અદરક કેન્ડી – બાળકોને ક્યારેય નહિ થાય શરદી ઉધરસ ખવડાવો ઘરે બનાવેલ આ કેન્ડી…

અદરક કેન્ડી

ઠંડી માં આપણે આદુ નો ઉપયોગ વધારે કરતા હોઇએ છે.

શરદી , ખાસી, કફ માટે આદુ બહુ ઉપયોગી છે. આદુ છોકરાઓને ભાવતો નથી હોતો એટલે ખાસ આ રેસીપી તૈયાર કરી છે. તમે પણ કરી જુવો ….બહુ જ ગમશે.

સામગ્રી :-

  • ૧૦૦ ગ્રામ આદુ
  • ૧ વાટકી – ખાંડ
  • ૧ વાટકી – પાણી
  • ૪ ચમચા – મધ
  • ૧ ચમચો – લીંબુ નો રસ
  • ૪ – લવિંગ નો પાવડર
  • ૩ ચમચા – પીસેલી ખાંડ

રીત :- સૌથી પેહલા બધી સામગ્રી ભેગી કરી લેવી.

આદુ ની છાલ ઉતારી તેની પેસ્ટ બનાવી લેવી.

એક પ્યાન માં આદુ , ખાંડ , મધ , પાણી , લવિંગ નું પાવડર ,બધું ભેગું કરી ખાંડ ઓગળે એટલે ગેસ ધીમા આચપર કરી દો.

પછી તેમાં લીંબુ નો રસ નાખી ધીમા ગેસપેર ૧૫- ૨૦ મિનિટ ઉકળવા દેવું …

પછી એક થાળી માં બટર પેપર મૂકી તેમાં ચમચી થી નાની નાની કેન્ડી પાડવી.૧૦ મિનિટ પછી કેન્ડી કાઢી લેવી ઉપર થી પીસેલી ખાંડ ભભરાવી જેથી કેન્ડી એકબીજાને ચોંટે નહીં .

તો તૈયાર છે બનાવામાં એકદમ સહેલી અને સાથે હેલ્થી તો ખરીજ આદુ કેન્ડી …..તમે મુખવાસ તરીકે દરોરોજ ૨ કેન્ડી ખાસો તો શરદી, ખાસી ,કફ થી કાયમ દૂર રેહશો……

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *