હેલ્ધી – સ્પાયસી અડદ દાળ – હવે જયારે પણ અડદની દાળ બનાવો તો આ રીતે બનાવજો બધાને ખુબ પસંદ આવશે…

પરંપરાગત રીતે દરેક ઘર માં બનતી અડદ દાળ ખુબજ પૌષ્ટિક હોવાથી હાલના સમયમાં હજુ પણ દરેક રસોડા માં બની રહી છે. હા..અલગ અલગ ગ્રુહિણીઓ તેમાં વિવિધતા લાવે છે. અને અલગ અલગ ટેસ્ટ અને કોમ્બિનેશન લાવીને બધાને ભાવે એવો એક નવો જ ટેસ્ટ ક્રીએટ કરે છે. તો આજે હું પણ આપ સૌને હેલ્ધી – સ્પાયસી અડદ દાળ ની રેસિપિ આપી રહી છું, તો આ રેસિપિને ફોલો કરીને ચોક્કસથી બનાવજો, બધાને ભાવશેજ..

હેલ્ધી – સ્પાયસી અડદ દાળ બનાવવા માટે ની સામગ્રી :

  • ¾ કપ ફોતરા વગરની અડદ દાળ
  • ¾ કપ ચણા દાળ
  • 1 ટેબલ સ્પુન બટર + 1 ટેબલ સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન રાઇ
  • 1 ટી સ્પુન આખુ જીરું
  • 1 તજ પત્તુ
  • 3 – 4 લવિંગ
  • 1 ઇંચ તજના ટુકડા
  • 1 બાદિયાનના ટુકડા
  • 3-4 સ્ટ્રિંગ મીઠા લીમડો
  • ½ ટી સ્પુન + ½ ટી સ્પુન હળદર
  • 1 ½ ટી સ્પુન લાલ મરચું પાવડર
  • 1 ટેબલ સ્પુન ધાણા જીરું પાવડર
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • (પિંચ સુગર ઓપ્શનલ)
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ટી સ્પુન લેમન જ્યુસ
  • 2 ટમેટા – ખમણેલું
  • 2 ઓનિયન – ખમણેલી
  • 2 ટી સ્પુન લીલું લસણ બારીક કાપેલું
  • 2 ટી લસણની લાલ ચટણી
  • 1 ટી સ્પુન ફ્રેશ લાલ મરચું બારિક કાપેલું
  • 1 ઇંચ આદુની કતરણ
  • ½ કપ થોડી ખાટી છાશ
  • કોથમરી –જરુર મુજબ

હેલ્ધી – સ્પાયસી અડદ દાળ બનાવવાની રીત:


સૌ પ્રથમ અડદ દાળ અને ચણા દાળ ને 2-3 વાર પાણીથી ધોઇ લ્યો. ત્યારબાદ બન્ને ને સાથે 2-3 કલાક પાણીમાં પલાળી દ્યો.


હવે પ્રેશર કુકરમાં બન્નેને સાથે જ ½ ટી સ્પુન હળદર ઉમેરી 3-4 વ્હિસલ કરી દાળ આખી રહે તેમ બાફી લ્યો. બફાય તેટલું માપ નું જ પાણી મુકવું.


ત્યાર્બાદ પેન માં ઓઇલ અને બટર મિક્સ કરી ગરમ કરો. તેમાં ½ ટી સ્પુન રાઇ અને 1 ટી સ્પુન આખું જીરું ઉમેરી તતડવા દ્યો.


તતડી જાય એટલે તેમાં તજ, લવિંગ, બાદિયાન અને લાલ સૂકું મરચું ઉમેરી સાંતળો.


હવે તેમાં જીણું સમારેલું લીલુ લસણ, સમારેલું ફ્રેશ લાલ મરચું, આદુની કતરણ અને મેઠો લીમડો નાંખી સંતળો.


ત્યારબાદ તેમાં પિચ હિંગ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ઢાણા જીરું પાવડર, ગરમ મસાલો ઉમેરીમિક્સ કરી 2 મિનિટ સાંતળવું.


ત્યારબાદ તેમાં ખમણેલી ઓનિયન ઉમેરી કુક કરો. ટ્રાંસ્પરંટ કલરની થાય એટલે તેમાં ખમણેલા ટમેટા ઉમેરી મિક્સ કરો. કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળો.

મસાલા સહિત બધું બરબર મિક્સ કરી, તેમાં ½ કપ છાશ ઉમેરી, 1 મિનિટ કૂક કરો. એટલે બધું મિશ્રણ સરસ એકરસ થઇ જાય.


હવે શાથે બાફેલી બન્નેદાળ ને કુકર માંથી કાઢી તેમાં ઉમેરી મિક્સ કરો. જરુર મુજબ મ્ઠું ઉમેરી મિક્સ કરો.


( આ સ્ટેપ પર ખાંડ ઉમેરી શકાય છે જે ઓપ્શનલ છે ).


તેમાં 1 કપ પાણી ઉમેરી 2-3 મિનિટ ઉકાળી લેવું.

એક નાના સર્વિંગ બાઉલમાં કાઢી લાલ મરચાની રિંગ્સ, ખમણેલી ઓનિયન, આદુની કતરણ, મીઠો લીમડો અને કોથમરીથી ગાર્નિશ કરો.


*ત્યાર બાદ એક નાના પેન માં ઓઇલ લઇ ગરમ કરી તેમાં લાલ લસાણ ની ચટણી ઉમેરી જરા સાંતળીને

તો હવે આ ગરમા ગરમ હેલ્ધી – સ્પાયસી અડદ દાળ સર્વ કરવા માટે તૈયાર છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *