આલુ પરાઠા – નાના મોટા દરેકની પહેલી પસંદ એવા આ આલુ પરાઠા હવે બનશે પરફેક્ટ…

આલુ પરાઠા :

આલુ પરાઠા ઇંડિયન બ્રેક્ફાસ્ટ્ માટે હોટ ફેવરીટ છે. ખાસ કરીને ઘઉંનો લોટ, મેશ બટેટા અને થોડા મસાલાથી ખૂબજ સ્વાદિષ્ટ આલુ પરાઠા બનાવી શકાય છે. ઘણા નોર્થ ઇંડીયન ફેમીલીમાં પણ આલુ પરાઠા બનતા હોય છે. આલુ પરાઠાને બટર, કર્ડ અને અથાણા સાથે ખાવાથી બહુ ટેસ્ટી લાગે છે. ચા સાથે પણ લઈ શકાય છે. ઘણા ફેમીલીમાં લોકો ડીનરમાં પણ લેતા હોય છે. આ ઉપરાંત લંચ બોક્ષ માટે પણ બેસ્ટ છે.

આલુ પરાઠા બનાવવા માટે બાફેલા બટેટાને મેશ કરી અથવા બાફેલા બટેટાને ખમણીને ઉપયોગમાં લેવામાં આવે છે. ખમણવાથી સ્ટફીંગનું પર્ફેક્ટ ટેક્સચર થવાથી પરાઠા સરસ વણી શકાય છે. પણ ટ્રેડીશનલી મેશ કરવામાં આવે છે. ઘણી વખત સ્ટફીંગને તડકા લગાવીને બનાવવામાં આવે છે. પણ તેનાથી પરાઠાના ટેસ્ટમાં કોઈ ખાસ ફેર પડતો નથી.

તેથી જલદી અને સરળ રીતે બનાવવા માટે હું અહીં આપ સૌ માટે આલુને બાફીને ખમણીને, તડકા કર્યા વગરજ સ્ટફીંગ કરેલા, આલુ પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું. મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ સ્વાદિષ્ટ આલુ પરાઠા ઘરે બનાવી બધાને ટેસ્ટ કરાવજો.

આલુ પરાઠા બનાવવા માટેની સામગ્રી :

લોટ બાંધવા માટેની સામગ્રી :

 • 2 ½ કપ ઘઉં( રોટલી)નો લોટ
 • 1 ટેબલ સ્પુન ઓઇલ
 • 1 ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ
 • 1 ટી સ્પુન આખું જીરું

સૌ પ્રથમ બટેટા કુકરમાં 3 વ્હીસલ કરી પ્રેશર કૂક કરી લ્યો.

લોટ બાંધવાની રીત :

ત્યારબાદ એક મીક્સિંગ બાઉલમાં 2 ½ કપ ઘઉંના લોટ લઇ તેમાં સોલ્ટ અને 1 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે તેમાં 1 ટી સ્પુન આખુ જીરુ ઉમેરી મિક્ષ કરી, જરુર મુજબ પાણી ઉમેરી સરળતાથી વણી શકાય એવો સોફ્ટ લોટ બાંધો. 15-20 મિનિટ બાંધેલા લોટને ઢાંકીને રેસ્ટ આપો.

સ્ટફીંગ બનાવવા માટેની સામગ્રી :

 • 4 મિડિયમ સાઈઝ્ના બાફેલા બટેટા
 • 2 ટેબલ સ્પુન ઘઉંનો લોટ
 • 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
 • ½ ટી સ્પુન ચાટ મસાલો
 • ½ ટી સ્પુન ગરમ મસાલો
 • ¼ ટી સ્પુન સંચળ પાવડર
 • 1 ટી સ્પુન આખું જીરુ
 • 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
 • 1 લીલું મરચું બારીક સમારેલું
 • સ્વાદ મુજબ સોલ્ટ
 • ઓઇલ – આલુ પરાઠા શેકવા માટે

સ્ટફીંગ બનાવવાની રીત :

બીજા મિક્ષિંગ બાઉલમાં બાફેલા બટેટાને છાલ કાઢી ખમણી લ્યો.

*ખમણવાથી સ્ટફીંગનું ટેક્સચર સ્મુધ થવાથી પરોઠા સરળતાથી વણી શકાય છે.

હવે ખમણેલા બટેટામાં 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન ચાટ મસાલો, 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી, 1 લીલું મરચું બારીક સમારેલું અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તે બટેટાના મસાલાવાળા મિશ્રણમાં 1 ટી સ્પુન આખું જીરું, 2 ટેબલ સ્પુન ઘઉંનો લોટ અને ¼ ટી સ્પુન સંચળ પાવડર મિક્ષ કરી શુધ સ્ટફીંગ બનાવો. સ્ટફીંગ માં લોટ ઉમેરવાથી સરળતાથી સ્ટફીંગ અંદર સ્પ્રેડ થશે.

આલુ પરાઠા બનાવવાની રીત :

હવે સ્ટફીંગમાંથી 7 એક સરખા પાર્ટ કરી, હથેળીઓ ઓઇલથી ગ્રીસ કરી, બોલ્સ બનાવી લ્યો.

બાંધેલા લોટને 20 મિનિટ પછી 1 ટી સ્પુન ઓઇલ મૂકી સારી રીતે મસળીને સોફ્ટ બનાવી લ્યો.

તેમાંથી પણ 7 એકસરખા લુવા બનાવી લ્યો.

એક લુવાને હાથમાં લઈ નાના બાઉલ જેવું બનાવી તેમાં સ્ટફીંગનો બોલ મૂકીને, લોટના બનાવેલા બાઉલની કિનાર વચ્ચે ભેગી કરી સીલ કરી લ્યો. આ પ્રમાણે બાકીના બધા લુવા આલુ પરાઠા બનવવા માટે વાળી લ્યો.

ત્યારબાદ રોલિંગ બોર્ડ પર સ્ટફીંગ ભરેલું લુવુ મૂકી, આંગળીથી પ્રેસ કરીને થોડું મોટું કરી લ્યો.

ત્યારબાદ હલકા હાથે વેલણથી થોડું થીક વણી લ્યો. આ પ્રમાણે બાકીના લુવામાંથી બધા આલુ પરાઠા વણીને રેડી કરવા.

હવે મિડિયમ ફ્લૈમ પર તવો મૂકી, થોડું ઓઇલ લગાવી દ્યો. ઓઇલ જરા ગરમ થાય એટલે તેના પર આલુ પરાઠું શેકવા માટે મૂકો.

એક થોડું બાજુ શેકાય એટલે થોડું ઓઇલ મૂકી બીજી બાજુ પણ ફ્લીપ કરી શેકી લ્યો.

આમ 2-3 વાર ફ્લીપ કરી, આલુ પરાઠામાં ગોલ્ડન બ્રાઉન સ્પોટ થાય અને બરાબર કૂક થઈ જાય એટલે પ્લેટમાં ટ્રાંસફર કરો. આ પ્રમાણે બાકીના બધાં વણેલા પરાઠા શેકી લ્યો.

હવે ખૂબજ સ્વાદિષ્ટ એવા આલુ પરાઠા સર્વ કરવા માટે રેડી છે.

ગરમાગરમ આલુ પરાઠા સર્વિંગ પ્લેટમાં મૂકી તેના પર થોડું બટર અને સાથે અથાણું અને મસાલાવાળું દહીં બાઉલમાં સર્વ કરો. આ કોમ્બીનેશનથી પરાઠા ખૂબજ ટેસ્ટી લાગશે. ઘરના નાના મોટા દરેક લોકોને ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *