આજે બનાવો બજારમાં બારે માસ મળતી, પોષકતત્ત્વોથી ભરપૂર દૂધીનો હલવો…

દૂધીમાં ઘણા બધા પોષક તત્ત્વો સમાયેલા છે અને બાળકોને કે વડીલોને દૂધીનું શાક બહું ભાવતું નથી હોતું. પણ દૂધીમાંથી તમે અનેક વેરાયટીઓ બનાવીને તેમને ખવડાવી શકો છો. પણ દૂધીનો હલવો જો બનાવો તો ઘરમાં કોઈ પણ ના નહીં પાડે. તો આજે જ આ દૂધીના હલવાની રેસીપી નોંધી લો.

દૂધીનો હલવો બનાવવા માટેની સામગ્રી

1 કી.ગ્રામ દૂધી

150 ગ્રામ માવો

અઢી ટેબલ સ્પૂન ઘી

3/4 કપ ખાંડ એટલે કે 180 ગ્રામ ખાંડ

બે ચપટી ગ્રીન ફૂડ કલર

બે ચપટી ઇલાઈચી પાઉડર

ત્રણ-ચાર મોટી ચમચી કાજુ બદામના ટુકડા

દૂધીનો હલવો બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક કીલો દૂધી લેવી. તેને ધોઈ લેવી અને તેની છાલ ઉતારી લેવી.

હવે તેને મોટા કાણાવાળી ખમણીથી ખમણી લેવી. મોટું ખમણ એટલા માટે કારણ કે હલવો સાવ પેસ્ટ જેવો ન બની જાય.

તો તૈયાર છે દૂધીનું ખમણ. દૂધીના ખમણમાંથી પાણી કાઢવું નહીં દૂધીને તેમ જ રાખવી. તેના પાણીમાં જ તેને ચડવા દેવાની છે.

હવે દૂધીના ખમણને સાંતળવા માટે એક નોનસ્ટીક કડાઈ લેવી. તેમાં એક ચમચો ઘી ઉમેરવું એટલે કે લગભગ અઢી ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ થવા દેવું.

ઘી થોડું ગરમ થાય એટલે તેમાં ખમણેલી દૂધી ઉમેરી દેવી અને તેને હલાવી લેવું. અહીં દૂધીનું પાણી નીતારવામાં આવ્યું નથી. તમે ઇચ્છો તો તેમ કરી શકો છો તેમ કરવાથી હલવો જલદી બની જાય છે. પણ દૂધીમાં રહેલી જે કુદરતી મીઠાશ છે તેનો લાભ નથી મળી શકતો. એટલે સલાહ છે કે તમે તેને પાણી સાથે જ બનાવો.

તેને હલાવતા જ રહેવું. તમે તેને હાઇ ફ્લેમ પર સાંતળી શકો છો. પણ તેને સતત હલાવતા રહેવું. અને જો તમારે પેરેલલ બીજું કામ કરવું હોય તો તમે ધીમા તાપે પણ દૂધીનું પાણી બાળી શકો છો.

હવે દૂધીનું પાણી ઉડી જાય એટલેતેમાં પોણી વાટકી એટલે કે પોણો કપ ખાંડ ઉમેરવી. અને વજનમાં જોવા જઈએ તો 170 ગ્રામથી 180 ગ્રામ ખાંડ લેવી.

અને અઆ રેસીપીમાં માવો ઉમેરવાનો હોવાથી તે ખાંડવાળો માવો હોવાથી ખાંડ અહીં ઓછી ઉમેરવામાં આવી છે પણ તમે સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો.

ખાંડ નાખ્યા બાદ દૂધીમાં ફરી પાણી છૂટશે માટે તેને ફરી ધીમા તાપે હલાવીને પાણી બાળી નાખવું.

હવે દૂધીમાંનું પાણી બળી જાય એટલે પોણો કપ માવો એટલે કે 150 ગ્રામ માવો તેમાં ઉમેરી દેવો. અહીં તમે સીધો જ માવો ઉમેરી શકો છો અને તેને ખમણીને પણ ઉમેરી શકો છો. હવે માવાને બરાબર દૂધીમાં મિક્સ કરી લેવો.

ધીમા તાપે માવો મિક્સ કરતા રહેવું. તેેનું પાણી બધું જ બાળી નાખવું અને સતત હલાવતા રહેવું.

માવો હલવામાં બરાબર મિક્સ થઈ જાય એટલે બે ચપટી ઇલાઇચીનો પાઉડર અ ત્રણ-ચાર મોટી ચમચી કાજુ બદામના મોટા ચમચા ઉમેરી દેવા.

હવે તેની સાથે સાથે જ બે ચપટી ગ્રીન ફુડ કલર ઉમેરવો અને હવે આ બધી જ સામગ્રીને બરાબર હલાવી લેવી. ફૂડ કલર અહીં બિલકુલ ઓપ્શનલ છે પણ બાળકોને એટ્રેક્ટ કરવા તમે તેમ કરી શકો છો.

તો તૈયાર છે દૂધીનો હલવો હવે તેને ગરમાગરમ સર્વ કરવા માટે એક પ્લેટમાં તેને વ્યવસ્થીત રાઉન્ડ શેપ આપી મુકવો.

હવે તેના પર ગાર્નિશિંગ માટે એક બદામ મુકી દો તમે ઇચ્છો તો તમારા ગમતા ડ્રાય ફ્રુટથી પણ તમે હલવાને ડેકોરેટ કરી શકો છો.

જો ગરમ હલવો ન ખાવો હોય તો તમે ફ્રીઝમાં ઠંડો કરેલો હલવો પણ સર્વ કરી શકો છો.

ટીપઃ અહીં તમે માવાની જગ્યાએ મિલ્ક પાઉડર પણ ઉમેરી શકો છો. તેના માટે તમારે તેમાં ત્રણ ચમચી મીલ્ક પાઉડર ઉમેરવો.

રસોઈની રાણીઃ સીમાબેન

દૂધીના હલવો બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *