આલૂ ચટોરી બર્સ્ટ – અવનવી ચાટ ખાવાના શોખીન મિત્રો રેસિપી…

આલૂ ની કટોરી માં ચાટ. જાણે એક આલૂ ની કટોરી નો ગોળો ફાટી ને એમાં થી આલૂ ચાટ મસાલો બહાર નીકળતો હોઈ એવી થીમ. આલૂ કટોરી ચાટ એટલે આલૂ ચટોરી !!!

45 મિનિટ, 2 પ્લેટ

Advertisement

ઘટકો

કટોરી માટે

Advertisement
 • 1. 2 મોટા બટાકા
 • 2. 2 ચમચી કોર્ન ફ્લોર
 • 3. મીઠું સ્વાદ મુજબ
 • 4. તેલ તળવા માટે

સ્ટફિન્ગ માટે

 • 5. 2 બાફેલા બટાકા
 • 6. 4-5 ચમચી બાફેલા છોલે ચણા
 • 7. 4-5 ચમચી બાફેલા કાબુલી ચણા
 • 8. 4-5 ચમચી બાફેલા લીલા ફણગાવેલા મગ
 • 9. 2-3 ચમચી ઝીણો સમારેલો કાંદો
 • 10. 2-3 ચમચી ઝીણી સમારેલી કાચી કેરી
 • 11. 2 ચમચી દાડમ ના દાણા
 • 12. 2 ચમચી કોથમીર
 • 13. 1/2 ચમચી ચાટ મસાલો
 • 14. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
 • 15. 1/2 ચમચી આમચૂર પાઉડર
 • 16. 1/2 ચમચી જીરા પાઉડર
 • 17. 1/2 ચમચી સંચર પાઉડર
 • 18. 1/2 ચમચી મરી પાઉડર
 • 19. મીઠું સ્વાદ મુજબ

મીઠી ચટણી માટે

Advertisement
 • 20. 1 વાટકી ખજૂર (1 વાટકી પાણી માં પલાળેલું)
 • 21. 1/2 વાટકી ગોળ
 • 22. 2 લીંબુ
 • 23. 1 ચમચી જીરું
 • 24. 4-5 ચમચી લાલ મરચું પાઉડર
 • 25. મીઠું સ્વાદ મુજબ

તીખી લીલી ચટણી માટે

 • 26. 1 વાટકી કોથમીર
 • 27. 4-5 મીઠા લીમડા ના પાન
 • 28. 8-10 પાન ફુદીનો
 • 29. 4-5 કડી લસણ
 • 30. 1 ટુકડો આદુ
 • 31. તીખાશ મુજબ લીલા મરચાં
 • 32. 1 ચમચી જીરું
 • 33. 1 ચમચી તલ
 • 34. 1 લીંબુ
 • 35. 3-4 ચમચી દહીં
 • 36. 4-5 ચમચી ઝીણી સેવ
 • 37. મીઠું સ્વાદ મુજબ

ગાર્નિશિંગ માટે

Advertisement
 • 38. 2 ચમચી દાડમ ના દાણા
 • 39. 4 ચમચી ઝીણા સમારેલા જુદા જુદા રંગ ના કેપ્સિકમ
 • 40. 3 ચમચી રોસ્ટેડ મસાલા શીંગ ના દાણા
 • 41. 3-4 ચમચી તીખી બૂંદી
 • 42. 3-4 ચમચી ઝીણી સેવ
 • 43. 2-3 ફુદીના પાન
 • 44. 1 ચમચી કોથમીર
 • 45. 2 ચેરી
 • 46. 6-8 નંગ ફ્રેન્ચ ફ્રાઈસ
 • 47. મીઠ્ઠું દહીં (1 વાટકી દહીં અને સ્વાદ મુજબ ખાંડ)

પગલાં

1. કટોરી બનાવા માટે છોલેલા બટાકા ને છીણી લો અને 3-4 વાર પાણી થી ધોઈ લો. પછી એને હથેળી થી દબાવી ને ટોવેલ ડ્રાય કરી લો. ડ્રાય કરેલી છીણ માં કોર્ન ફ્લોર અને મીઠું નાખો.

Advertisement

2. હવે એક ગરણી માં બટાકા ની છીણ કટોરી ના આકાર માં પાથરી દો અને ઉપર થી બીજી ગરણી નું દબાણ આપી તેલ માં મીડીયમ તાપે ગોલ્ડન બ્રોવન થાઈ ત્યાં સુધી તળી લો. ઠંડી પડ્યા પછી ગરણી માંથી કટોરી ને કાઢી લો. જરૂર પડે તો ચપ્પુ કે ધારદાર વસ્તુ ની મદદ લો

3. મીઠી અને તીખી ચટણી બનાવા માટે ઉપર આપેલ સામગ્રી ને મીક્ષી માં વાટી લો

Advertisement

4. સ્ટફિંગ બનાવા માટે ઉપર આપેલ સ્ટફિંગ ની સામગ્રી મિક્સ કરી તૈયાર કરો.

5. હવે એક પ્લેટ માં કટોરી મુકો. તેમાં સ્ટફિંગ ભરો. તેની ઉપર ગાર્નિશિંગ ની સામગ્રી થોડી ઉમેરો. તેની ઉપર મીઠ્ઠું દહીં, મીઠી અને તીખી ચટણી નાખો. હવે તેની ઉપર સ્ટફિંગ નો એક ગોળો બનાવી ને મુકો. ગોળા પર ફરીથી ગાર્નિશિંગ કરો અને દહીં, મીઠી અને તીખી ચટણી જરૂર મુજબ ઉમેરો. ઉપર સેવ અને કોથમીર બાભરાવો. ચપટી ચાટ મસાલો અને જીરા પાઉડર છાંટો. હવે સૌથી ઉપર બીજી કટોરી ઉંધી મુકો.

Advertisement

6. ગાર્નિશિંગ માટે ફ્રેન્ચ ફ્રાઈસ, ચેરી, ફુદીના ના પાન, તીખી બૂંદી, મસાલા શીંગ અથવા મન ગમતી સામગ્રી નો ઉપયોગ કરી શકાય. ચટપટી આલૂ ચટોરી બર્સ્ટ તૈયાર છે!

રસોઈની રાણી : વૈભવી બોઘાવાળા

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *