આમ પન્ના.. – ઉનાળાનું એક હેલ્થી અને રિફ્રેશ કરી દેનાર પીણું, એકવાર બનાવશો તો વારંવાર ફરમાઈશ આવશે…

આમ પન્ના …

આમ પન્ના એ એક સમર કુલર ડ્રીંક છે. એક પ્રકારનું રીફ્રેશનર પણ કહી શકાય. ઉનાળાની ગરમીમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે રેડી મેઈડ કોલ્ડ ડ્રીંક્સ અવાર નવાર પીતા હોય છે પરંતુ ગર્મી દૂર કરવા માટે કાચી કેરીના –આમ પન્નાથી બહેતર બીજુ કોઈ ડ્રીંક નથી. તેનાથી એકદમ તરસ છીપાઇ જાય છે, ઉપરાંત શરીરને પણ રીફ્રેશિંગ કરે છે. આ ઉપરાંત આમ પન્ના ગેસ્ટ્રોઇંટેસ્ટનલ જેવા પ્રોબ્લેમમાં પણ ખૂબજ લાભદાયક છે.

આમ પન્ના ખરીદવા માટે બજારમાં જવાની જરુર પડતી નથી ઘરે જ, ઘરમાંથી મળી જતી સામગ્રીમાંથી ખૂબજ સરળ રીતે જલ્દીથી બનાવી શકાય છે. ઉપરાંત આમ પન્નાનો પલ્પ અથવા સિરપ બનાવીને 4-5 દિઅવસ માટે સ્ટોર પણ કરી શકાય છે. આમ પન્ના બનાવવા માટે ફ્રેશ કાચી-લીલી કેરી, જીરા પવડર, મરી પાવડર, સુગર, સંચળ પાવડર, ફુદીના જેવી સામગ્રીની જરુર પડે છે.

આમ આ બધી ઘરમાંથી મળી જતી સામગ્રીમાંથી બની જાય છે. હું અહીં આપ સૌ માટે ખૂબજ ટેસ્ટી અને હેલ્થી આમ પન્ના બનાવવાની રેસિપિ આપી રહી છું તમે પણ ચોક્કસથી મારી આ રેસિપિ ફોલો કરીને આ જ સિઝનમાં ચોક્કસથી ટ્રાય કરજો. બધાને સ્વાસથ્ય માટે પણ ખૂબજ માફક આવશે.

આમ પન્ના બનવવા માટેની સામગ્રી:

  • 2 નંગ ફ્રેશ લીલી કાચી કેરી – મિડિયમ સાઇઝની લેવી
  • 2-3 કપ પાણી
  • 3 ટેબલ સ્પુન ફુદિનાના પાન ( મેં અહીં ડ્રાય પાન લીધા છે. પાવડર પણ લઇ શકાય)
  • ½ કપ સુગર અથવા સ્વાદ મુજબ
  • ¾ ટી સ્પુન એલચી પાવડર
  • ¾ ટી સ્પુન શેકેલા જીરાનો પાવડર
  • ½ ટી સ્પુન મરી પાવડર
  • ¼ ટી સ્પુન સંચળ પાવડર
  • 1 ટી સ્પુન સોલ્ટ
  • આઇસ ક્યુબ જરુર મુજબ

ગાર્નિશિંગ માટે :

  • ફ્રેશ અથવા ડ્રાય ફુદિનાના પાન

આમ પન્ના બનવવાની રીત :

સૌ પ્રથમ 2 કાચી કેરી લઈ પાણીથી સાફ કરી લ્યો. ત્યારબાદ કૂકરમાં કેરી કૂક કરવા માટે 2-3 કપ પાણી ઉમેરી, તેમાં કેરી મૂકી, મિડિયમ ફ્લેમ પર 4 વ્હીસલ કરી કેરી કૂક કરી લ્યો. કુકર બરાબર ઠરવા દ્યો જેથી કેરી બરાબર કૂક થઈ જાય.

ત્યારબાદ કુકર ખોલી તેમાંથી બફાયેલી કેરીઓ પ્લેટમાં ટ્રાંસફર કરો. તેની છાલ કાઢી લ્યો. હવે કેરીના ગોઠલા પરથી કેરીનો પલ્પ સ્પુન કે ચપ્પુ વડે અલગ કરી ગોઠલું ક્લીન કરી લ્યો. પલ્પ એક પ્લેટમાં એકઠો કરો.

હવે બનેલા પલ્પને મિક્ષર જારમાં ઉમેરો. પ્રોપર ગ્રાઇંડ થઈ જશે જેથી તેને ચાળણીથી ગાળવાની જરુર નહી પડે. હવે તેમાં 3 ટેબલસ્પુન ફુદિનાના પાન, ( મેં અહીં ડ્રાય પાન લીધા છે. પાવડર પણ લઇ શકાય), ½ કપ સુગર અથવા સ્વાદ મુજબ, ¾ ટી સ્પુન એલચી પાવડર, ¾ ટી સ્પુન શેકેલા જીરાનો પાવડર, ½ ટી સ્પુન મરી પાવડર, ¼ ટી સ્પુન સંચળ પાવડર અને 1 ટી સ્પુન સોલ્ટ ઉમેરી એકવાર સ્પુનથી મિક્ષ કરી, લીડ બંધ કરી, બધી સામગ્રી સરસથી એકરસ થાય ત્યાં સુધી ગ્રાઇંડ કરી સ્મુધ પેસ્ટ તૈયાર કરો.

હવે આ પેસ્ટને બરાબર ક્લીન કરેલા એક જારમાં ભરો. આ સ્ટેપ પર આમ પન્ના પલ્પને રેફીઝરેટરમાં 3-4 દિવસ માટે એર ટાઇટ જારમાં સ્ટોર કરી શકાય. ફ્રીઝરમાં આઇસ થઇ જવાથી લાંબો ટાઇમ ફ્રેશ રહેશે.

હવે એક લાંબો – ઉંચો ગ્લાસ લઇ તેમાં 1 ¼ ટેબલ સ્પુન આમ પન્નાનો પલ્પ ઉમેરો.

હવે તેમાં 3-4 આઈસ ક્યુબ ઉમેરો. હવે તેમાં પોણો ગ્લાસ ભરાય તેટલું ચીલ્ડ પ્લેઇન વોટર અથવા ચિલ્ડ સોડા વોટર ઉમેરી, લાંબી સ્પુન કે ફોર્ક વડે એકરસ થાય ત્યાં સુધી મિક્ષ કરો.

હવે સમર કુલર કે રીફ્રેશીંગ ચીલ્ડ આમ પન્ના સર્વ કરવા માટે રેડી છે. તેને ફ્રેશ કે ડ્રાય ફુદિના પાનથી ગાર્નિશ કરો.

ગરમીમાં રીફ્રેશ થવા કે ઘરે આવેલા ગેસ્ટને સર્વ કરવા માટે ઇંસ્ટંટ બની જતું આ આમ પન્ના ખરેખર ચટપટુ, ટેસ્ટી અને હેલ્ધી છે. તમે પણ મારી આમ પન્નાની આ સરળ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવીને ઘરના નાના મોટા બધાને આ જ ગરમીની સિઝન્માં ટેસ્ટ કરાવજો. બધાને ખૂબજ ટેસ્ટી લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *