આદુ પાક – ઠંડીની હવે બરોબર શરૂઆત થઇ ગઈ છે તો તમે વસાણાં બનાવવાની શરૂઆત કરી કે નહિ?

આદુ પાક :-

હેલો ફ્રેંડસ મસ્ત મજાની ઠંડી ચાલુ થઈ ગઈ ને… હવે મજાના વસાણાં અને પાક ખાવાની મજા આવશે. તો ચાલો આજે આપણે એકદમ હેલ્થી પાક બનાવીશું. તેનું નામ છે… “આદુ પાક ” આદુ ના તો ફાયદા પણ ઘણા છે .. આદુ ના સેવન થી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આદુ માં કોલેસ્ટ્રોલ ઓછા પ્રમાણમાં હોય છે તેથી લોહી ની ગાંઠો બનતા અટકાવેછે .માથું દુખે ત્યારે મસ્ત આદું વાળી ચા પીવાથી માથું પણ મટે છે….

સામગ્રી :-

  • ૨૫૦ ગ્રામ – રેસા વગરનો આદુ
  • ૪૦૦ ગ્રામ – ગોળ
  • ૨૫૦ ગ્રામ – રવો
  • ૨૦૦ ગ્રામ – કોપરાનું છિન
  • ૨૫૦ ગ્રામ – ઘી
  • ૫૦ ગ્રામ – બદામ
  • ૫૦ ગ્રામ – ચારોળી
  • ૫૦ ગ્રામ – ખસખસ
  • ૧૦ ગ્રામ – ઈલાયચી
  • ૧૦૦ ગ્રામ – માવો

રીત :-

આદુ ને છોલી બરાબર દ્યોઈને મિક્સર માં વાટી નાખવું.

કઢઈ માં થોડું ઘી લઈ તેમાં આદુ ને સાંતળવું. ગુલાબી રંગ નું થાય એટલે નીચે ઉતારી લેવું.

બદામ તથા ચારોળી નો અધકચરો ભૂકો કરવો. ઈલાયચી ને છોલીને ખાંડી નાખવી.બાકીનું બધું ઘી લઈ તેમાં રવા ને ધીરે તાપે શેકવો.

ગુલાબી થવા આવે એટલે તેમાં કોપરું,ખસખસ તથા માવો નાખવા.માવો શેકાયી જાય એટલે આદુ , બદામ ચારોળી નો ભૂકો તથા ગોળ નાખવા.

ગોળ એકદમ ઝીણો સમારી લેવો.થોડીવાર હલાવી ગોળ મિક્સ થઈ જાય એટલે નીચે ઉતારી લેવું.પછી તેમાં ઈલાયચી નો ભૂકો નાંખવો.

થાળી માં ઠારી દેવું. ઠરે એટલે નાના ચોરસ કટકા કરવા

આ પાક ખુબ પૌસ્ટિક અને શિયાળામાં ગરમી આપનાર છે ઘણાને આદુ નથી ભાવતું હોતું તો આ રીતે આદુ ખવાશે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *