આજે શીખો મઝેદાર કેરીનો રસ, ભીંડાનું શાક અને નવીન આકારની પૂરી.. શોભનાબેને કરી છે અનોખી સજાવટ…

આખું એક વર્ષ રાહ જોવડાવે ને ત્યારે મીઠી લાગે છે.

હમમમમ હું આ કેરીની જ વાત કરૂં છું.

કેરીનો રસ ના ભાવે એવું હજી તો મને કોઈ નથી મળ્યું હો…


ચાલો કેરીના રસમાં રસ લઈએ.

કેરીનો રસ, પુરી, ભરેલાં ભીંડાનું શાક અને મગની છૂટી દાળ અને ભાત આવી સરસ થાળી જમવા મળે તો કોઈ ભૂખ્યું ના રહે.


ભીંડાનું શાક લગભગ સૌને પ્રિય હોય છે. બાળકોથી લઈને વૃધ્ધ સુધી બધાને પસંદ હોય છે જ.

અમારા ઘરે પણ ભીંડા વ્હાલા હોં… ને સાથે કેરીનો રસ હોય પછી તો વાત ના પૂછો…..


હું શાક બનાવવા જ્યારે ભીંડા સમારતી હતી ત્યારે એ દરમિયાન મારું દયાન ભીંડાની ભીતરમાં ગયું… ને જોતાં જ ઓહોહો શું ઈશ્ર્વરની રચના છે એ તો જુઓ…. સમારેલા ભીંડાનો આકાર એક્દમ ફૂલ જેવો સુંદર… વાહ રે ઈશ્ર્વર વાહ… આટલી બારીકાઈથી તો ક્યારેય નજર નહોતી ગઈ.. 👍


બસ પછી તો કહેવું પડે???ધનાધન ફોટા શરૂ…

એક પછી એક ફોટો સેશન શરૂ….. ને આટલા બધા વૈવિધ્ય જનક ભીંડાના ફોટા લીધા…. કહેજો કયો સારો લાગ્યો…. મારો નહીં ભીંડાનો… 😍


ચાલો હવે ફોટા પડી ગયા છે હવે શાક બનાવીએ…

ભરેલાં ભીંડાનું શાક.

સામગ્રી


ભીંડા…. 250 ગ્રામ

ચણાનો લોટ… 3 ચમચી

આમચૂર… 1

ગરમ મસાલો…. અડધી ચમચી

લાલ મરચું… 1 ચમચી

મીઠુ…. સ્વાદ મુજબ

ધાણાજીરૂ… 2 ચમચી

તેલ…. 2 ચમચી

તલ…. 2 ચમચી

ટામેટું… અડધું

રીત

સૌ પ્રથમ તો ભીંડાને લુછીને કોરા કરો. હવે દરેક ભીંડા મા વચ્ચે ઊભો ચીરો કરી દો.


ત્યાર બાદ બધો જ મસાલો ભેગો કરી બધા ભીંડામા ચીરામા ભરી દો.

હવે ભરેલાં ભીંડાને વરાળથી બાફી લો.


હવે એક કડાઈમા 2 ચમચી તેલ લો રાઈ અને જીરૂ નાંખો. એ તતડે એટલે તલ, હીંગ મરચું અને હળદર ચપટી ચપટી નાંખો.

અડધું સમારેલું ટામેટું નાંખો સ્વાદ મુજબ મીઠુ ઉમેરો હવે ભરેલા ભીંડા એડ કરો. બરાબર હલાવો.


5 મિનિટ બાદ ગેસ પરથી નીચે ઉતારી લો બસ તૈયાર છે ભરેલાં ભીંડાનું શાક.


સૌજન્ય : શોભના શાહ.


તમે આવું કાઈ નવીન કરતા હોવ તો અમને કોમેન્ટમાં જરૂર જણાવો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *