આલુ પરોઠા અને મસાલો – આલૂ પરોઠા સ્પેશિયલ મસાલા સાથે બનાવવાની એકદમ યુનિક રેસિપી

આજે આપણે બનાવીશું નાના બાળકોના ફેવરિટ અને બધાના ફેવરિટ આલુ પરોઠા આનો મસાલો જે છે તે એકદમ યુનિક છે તેથી આ ને પરફેક્ટ રીતે વિડીયો જોવાનું ભૂલતા નહીં.

સામગ્રી

  • બાફેલા બટાકા ૩ નંગ
  • ઘઉંનો લોટ દોઢ કપ
  • ડુંગળી એક નાની(ઝીણી સમારેલી)
  • લીલા ધાણા એક વાડકી (ઝીણા સમારેલા)
  • આદુ મરચાની પેસ્ટ ૨ ચમચી
  • વરીયાળી
  • સ્ટફિંગ ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી
  • તેલ

રીત-

1- તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ.

2- સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું.

3- આપણે પહેલા દોઢ કપ ઘઉંનો લોટ લીધો છે અને તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી શું. 1 મોટી ચમચી તેલ લઈશું. જે રીતે પરોઠાનો લોટ બાંધે છે તેવી જ રીતે બાંધી દેવાનો.

4- પહેલા આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. જરૂર પ્રમાણે પાણી એડ કરતાં જઈશું.અને લોટ બાંધી લઈશું.

5- હવે લોટ બંધાઈ ગયો છે લોટ થોડો સોફ્ટ હોવો જોઈએ.હવે તેના પર ઘી નો ધાબો દઈશું. અડધી ચમચી જેટલું ઘી છે. તેનાથી પરાઠા ક્રિસ્પી બનશે. હવે લોટને ઢાંકીને થોડીવાર મૂકી રાખીશું.

6- હવે આપણે બનાવીશું સ્ટફિંગ મસાલા અને સપ્રિંકલી મસાલા બનાવીશું.

7- 1ઓલ પર્પસ મસાલો કઈ રીતે બને છે તે જોઈ લઈશું.

સામગ્રી

  • અજમો
  • જીરુ
  • આખા ધાણા
  • વલીયારી
  • લાલ મરચું પાવડર
  • મીઠું
  • હિંગ
  • ધાણાજીરું પાવડર
  • ગરમ મસાલો
  • અનારદાના પાવડર
  • સંચર
  • આમચૂર પાવડર
  • મારી અને સૂકાં મરચાં

રીત- 1- મસાલો બનાવવા માટે સૌથી પહેલા આપણે ૩ ચમચી આખા ધાણા લઈશું. એક ચમચી વલીયારી, 1 ચમચી જીરૂ, એક ચમચી અજમો, બે સુકા લાલ મરચા, એક ચમચી મરી

2- હવે આ બધાને આપણે ધીમા ગેસ પર શેકી લઈશું. સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈશું.

3- હવે આ બધા આપણા ખડા મસાલા શેકાઈ ગયા છે.તો તેમાં આપણે હવે થોડી હિંગ એડ કરીશું.

4- હવે તેમાં ૧ ચમચી ગરમ મસાલો એડ કરીશું.અને એક ચમચી સંચળ કરીશું. અડધી ચમચી મીઠું ઉમેરીશું.

5- હવે તેમાં એક ચમચી અનારદાના પાવડર ઉમેરીશું. અને એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું.

6- હવે આપણે ગેસ બંધ કરી દઈશું. કેમકે આપણું પેન ઓલરેડી ગરમ છે તો મસાલા પણ ધીમા ધીમા હલકા શેકાય જશે.

7- હવે આપણે દોઢ ચમચી લાલ મરચું પાવડર નાખીશું. અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું. થોડું ઠંડુ પડે એટલે તેને મિક્સરમાં કર કરું પીસી લઈશું.

8- હવે ખડા મસાલા ઠંડા પડી ગયા છે. હવે તને કર કરું પીસી લેવાનું છે. આ આપણો ઓલ પર્પસ મસાલો તૈયાર થઈ ગયો છે.

2- હવે આપણે જોઈએ પરાઠા ઉપર સ્પ્રિંકલ કરવા નો મસાલો.

સામગ્રી

  • જીરુ
  • વરીયાળી
  • આખા ધાણા
  • લાલ મરચું પાવડર
  • મીઠું
  • ચાટ મસાલો
  • આમચૂર પાવડર

રીત-1- સૌથી પહેલા આપણે પેનમાં બે ચમચી આખા ધાણા લઈશું. 1 ચમચી જીરૂ લઈશું અને એક ચમચી વરિયાળી લઈશું. હવે તેને શેકી લઈશું. સુગંધ આવે ત્યાં સુધી.

2- હવે તેમાંથી ધુમાડા નીકળવા માંડયા છે અને કલર પણ ચેન્જ થઇ ગયો છે તો તે શેકાઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું.

3- હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. અડધી ચમચી લાલ મરચું પાઉડર ઉમેરીશું. અડધી ચમચી જેટલો ચાટ મસાલો પાવડર ઉમેરીશું.

4- હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. મસાલો થોડો ઠંડો થાય એટલે તેને પીસી લઈશું. પ્રિંકલ કરવાનો મસાલો તૈયાર છે.

8-હવે આપણે આલુ પરોઠા નું સ્ટફિંગ તૈયાર કરીએ.

9-જેના માટે એક પેનમાં ૨ ચમચી તેલ લઈશું.

10-હવે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે એક ચમચી જેટલું આદુ મરચાની પેસ્ટ નાખીશું. તેની કાચી સ્મેલ જાય ત્યાં સુધી શેકી લઈશું.

11-હવે તેમાં આપણે બટાકા ને હાથ થી તોડી ને નાખીશું.તેને મિક્સ કરી લઈશું.

12- હવે તેમાં આપણે બે મોટી ચમચી ઓલ પર્પસ મસાલા નાખીશું. તેમાં બધા મસાલા એડ કરી દીધા છે એટલે તેમાં બીજા મસાલા એડ કરવાના નથી.

13- આ મસાલો તમે કોઈપણ સ્ટફિંગ માં એડ કરી શકો છો જેમ કે તમે બનાવો છો ગોબી પરાઠા તો પણ આ સ્ટફિંગ માં એડ કરી શકો છો. પનીર પરાઠા કોઈપણ પણ પરાઠા માં એડ કરી શકો છો.

14- તમે તમારા સ્વાદ પ્રમાણે આ મસાલા વધારે કે ઓછો નાખી શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આને ખાલી મિક્સ કરવાનું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું.

15-હવે તેમાં આપણે એક વાડકી જેટલા લીલા ધાણા એડ કરીશું. આમાં ધાણા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.

16- હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. મિશ્રણ ઠંડું થઈ ગયું છે તો તેને હાથથી થોડું હલાવી લઈશું.

17- હવે મિશ્રણ ઠંડું થઇ ગયા પછી ડુંગળી ઉમેરવાની છે કારણકે ડુંગળી પાણી છોડી દે છે એટલે જ્યારે તમે પરોઠા બનાવો ત્યારે જ ઉમેરવાની.

18- હવે તેને બરાબર મિક્સ કરી લઈએ.

19- હવે આપણો લોટ રેસ્ટ થઈ ગયો છે.જે નાથી આપણો લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે.હવે એક સ્મોલ સાઇઝ નું ગુલ્લુ લઈ લઈએ.

20- હવે તેને આપણે વણી લઈશું. આખું નથી વણવાનું કેમ કે આપણે હજુ આપણે સ્ટફિંગ મૂકવાનું બાકી છે.

21- હવે તેમાં આપણે સ્ટફિંગ મુકીશું. અને હાથથી સરખું કરી લઈશું. અને તેને બંધ કરી લઈશું.

22- તમને એક્સ્ટ્રા લોટ જેવું લાગે તો કાઢી લેવાનું. થોડું અટામણ લઈ ને હલકા હાથે વણી લઈશું.

23- હવે આપણે તેને શેકી લઈશું. બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી. પહેલી બાજુ તેને થોડું હલકું હલકું શેકાવા દઈશું.અને બીજી બાજુ કમ્પલેટ શેકાય જાય એટલે ધી લગાવીશું. તમે તેને તેલમાં પણ કરી શકો છો.

24- પણ પરાઠા ઘી માં જ સારા લાગે છે. બીજી બાજુ પણ એક ચમચી ઘી લગાવીશું.

25- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા પરાઠા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે આપણે ઘીનો ધાબો દઈએ છે એટલે ક્રિસ્પી નેસ આવે છે. બંને સાઇડ સેકાઈ ગયા છે આપણા પરાઠા.

26- તેને હવે હલકા હલકા હાથે પ્રેસ કરીશું.હવે પરાઠા તૈયાર થઈ ગયા છે તો એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું.

27- હવે પરાઠા ઉપર આપણે ઘી લગાવીશું.પરાઠા ઉપર આપણે સ્પ્રિંકલી મસાલો ભભરાવીશું. અને બટર અને દહી જોડે સર્વ કરીશું.

28- હવે આપણા ઘરમાં ગરમાગરમ આલુ પરાઠા તૈયાર છે તો ચોક્કસથી આ રીતે બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *