અચારી સ્ટફ કારેલા બનાવવાની એકદમ સરળ રેસિપી – Achari Stuffed Karela

આજે આપણે સ્ટફ કારેલા બનાવવાની એકદમ સરળ રેસિપી જોઈશું.એ પણ આચાર મસાલો ભરી ને બનાવીશું. આ ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.

સામગ્રી:

  • અથાણા નો મસાલો
  • શેકેલા સીંગદાણા નો ભુક્કો
  • શેકેલા તલ નો ભુક્કો
  • ગોળ
  • આમચૂર પાઉડર
  • તેલ
  • રેગ્યુલર મસાલા

રીત

1- હવે અચારી કારેલા બનાવવા માટે ત્રણ કારેલા જોઈશે.અને તેની છાલ ઉતારી લેવાની છે અને તેને વચ્ચે થી કટ કરી લેવાના છે અને અંદર અને બહાર ની બાજુ મીઠું લગાવી ને તેને થોડી વાર રહેવા દઈશું.

2- કારેલા ને નીચોવી લઈશું જેથી તેની કડવાશ નીકળી જાય.આને કટ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે એક સાઈડ બંધ હોય અને એક સાઈડ ઓપન હોય અને જે ઓપન સાઈડ છે ત્યાં તમારે બીયા કાઢી લેવાના છે.

3- હવે પહેલા આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું.સ્ટફિંગ માટે એક કપ ગળ્યા અથાણા નો મસાલો લઈશું.તમે જેટલો અથાણા નો મસાલો લીધો હોય એટલો જ સીંગદાણા નો ભુક્કો અને શેકેલા તલ નો ભુક્કો મળી ને થાય.એટલું લેવાનું છે તો અડધો કપ સીંગદાણા નો ભુક્કો અને અડધો કપ તલ નો ભુક્કો લઈશું.

4- હવે આ બધું મિક્સ કરી લઈશું હવે તેમાં અડધી ચમચી આમચૂર પાઉડર એડ કરીશું.ત્યારબાદ મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું.હવે અડધી ચમચી ગોળ નાખીશું,હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે આને કારેલા માં સ્ટફ કરી લઈશું.હવે કારેલું લઈ ને તેમાં મસાલો ભરી લઈશું.વચ્ચે જે ઓપન સાઈડ છે તેમાં દબાવી ને ભરી લેવાનું.

5- હવે બધા કારેલા આ રીતે રેડી કરીશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે બધા કારેલા રેડી છે થોડું સ્ટફિંગ બચી ગયું છે જે બચાવા નું છે હવે આને કુક કરીશું બે ચમચી તેલ લઈશું.હવે તેમાં એક ચમચી રાઈ નાખીશું. ત્યારબાદ એક ચમચી જીરૂ નાખીશું.

6- હવે કારેલા ને એડ કરી લઈશું.હવે તેને હલાવી લઈશું.હવે દસ મિનિટ ઢાંકી ને થવા દઈશું. કારેલા લગભગ કુક થઈ ગયા છે.હવે દસ મિનિટ થઈ ગઈ છે તમે વીડિયોમાં જોઇ શકો છો કે કારેલા નો કલર બદલાઈ ગયો છે.

7- હવે આ કારેલા લગભગ કુક થઈ ગયા છે હવે જે સ્ટફિંગ બાકી હતું તે એડ કરીશું.ઉપર થી ભભરાવી લઈશું. હવે તેને હલાવી લઈશું.ગેસ એકદમ ધીમો હોવો જોઈએ.આ સરસ કુક થઈ ગયું છે.હવે ગેસ બંધ કરી દઈશું.

8- હવે સ્ટફ કરેલા કારેલા તૈયાર છે.હવે તેને ગાર્નિશ કરીશું.ઉપર કોથમીર ભભરાવી શું.તો આ તમે એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *