ઓછી મહેનતે ટેસ્ટી નાસ્તો આ નાસ્તો તમે કિચનમાં હાજર સામગ્રીમાંથી જ બનાવી શકો છો…

મિત્રો, આજે હું તમારી સાથે લોકડાઉનમાં ઉપયોગી નીવડે તેમજ જયારે પણ ઘરમાં કંઈ શાકભાજી ન હોય અથવા તો કંઈક નવી ખાવાનું મન કરે તો બનાવી શકાય તેવો નવીન નાસ્તો બનાવવાની રેસિપી શેર કરું છું જે તદ્દન નવીન નાસ્તો છે જે કદાચ તમે ક્યારેય નહિ બનાવ્યો હોય. આ નાસ્તો તમે કિચનમાં હાજર સામગ્રીમાંથી જ બનાવી શકો છો અને એવો તો ટેસ્ટી બને છે કે નાના મોટા સૌને પસંદ આવશે તેમજ બનાવવો પણ ખુબ જ સરળ છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો જોઈ લઈએ રેસિપી

સામગ્રી :

  • Ø 200 ગ્રામ બટેટા
  • Ø 1/2 કપ બારીક ચોપ કરેલા કાંદા
  • Ø 1/2 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ અથવા તો લાલ મરચું પાવડર
  • Ø 1/4 ટેબલ સ્પૂન મરી પાવડર
  • Ø 1/2 ટેબલ સ્પૂન ઓરેગાનો
  • Ø 1 ટેબલ સ્પૂન બટર(ઓપ્શનલ)
  • Ø મીઠું સ્વાદ અનુસાર
  • Ø ખાવાનું તેલ

રીત :

1) સૌપ્રથમ બટેટાને છાલ ઉતારી ખમણી લેવાના છે. બટેટા અહીં કાચા જ યુઝ કરવાના છે.

2) ખમણેલ બટેટાના છીણમાં કાંદા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર, બટર તેમજ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લો.

3) અહીં પુડલા માટે જે બેટર બનાવીએ તેવું થીક બેટર તૈયાર થશે.

4) હવે તવાને ગરમ કરી તેમાં થોડું તેલ સ્પ્રેડ કરો.

5) ત્યારબાદ તેમાં થોડું મિક્સર લઈ પુડલાની જેમ તવા પર સ્પ્રેડ કરો. હાથથી ન ફાવે તો સ્પૂનથી બરાબર સ્પ્રેડ કરી લો. મિક્સર સ્પ્રેડ કર્યા પછી ઉપર થોડું તેલ સ્પ્રેડ કરો.

6) થોડીવાર પછી હળવા હાથે સાઈડ ફેરવી લો. આપણે બાઈન્ડીંગ માટે કશું એડ કર્યું નથી માટે સાઈડ ફેરવવામાં થોડું ધ્યાન રાખવું, પુડલુ તૂટી પણ શકે છે.

7) બને બાજુ બ્રાઉનિશ કલર આવે ત્યાં સુધી સાઈડ ચેન્જ કરી સાંતળી લેવાનું છે. આ રીતે બધા જ મિક્સરમાંથી પુડલા બનાવી લેવાના છે.

8) તો મિત્રો છે ને ખરેખર ટેસ્ટી નાસ્તો, શું તમે ક્યારેય બનાવ્યો છે? જો ના બનાવ્યો હોય તો એકવાર અચૂક ટ્રાય કરજો અને મને કમેન્ટ પણ કરજો અને એકવાર વિડીયો અવશ્ય જોઈ લેજો તેમજ દરરોજ આવી નવી રેસિપી જોવા માટે મારી યુ-ટ્યુબ ચેનલ વિઝિટ કરી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *