આ ધાતુના પાત્રમા ભોજનનુ સેવન કરવુ ગણાય છે લાભદાયી, જાણો કેવી રીતે..?

મિત્રો, આપણા શાસ્ત્રોમા ભોજન સાથે સંકળાયેલ અનેકવિધ બાબતો વિશે જણાવવામા આવ્યુ છે. શાસ્ત્રો મુજબ હમેંશા જમીન પર પલોઠી વાળીને જ જમવા બેસવુ જોઈએ તે વાત આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ ત્યારે આજે આપણે ભોજન સાથે સંકળાયેલ અન્ય એક બાબત વિશે પણ માહિતી મેળવીશુ. આજે આપણે જુદી-જુદી ધાતુઓના પાત્રમા ભોજન કરવાથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે માહિતી મેળવીશુ, ચાલો જાણીએ.

image source

જો તમે માટીના પાત્રમા ભોજન રાંધી અને જમો તો સૌથી મોટો ફાયદો એ થાય છે કે, તેનાથી ભોજનમા રહેલા તત્વો તુરંત નાશ પામી જાય છે. આ ઉપરાંત માટીના પાત્રમા ભોજનનુ સેવન કરવાથી તમારી પાચનશક્તિ પણ સુધરે છે અને મજબુત બને છે તથા તમારા શરીરમા હાનિકારક તત્વો પણ પ્રવેશતા નથી.

મોટાભાગના લોકો રોટલી કે ભાખરી શેકવા માટે લોખંડની લોઢી અથવા તવીનો ઉપયોગ કરવામા આવે છે ત્યારે તમને જણાવી દઈએ કે, લોખંડના પાત્રમા ભોજન રાંધવાથી શરીરમા લોહી અને લોહતત્વની ઉણપ રહેતી નથી અને શરીરનુ આંતરિક સંતુલન પણ જળવાઈ રહે છે.

image source

આ ઉપરાંત જો પીતળના પાત્રમા ભોજન રાંધવામા આવે છે, તો ખોરાક લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. આ પીતળની ધાતુના પાત્રમા ભોજનનુ સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ મજબુત બને છે અને તમારુ મન એકદમ શાંત રહે છે તથા પાચનતંત્ર પણ સુધરે છે.

image source

આ સિવાય જો તમે તાંબાના પાત્રમા ભોજન બનાવો છો અને ત્યારબાદ તેનુ સેવન કરો છો તો તમારુ શરીર ઉર્જાથી ભરપૂર રહે છે. તમારા શરીરમા આખો દિવસ સ્ફૂર્તિ રહે છે. જો આ પ્રયોગ નિયમિત રીતે કરવામા આવે છે તો તમારુ બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે અને પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ નથી રહેતી.

image source

આ ઉપરાંત જો ચાંદીના પાત્રમા ભોજન કરવામા આવે તો ચાંદીના તત્વો તુરંત જ તમારા શરીરમા હાડકાઓ અને માંસપેશીઓને આંતરિક મજબૂતી આપે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. આ સિવાય તે તમારા શરીરમા લોહીના પરિભ્રમણને પણ સંતુલિત રાખે છે.

image source

આ સિવાય અમુક જ એવા ભાગ્યશાળી લોકો હોય છે કે, જે લોકો સોનાની ધાતુના પાત્રોમા ભોજન બનાવી એ જ ધાતુના પાત્રમા ભોજનનુ સેવન કરતા હોય. જે કોઈપણ વ્યક્તિ આ સોનાની ધાતુના પાત્રમા ભોજનનુ સેવન કરતા હોય તેમનુ શરીર આંતરિક રીતે મજબૂત બને છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિમા પણ વૃદ્ધિ થાય છે. આ સિવાય આ ધાતુના પાત્રોમાં ભોજન સેવન કરવાથી તમને એક અલગ જ પ્રકારની માનસિક શાંતિનો એહસાસ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *