આદુ, લસણ અને કેરી નું અથાણું – નોર્મલ ગળ્યું અને ખાટું અથાણું તો તમે બનાવતા અને ખાતા હશો હવે બનાવો આ નવીન અથાણું.

કેમ છો ફ્રેંડસ…

આજે હું આદુ, લસણ અને કેરી નું અથાણું લઈને અવિ છું આદુ અને લસણ ના તો ઘણા ફાયદા છે..બ્લડ પ્રેશરની જેને તકલીફ હોય તેમને લસણ ના સેવનથી બ્લડ પ્રેશર કટ્રોલ માં રેતું હોય છે.લસણ ખાવાથી હૃદય એકદમ સારું રે છે.

લસણ ના સેવન થી હાર્ટએટેક આવવાનું જોખમ ખુપ ઓછું થાય છે.કોલેસ્ટસ્ટ્રોલ માં રાહત મળે છે.

આદુ ના તો ફાયદા બધાયને ખબર જ છે શરધી, ખાસી, માથા ના ધુખાવો આ માટે આપણે આદું વાળી ચાં પિતા હોય છે.આદુ માં આયર્ન, કૅલ્શિયમ, આયોડીન,અને વિટામિન થી ભરપૂર પોશક તત્ત્વો છે વજન ઓછું કરવું હોય તો આદુ નું સેવન કરવું.આદુ થી ભુક ઓછી લાગતી હોય છે.. આદુ લસણ ના અટલા બધા ફાયદા છે… તો ઘરના મેમ્બરસ ને આપણે ખવડાઉ જ જોઈએ…તો આજે આપણે આદુ, લસણ, અને કેરી નું મિક્સ અથાણું બનાવી શુ તો જમવામાં બધા ખાયી શકશે…

“આદુ લસણ અને કેરી નું અથાણું”

  • 2 – રાજાપુરી કેરી
  • 500 ગ્રામ – લસણ ની કળી
  • 250 ગ્રામ – કુણું આદુ
  • 250 ગ્રામ – ખાટા અથાણાં નો મસલો
  • 250 ગ્રામ – તેલ ( સીંગતેલ )
  • મરચું – સ્વાદ પ્રમાણે
  • મીઠું – જોઈતા પ્રમાણમાં

રીત :-

કેરી ને ધોઈ ને છોલી ને ઝીણા કટકા કરી લો.

આદુ ને ધોયી કોરો કરી અને છોલી લેવું અને લસણ ને છોલી પછી બેવ ને અલગ અલગ અધકચરા ક્રશ કરી લેવા.

5 ચમચા તેલ ગરમ મૂકી લસણ અને આદુ ને ધીમા તાપે સાંતળી લો અને ઠંડુ થવા દો.

હવે એક તપેલીમાં કેરી ના ઝીણા કટકા અને અથાણાં નો મસાલો નાખી મિક્સ કરવું.

હવે તેમાં લસણ,ખમનેલી કેરી અને આદુ નાખી સરખી રીતે મિક્સ કરો. મીઠું મરચું નાખી ને સરખું મિક્સ કરવું.

હવે સિંગ તેલ ને ગરમ કરી ઠંડુ પાડી પછી અથાણાં માં મિક્સ કરવું.

હવે અથાણું તૈયાર… આ અથાણું તમે ખીચડી, પરાઠા, થેપલા બધાય સાથે ખાયી શકો છો..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *