આલુ ચિપ્સ બર્ગર – બાળકોને બહારના બર્ગર હવે ખવડાવવા નહિ, તમે જાતે જ બનાવો…

દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો હું ટિક્કી બનાવ્યા વગર બહાર જેવું જ ફ્રેન્ચ ફ્રાઈસ વાળું બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. અને એકદમ ઇઝી છે .તો આજે આપડે શીખીસુ ફિંગર ચિપ્સ બર્ગર . ફટાફટ શીખી લો આ સરળ રેસિપી.

સામગ્રી :

  • – એક બટાકા ની આલુ ચિપ્સ તળેલી
  • – બે બર્ગર બન્સ
  • – બે ચમચી ટામેટાંનો કેચ અપ
  • – બે કોબીજના પત્તાં
  • – બે ગોળ સમારેલાં ટામેટાં
  • – બે ગોળ સમારેલી ડુંગળી
  • – ચપટી ચાટ મસાલો
  • – બે ચમચી બટર
  • -બે ચમચી મેયોનીઝ

રીત :

સ્ટેપ :1


આલુ ચિપ્સ બર્ગર બનાવવા માટે બનને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. હવે એક પેનમાં બટર નાખીને ગરમ કરી લો. બટર ઓગળી જાય એટલે બનને ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી શેકી લો. પછી એક પ્લેટમાં બનનો નીચેનો ભાગ રાખો. આના પર કેચઅપ નાખીને ચમચીથી ફેલાવી લો.

સ્ટેપ :2

હવે કોબીજનું પત્તું રાખીને તેના પર મેયોનીઝ નાખો. મેયોનીઝ સ્પ્રેડ કર્યા પછી આલુ ચિપ્સ મૂકો. આલુ ચિપ્સ ની ઉપર ટામેટાં અને ડુંગળીની સ્લાઈઝ મૂકો.

સ્ટેપ :3


આ ચીઝ પ્રોસેસ optional છે .સૌથી ઉપર ચીઝ સ્લાઈઝ મૂકો. હવે ચીઝની સ્લાઈઝની ઉપર બનનો ઉપરનો ભાગ મૂકો. તો તૈયાર છે બાળકોને ખવડાવવા માટે finger chips બર્ગર.એક્દુમ easy એવું without aloo tikki burger .

નોંધ :

– ચિપ્સ બનાવતી વખતે ધ્યાન માં રાખવાની ટિપ્સ

(તો સૌ પ્રથમ બટાકા ને ચિપ્સ માં સુધારી પાણી માં મીઠું નાખી 5-10 મિનિટ રાખી પછી પેપર માં કોરા કરવા મુકી .કોરા પડે પછી તળવી .જેથી ક્રિસ્પી થશે .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *