બટાકા મેથી નું શાક – બાળકોને મેથી ખવડાવી છે તો આજે જ બનાવો આ ટેસ્ટી શાક…

બટાકા મેથી નું શાક

આ શાક પુરી કે રોટલી જોડે બહું જ ટેસ્ટી લાગે છે.બાળકો ને મેથી ખાવી ભાવે નહિ. એમાં થી થેપલા બનાવો તો ખાય પણ શાક બનાવો તો ખાય જ નહિ. બાળકો સાથ સાથે ઘણા મોટા લોકો પણ નથી ખાતા હોતા. પણ હવે ચિંતા કરશો નહિ કેમકે હું અહીંયા લઇ ને આવી છું મેથી બટાકા નું શાક. જે ખાવા માં બહુ સ્વાદિષ્ટ હોય છે. એક વાર બનાવશો તો બધા જ મોજ થી ખાશે આ મેથી બટાકા નું શાક. તો એક વાર જરૂર થી બનાવજો આ મેથી બટાકાં નું શાક.

સામગ્રી :

  • – 3 બટાકા બાફેેલા જીણા સમારેલાં
  • – 1 જુડી મેથી ની ભાજી જીણી સમારેલી
  • – 150 ગ્રામ ટામેટાં જીણા સમારેલાં
  • – 2 ચમચી તેલ
  • – 1/4 જીરું
  • – 1/4 રાઇ
  • – ચપટી હીંગ
  • – 1 ચમચી લાલ મરચું પાવડર
  • -1/2 હલદર પાવડર
  • – 1 ચમચી ધાણાજીરું પાવડર
  • – મીઠું સ્વાદ પ્રમાણે
  • – લાલ ચટણી 1 ચમચી

રીત :

15 મિનિટ માં બની જશે .

સ્ટેપ :1

મેથી ની ભાજી કાપી ને બરાબર ધોઈ લો.કેમ કે મેથી માં કાકરી બોવ હોય એટલે 2-3 પાણી થી ધોવી .

સ્ટેપ :2

કડાઈમાં તેલ મૂકી ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય ત્યારે હીંગ,રાઇ,જીરું નાખી તતડવા આવે એટલે તેમાં ટામેટાં અને મેથી ની ભાજી નાખી બરાબર હલાવી લો.

સ્ટેપ :3

સુકો બધાં મસાલો નાખી બરાબર મીક્ષ કરી ઢાંકણ ઢાંકી ચડવા દો. ત્યાં સુધી બાફેલા બટાકા ની સ્કીન કાઢી કટકા કરી લો.

સ્ટેપ :4


ટામેટાં ,ભાજી ચઢી જાય એટલે બટાકા ના કટકા નાખી મીક્ષ કરી ઢાંકણ મુકી ધીમા તાપે 3મીનીટ રાખી ગેસ બંધ કરી દો.અને રોટલાં ,રોટલી સાથે ગરમ ગરમ સર્વ કરો .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *