અમદાવાદ માણેકચોકમાં મળે છે તેવી પાવભાજી બનાવતા શીખો…

માણેક ચોક સ્ટાઈલ પાંઉ ભાજી

અમદાવાદી હોય તેને માણેક ચોકના નાઇટ ફુડ બજારની તો ખબર હોવી જ જોઈએ. નહીંતર તમે અમદાવાદી ન કહેવાઓ. જ્યારે ક્યારેય તમને મોડી રાત્રે કંઈક ચટાકો કરવાનું મન થાય અને તમને અમદાવાદમાં હોવ તો તમારે ક્યાં જવું તે તમે જાણતા જ હશો. અમદાવદ શહેરના મધ્યમાં આવેલા માણેક ચોકમાં રાત્રે ખાણીપીણી માર્કેટ જામે છે.

અને અહીંની બધી જ ફૂડ આઈટમ ફૂડી લોકોની ડાઢે વળગેલી હોય છે. જેમ મુંબઈના પાઉં ભાજી વખણાય છે તેમ માણેક ચોકના પાવભાજી પણ સ્થાનીક લોકોમાં ખુબ જ પ્રિય છે. તો આજની આ પોસ્ટમાં અમે તમારા માટે લાવ્યા છે માણેકચોક સ્ટાઇલ પાઉં ભાજી રેસીપી.

સામગ્રી


3 મધ્યમ કદના જીણા સમારેલા ટામેટા


2 મીડીયમ સાઈઝની જીણી સમારેલી ડુંગળી

1 મીડીયમ જીણું સમારેલું કેપ્સીકમ

અડધું લીંબુ

ત્રણ ચમચી જીણી સમારેલી કોથમીર

1 નાની ચમચી ખાવાનો કેસરી કલર,

મીઠું સ્વાદ મુજબ

50 ગ્રામબટર

2 ચમચી લાલ મરચું

½ ચમચી હળદર

1 ચમચી ધાણા જીરુ


2 ટેબલ સ્પુન ભાજીપાઉંનો મસાલો

1 ટેબલ સ્પુન ગરમ મસાલો

3 મિડિયમ સાઈઝ બાફેલા બટાટા

નાનો બોલ બાફેલું ફ્લાવર,

નાનો બોલ બાફેલા વટાણા,

જરૂર પ્રમાણે પાણી

માણેક ચોક સ્ટાઇલ પાવભાજી બનાવવાની રીત


સૌ પ્રથમ એક ઉંડુ પેન લેવું તેને ગેસ પર ગરમ થવા મુકી દેવું. હવે તેમાં 35 ગ્રામ બટર એડ કરવું. બટરને મેલ્ટ થવા દેવું. ત્યાર બાદ તેમાં જીણી સમારેલી ડુંગળી એડ કરવી. ગેસની ફ્લેમ મધ્યમથી હાઈ રાખવી. ડુંગળી હળવા ગુલાબી રંગની થાય એટલે તેમાં ટામેટા એડ કરી લેવા. તેને થોડા હલાવી લેવા. ત્યાર બાદ તેમાં જીણા સમારેલા કેપ્સીકમ એડ કરવા. આ બધી જ સામગ્રીને થોડીવાર સાંતળવું. ત્યાર બાદ તેમાં બે ચમચી પાણી એડ કરી તેને ઢાંકીને બરાબર ચડવા દેવું. તેને એકવાર હલાવી લેવું. અને તેમાં ફરીવાર 2-3 ચમચી પાણી એડ કરી ઢાંકી દેવું. પાંચ મીનીટ તેને ચડવા દેવું. પાંચ મીનીટ બાદ તમે જોશો તો ટામેટા, ડુંગળી અને કેપ્સીકમ ચડી ગયા હશે.


હવે તેમાં ઉપર જણાવેલા બધા જ મસાલા એટલે કે હળદર, મરચું, ગરમ મસાલો, પાઉં ભાજી મસાલો બધું જ એડ કરી બરાબર હલાવી લેવું. તેમાં થોડું પાણી એડ કરી લેવું. અને મસાલા બરાબર મીક્સ કરવા. પાણી એડ કરવાથી મસાલા બળશે નહીં. આ દરમિયાન ગેસ મીડીયમ ફ્લેમ પર રાખવો. ફરી થોડું પાણી એડ કરી હલાવી લેવું. અને હલાવી લેવું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ એડ કરવું. મીઠું નાખતી વખતે તમે સોલ્ટી બટર વાપર્યું છે તે પણ ધ્યાનમા રાખવું અને તે પ્રમાણે મીઠું એડ કરવું. ફરી તેને હલાવી લેવું અને તેમાં 2-3 ચમચી પાણી એડ કરવું અને મીક્સ કરી લેવું.


હવે તેને 1-2 મીનીટ ઢાંકીને ચડવા દેવું. જેથી કરીને મસાલા કાચા ન રહે અને ચડી જાય. ગેસ મીડીયમ ફ્લેમ પર જ રાખવો.


1-2 મીનીટ બાદ મસાલા ચડી ગયા હશે. હવે પાઉ ભાજી મેશરની મદદથી તેને મેશ કરી લેવું. બધું બરાબર મેશ કરી લીધા બાદ. ફ્લાવર, બટાટા, વટાણાને મેશરની મદદથી બરાબર મેશ કરી લેવું.


હવે અરધી ચમચી ઓરેન્જ ફૂડ કલર એડ કરવો. અને તેને બરાબર મીક્ષ કરી લેવો. ફૂડ કલરને તમે સ્કીપ કરી શકો છો. તેની જગ્યાએ તમે કાશ્મીરી લાલ મરચું જે ઓછું તીખું હોય છે તેને વધારે પ્રમાણમાં યુઝ કરી શકો છો.


તમે પાઉં ભાજીમાં બે સમયે પાણી એડ કરી શકો છો એક તો જ્યારે તમે બાફેલા બટાટા, ફ્લાવર, અને વટાણા મેશ કરીને તૈયાર રાખ્યા હોય ત્યારે તેમાં એક-ડોઢ ગ્લાસ પાણી એડ કરી શકો છો અથવા તો તમે ભાજી બનાવતી વખતે મેશ કરેલા વેજીટેબલ્સ એડ કરીને પછીથી તેમાં પાણી એડ કરી શકો છો.


વેજીટેબલ એડ કરી લીધા બાદ તેને થોડીવાર ચડવા દો. 2-3 મીનીટ બાદ તેમાં અરધું લીંબુ એડ કરો. અને તેને બરાબર હલાવી લેવું અને તેને 5 મીનીટ માટે ચડવા દેવું. તે દરમિયાન વારંવાર તેને હલાવતા રહેવું જેથી કરીને ભાજી નીચે ચોંટે નહીં.


ભાજી તૈયાર છે હવે તેમાં કોથમીર એડ કરો અને સાથે સાથે બાકીનું બટર પણ એડ કરી લો અને તેને બરાબર હલાવી લો.


તો તૈયાર છે માણેક ચોક સ્ટાઇલ પાઉં ભાજી. જેને તમે માણેકચોકની જેમ જ બટર પાંઉ અને જીણી સમારેલી ડુંગળી તેમજ લીંબુની ફાડ સાથે સર્વ કરી શકો છો.

સૌજન્ય : અમે ગુજરાતી (યુટ્યુબ ચેનલ)
વાનગીનો વિગતે વિડીઓ જુઓ અહિયાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *