હેલ્ધી આદુ આમળા ડ્રીંક્સ – આદુ, આમળા, હળદર, લિમ્બુ અને મધના કોમ્બિનેશનથી બનાવેલું આ ડ્રીંક્સ હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.

હેલ્ધી આદુ આમળા ડ્રીંક્સ:

આદુ, આમળા, હળદર, લિમ્બુ અને મધના કોમ્બિનેશનથી બનાવેલું આ ડ્રીંક્સ હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.

આમળા આંતરડાની સિસ્ટમ ને સાફ કરવામાં અને પાચકશક્તિને મજ્બૂત બનાવવા માં મદદ કરે છે. તે યકૃતના કાર્યને ટેકો આપે છે. અને શરીરમાં રહેલા વિષાક્ત તત્વોને બહાર કાઢે છે.

આ ઉપરાંત વિટામિન સી ની સાથે આમળા આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસથી પણ ભરપુર છે. તેથી આમળાના જ્યુસવાળા આ ડ્રીંક્સને સંપૂર્ણ પોષક- હેલ્ધિ પીણા તરીકે લઇ શકાય છે.

તેમાં રહેલ આદુનુ જ્યુસ ગેસ ઘટાડવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ રુપ થાય છે. ઉબકાથી રાહત આપે છે, શરદી, ફ્લ્યુમાં રાહત આપે છે. રક્તવાહીનીના આરોગ્યને ટેકો આપે છે. હાર્ટ નાં આરોગ્ય માટે મદદ રુપ છે.

કેંસરનું જોખમ ઓછું કરે છે.

આ ડ્રીંક્સમાં રહેલ હળદર પાવડરમાં સક્રિય ઘટક કર્ક્યુમિન છે. તે એંટી-ઇન્ફ્લેમેટરી છે. તે બળતરા વિરોધી કે જે તંદુરસ્ત બળતરા પ્રતિભાવોને જાળવવામાં મદદ કરે છે.

હાડકાના સાંધામાં સોજો થવામાં બચાવી શકે છે. સંધીવામાં ખૂબજ ફાયદા કારક છે.

શારીરિક અને ભાવનાત્મક સ્ટ્રેસમાં વધુ સારી રીતે અનૂક્લન કરવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ લેવલને બેલેંસ કરે છે, વજન ઓછું કરવામાં મદદ કરે છે. બ્લડ સુગરને જાળવવામાં સહાય કરે છે. આ ઉપરાંત અનેક મહત્વના ફાયદાઓ છે.

ડ્રીંક્સમાં રહેલ મધમાં પણ ખૂબજ પોષક તત્વો રહેલા છે. એન્ટીઓક્ષિડેંટથી ભરપુર છે. બ્લડપ્રેશરને ઓછું કરવામાં અને કોલેસ્ટરોલને સુધારવામાં મદદ કરે છે. મધ ડાયબિટીઝના દર્દીઓ માટે સુગર કરતા ઓછું ખરાબ છે.

આ ડ્રીંક્સમાં રહેલું લેમન જ્યુસ વિટામિન સી થી ભરપૂર હોવાથી સંખ્યાબંધ સ્વાસ્થ્ય લાભ આપે છે. વેઇટ લોસ કરવામાં ખૂબજ મદદ રુપ છે. હ્રદયરોગ, એનિમિયા, કિડનીમાં પથરી, પાચક સમસ્યાઓ અને કેંસર મટાડે છે.

આવા અનેક બેનિફિટ્સ વાળું આ ડ્રિંક્સ રોજિંદા પીણામાં સામેલ કરવું જોઇએ.

અત્યારે આંબળાની સિઝનમાં આંબળા સરસ આવતા હોય છે. તેનો જ્યુસ કાઢી બોટલમાં ભરી ફ્રીઝમાં સ્ટોર કરી લ્યો. આદુનો પણ જ્યુસ કાઢી ફ્રીઝમાં સ્ટોર કરી લ્યો. એટલે આ ડ્રીંક્સ રેગ્યુલર બનાવવું અને પીવાનું સરળ બની જશે.

તેના માટે આ રેસિપિ આપી રહી છું. તો જરુરથી ફોલો કરીને બનાવી ઉપયોગમાં લેશો. હંમેશા તંદુરસ્તી જળવાઇ રહેશે.

હેલ્ધી આદુ-આમળા ડ્રીંક્સ બનાવવા માટેની સામગ્રી:

  • 2 ગ્લાસ માટે
  • 2+2 ટેબલ સ્પુન આમળા જ્યુસ
  • 1+1 ટેબલ સ્પુન આદુ જ્યુસ
  • 1+1 ટી સ્પુન મધ
  • ½ + ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 + 1 ટી સ્પુન લેમન જ્યુસ
  • ¾ + ¾ કપ પાણી
  • *નો સોલ્ટ

રીત :

સૌ પ્રથમ 2 કાચના નાના ગ્લાસ લો.

તે બન્નેમાં 2+2 ટેબલ સ્પુન આમળા જ્યુસ ઉમેરો.

ત્યારબાદ તે બન્નેમાં 1+1 ટેબલ સ્પુન આદુનુ જ્યુસ ઉમેરો. મિક્ષ કરો.

ત્યારબાદ તે બન્ને ગ્લાસમાં ½ + ½ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી મિક્ષ કરો.

હવે તે મિશ્રણ માં 1+1 ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરો. મિક્ષ કરો.

હવે તે બન્ને ગ્લાસ માં ½ + ½ ટી સ્પુન મધ ઉમેરી મિક્ષ કરો. મધ વધારે ઉમેરી શકો છો.

હવે બન્ને ગ્લાસમાં ચમચીથી બરાબર મિક્ષ કરી લ્યો.

તો તૈયાર છે હેલ્ધી આદુ-આમળા ડ્રીંક્સ. રોજ સવારે આ ડ્રીંક્સ પીવાથી તંદુરસ્તી ખૂબજ સારી રહેશે.

બધાના માટે આ આદુ-આમળા ડ્રીંક્સ ફાયદાકારક છે. જરુરથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *