આદુ, મરચાં અને લીમડાની પેસ્ટ – આખું વર્ષ સાચવી શકાય એવી પેસ્ટ બનાવતા શીખો.

આદુ મરચા અને લીમડાની પેસ્ટ દરેક પ્રકારના શાક અને બીજી ઘણી વાનગીઓમાં ઉપયોગી. જો એની પેસ્ટ બનાવી ને ફ્રીઝર માં મૂકી દો તો તમે આખું વર્ષ તમારી બધી ડીશ ને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. આજકાલ માર્કેટ માં જીન્જર ચીલી પેસ્ટ તૈયાર પણ મળે જ છે પરંતુ તેમાં ઘણા પ્રિઝર્વેટિવ ઉમેરેલા હોય છે.

મારા ઘરે વર્ષો થી આદુ ,મરચાં અને મીઠા લીમડાની પેસ્ટ બનાવું છું જે મોટા ભાગ ની બધી જ ડીશ માં ઉપયોગ કરું છું. તમે વઘાર માં આ પેસ્ટ ઉમેરશો તો સુંગધ અને સ્વાદ નો ઉમેરો કરશે.

આદુ, મરચાં અને મીઠાં લીમડા ની પૅસ્ટ થી માત્ર તમારું જમવાનું જ સ્વાદિષ્ટ નથી બની જતું પરંતુ એ હેલ્થ માટે ખૂબ ગુણકારી છે .

એના ફાયદાઓ પણ એક વાર જરૂર થી વાંચવા જેવા છે.

આદુ આપણા માટે ખૂબ જ લાભદાયક છે. આદુ પાચન માટે મદદરૂપ છે. પેટ ના રોગો સામે , કેન્સર સામે રક્ષણ આપે છે. કોઈ પણ દુખાવામાં ફાયદા કારક છે. અને વજન ઘટાડવા માં મોટો ફાળો ભજવે છે.

લીલા મરચાં આપના પાચન માટે, વજન ઘટાડવા માટે , સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. ડાયાબિટીસ હોય એવા લોકો એ એનો ઉપયોગ વધુ કરવો જોઈએ.

મીઠો લીમડો આપણે વઘાર માં ઉમેરતાં હોય છે જેનાથી સ્વાદ અને સુંગધ માં વધારો થાય છે. પરંતુ એ જમતી વખતે અપને નીકાળી દઈએ છીએ. જો એને ખાવામાં લેવામાં આવે તો એ આપણા માટે ખૂબ જ પૌષ્ટિક છે. મીઠો લીમડા માં ભરપૂર એન્ટિઓક્સિડન્ટ આવેલા હોય છે . એ આપણા વાળ વધારવા હેલ્પ કરે છે.કેન્સર અને પેટ ના રોગો સામે રક્ષણ આપે છે. મીઠો લીમડો આંખો માટે પણ ખૂબ લાભદાયક છે. કોલેસ્ટેરોલ ઓછું કરવામાં પણ મદદ કરે છે.

આટલી ગુણકારી , સરળ અને સ્વાદ માં ઉમેરો કરતી પેસ્ટ ની રીત જોઈ લઈએ .

આદુ, મરચાં અને લીમડા ની પેસ્ટ ની સામગ્રી :-

350 ગ્રામ આદુ

200 ગ્રામ લીલા તીખા મરચાં

1 મોટો કપ લીમડાનાં પાન

1 મોટું લીંબુ

3 ચમચી મીઠું

1 ચમચો તેલ

રીત:-

સૌ પ્રથમ આદુ ને પાણી માં ધોઈ લો અને 30 મિનીટ સુધી પાણી માં પલાળી રાખો . જેનાથી એમાં ચોંટેલી માટી બધી જ નીકળી જાય. હવે આદુ ને ફરી થી પાણી માં ધોઈ ને સાફ કરી લો. ત્યારબાદ એની છાલ ઉતારી ને કટકા કરી લો.


મરચાં ને પણ ધોઈ ને કટ કરી લો.

લીમડા ના પાન ને ધોઈ ને સાફ કરી લો.

હવે મોટા મિક્સર બૉઉલ માં આદુ , મરચાં અને લીમડો ઉમેરો . તેમાં મીઠું, લીંબુ, અને તેલ ઉમેરો. 1 ચમચો પાણી ઉમેરી ને મિક્સર માં ચટણી જેવી પેસ્ટ બનાવી લો. મિક્સર બાઉલમાં આદુ સૌથી નીચે નાખવું એટલે જલ્દી થઈ ક્રશ થઈ જશે.

આ પેસ્ટ ને નાનાં નાનાં એર ટાઈટ ડબ્બા માં ભરી ને ફ્રીઝર માં સ્ટોર કરી લો . હવે જરૂર મુજબ એક – એક ડબ્બો નિકાળો અને તેને નીચે રેફ્રીજરેટર માં મૂકી દો. એક વપરાય જાય એટલે બીજો ડબ્બો ફ્રીઝર ની બહાર નીકાળી લો.

આવી રીતે આખું વર્ષ આ પેસ્ટ જરૂર મુજબ ના ડબ્બા માં ભરી ને સ્ટોર કરાય છે.

નોંધ:-

આ પેસ્ટ તમે શાક, દાળ, ફરસાણ, પંજાબી ડીશ, સૂપ , પરાઠા જેવી બહુ વાનગી માં ઉમેરી શકો છો.

આદુ ની છાલ જો એકદમ ચોખ્ખી હોય તો નીકાળવાની જરૂર નથી એ વધુ ફાયદાકારક છે.

મીઠો લીમડો એકદમ કૂણો હોય તો ડાળી સહિત જ ઉમેરી દો.

એકવાર ફ્રીઝર માંથી ડબ્બો નીકળો એટલે તરત જ નીચે રેફ્રીજરેટર માં મૂકી દો. વાપરી ને તરત જ પાછું રેફ્રીજરેટર માં મૂકી દો એટલે પેસ્ટ એવી જ સરસ રહેશે .

નાના નાના ડબ્બા માં ભરવાથી ઉપયોગ માં આસાની રહે છે.

રેફ્રીજરેટર માં મુકેલી પેસ્ટ થોડી અઠવાડિયા પછી થોડી ડાર્ક થઇ જાય છે જે જે નોર્મલ છે.

આદુ, મરચાં અને લીમડાના પાન નું માપ ઈચ્છો તો વધુ કે ઓછું કરી શકો છો.

લીંબુ , તેલ ઉમેરવાથી ગ્રીન કલર જળવાય રહે છે.

મીઠું થોડું વધુ જ ઉમેર્યું છે જેથી એ લાંબા ટાઈમ માટે નીચે રેફ્રીજરેટર માં પણ બગડતી નથી.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *