધારે પકવવા નહીં.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

ચાઈનીઝ ફ્રાઈડ રાઇસની સ્ટેપ બાય સ્ટેપ વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *