ફક્ત 1/2 લીટર દૂધ અને ઘરની મલાઈ માંથી ફટાફટ બનતો દૂધનો માવો

મીઠાઈ બનાવવા માટે માવા ની જરૂર પડે છે.પણ બધા જ લોકો માવો બજારમાંથી લઇ આવે છે. કારણકે ઘરમાં દૂધનો માવો બનાવો એટલે બે કલાક સુધી ઉકાળવા ઉભારો અને દૂધને ઉકાળી ઉકાળીને ઘટ્ટ કરો એટલે લોકો કંટાળીને બજારમાંથી લઈ આવે છે. પરંતુ આજે હું તમને ફક્ત અડધો કલાકમાં અડધા લિટર દૂધ માંથી અને ઘરની મલાઈમાંથી માવો બનાવતા શીખવીશ. ખૂબ જ ઝડપથી બની જાય છે અને એકદમ સસ્તો અને મીઠાઈ વાળા ને દુકાન કરતા પણ સારો બને છે અને આ માવા થી તમે ગુલાબ જાંબુ અથવા કોઈપણ મીઠાઈ બનાવી શકો છો. અને આ માવાને તમે ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ચાલો બનાવી લઈએ એકદમ ઝડપથી દુધનો માવો.

સામગ્રી

  • દૂધ
  • બેંકિંગ સોડા

રીત

1- હવે આપણે દુધનો માવો બનાવવા માટે એક નોનસ્ટિક ની પેન લીધી છે. હંમેશા ધ્યાન રાખવાનું કે જાડા તળિયા વાળા વાસણ લેવાનું.કે નોનસ્ટિક લેવાનું.

2- હવે આપણે અડધો લીટર દૂધ લીધું છે. હવે તેને પેન મા લઇ લઈશું.ગેસ આપણે મીડીયમ રાખીશું. 3-જો તમે ગેસ ફાસ્ટ રાખશો તો તેને સતત હલાવતા રહેવું પડશે. અને જો મીડીયમ રાખશો તો વચ્ચે વચ્ચે હલાવું પડશે.જ્યાં સુધી આપણું દૂધ ઉકાળી ના જાય ત્યાં સુધી હલાવતા રહેવું.

4-દૂધ ઉકડી જાય પછી તેને આપણે દસથી પંદર મિનિટ સુધી દૂધ ઘટ્ટ ના થાય ત્યાં સુધી તેને ઉકાળી લેવાનું.

5- હવે ધ્યાન રાખવાનું છે કે તેને આપણે સતત હલાવતા રહેવાનું છે.

6- આપણે જે સાઈડ માં મલાઈ જામતી હોય છે તેને પણ કાડતા જવાનું છે.અને દૂધ માં ઉમેરતા જવાનું છે.

7- જો તમે જાડા તળિયા નુ કે નોનસ્ટિક વાપરતા હોય તો તમે ફાસ્ટ ગેસ પર જ માવો બનાવી શકો છો.ખૂબ જ જલ્દી બની જાય છે.

8- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું દૂધ ઘટ્ટ થઈ ગયું છે.અને હવે આપણે તેને સતત હલાવતા રહેવાનુ છે.જેથી નીચે ચોંટી ના જાય.

9- જો નીચે ચોંટે તો આપણા માવા માં બળેલા ની સુગંધ આવે છે.તે એકદમ સારું નય લાગે.તે આપણી સ્વીટ પણ સારી નય લાગે. એટલે ધ્યાન રાખવાનું કે તેને બરાબર હલાવતા રહેવું.

10- મિત્રો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું દૂધ ઘણું ઘટ્ટ થઈ ગયું છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે રબડી જેવું થઈ ગયું છે.

11- હવે આ સ્ટેજ પર તેમાં આપણે એક કપ ઘર ની મલાઈ એડ કરીશું.જે મલાઈ રોજ દૂધ માંથી કાઢીને ઘી બનાવવા માટે ભેગી કરતા હોઈએ છે તે માંથી જ મલાઈ લઈ લેવાની છે.

12- પરંતુ ધ્યાન રાખવાનું છે કે ત્રણ ચાર દિવસની જૂની જ લેવાની છે બહુ જૂની નહીં.

13- હવે તેને મિક્સ કરીને સતત હલાવતા રહેશું.ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરી લેવાનું છે.

14- મલાઈ ઘટ્ટ હોય છે એટલે તેને ઘટ્ટ થતા વાર નથી લાગતી.તો હવે તમે વિડિયો માં જોય સકો છો કે આપણી મલાઈ અને આપણો માવો ઘટ્ટ થઈ ગયો છે.

15- હેવ આ સ્ટેજ પર તેને છોડવાનું નથી. તેને બરાબર હલાવતા રહેવું.અને દૂધ નીચે ચોંટી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે.

16- જો મિત્રો ૧૭થી૧૮મિનિટ થઈ ગઈ છે અને આપણું દૂધ એકદમ ઘટ્ટ થઈ ગયું છે.

17- હવે આ સ્ટેજ પર આપણે તેમાં ચપટી બેકિંગ સોડા નાખીશું.બેકિંગ સોડા નાખવાંથી માવા નો કલર એકદમ સરસ રહે છે.અને એકદમ સરસ બને છે.

18- બેંકિંગ સોડા તમે ચાહો તો નાખી સકો છો.પણ તેને નાખવા થી આપણા માવા ના કલર સફેદ રહે છે.

19- હવે આપણે તેને સતત હલાવતા રહેશું. જ્યાં સુધી મિશ્રણ ને છોડવા ના લાગે ત્યાં સુધી કુક કરી લેવાનું છે.

20- હવે તમે વિડિયો માં જોય સકો છો કે આપણા માવાં નું મિશ્રણ ચમચા ને છોડવા લાગ્યું છે.અને એકદમ ઘટ્ટ થઈ ગયું છે.

21- હવે આ સ્ટેજ પર તમારે માવા ની બરફી બનાવવાની હોય તો તમે ખાંડ ઉમેરી અને તેને કુક કરી ને બનાવી શકો છો.

22- જુવો મિત્રો આપણો માવો તૈયાર થઈ ગયો છે.હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું.અને તેને બરાબર ઠંડો થવા દઈશું.

23- માવો ઠંડો થશે એટલે વધારે ઘટ્ટ થઈ જશે.તેને બરાબર ફેરવી તેને ઠંડો કરી લઈશું.

24- મિત્રો એક કલાક થઈ ગયો છે.અને આપણો માવો એકદમ બરાબર ઠંડો થઈ ગયો છે.

25- હવે તમે વિડિયો માં જોય સકો છો કે એકદમ દાનેદાર બન્યો છે.બજાર કરતા પણ સારો બન્યો છે.

26- હવે તેને મસળી ને એક મોટો બોલ બનાવી લઈશું.આટલો માવો લગભગ ત્રણસો થી સાડી ત્રણસો જેટલો બને છે.

27- આ માવા માંથી તમે ગુલાબ જાંબુ અથવા બરફી અથવા કોઈપણ મીઠાઈ બનાવી શકો છો.

28- હવે તેને એક જીપ લૉક વારી બેગ માં મૂકી સકો છો. અને ફ્રીજર માં ત્રણથી ચાર મહિના સુધી મૂકીને વાપરી શકો છો.

29- તો મિત્રો માવો બજાર માંથી લાવવાની જરૂર નથી.તમે ઘરે જ બનાવજો.તમે માવો ચોક્ક્સ થી બનાવજો.

30- આ દિવાળી માં ચોક્કસ થી આ રીતે માવો બનાવી ને મીઠાઈ બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *