આખા પરવળનું શાક – આવું ભરેલું શાક હોય તો કોઈપણ આંગળા ચાટતા ખાઈ જશે આ શાક…

આજે આપણે આખા પરવળ નું શાક કાઠીયાવાડી રીતે બનાવીશું.આ એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • પરવળ
  • મીઠું
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • હીંગ
  • હળદર
  • વરિયાળી
  • કોથમીર
  • તેલ
  • ગાઠીયા
  • લસણ
  • ચવાણું
  • ખાંડ
  • રાઈ
  • જીરું

રીત

1- સૌથી પહેલા આપણે ત્રણ સો ગ્રામ પરવળ લઈ લઈશું.હવે બધા પરવળ ની છાલ કાઢી લઈશું,અને તેને વચ્ચે થી કટ આપી દઈશું.હવે આપણે મસાલા કરી લઈશું,હવે ૨૫ થી ૩૦ નંગ લસણ લઈ લઈશું.

2- હવે તેમાં એક ચમચી વરિયાળી નાખીશું ત્યારબાદ એક ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.ત્યારબાદ એક ચમચી મીઠું નાખીશું ત્યારબાદ એક ચમચી ખાંડ એડ કરીશું.ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.

3- હવે આ બધા મસાલા ને ખાંડી લઈશું.આને તમે મિક્સર માં પણ ક્રશ કરી શકો છો.ત્યારબાદ તેમાં ગાઠીયા અને ચવાણું એડ કરીશું.બે ચમચી ગાઠીયા લીધા છે અને ત્રણ ચમચી મિક્સ ચવાણું લીધું છે.તેને પણ ખાંડી લઈશું.

4- તમારી પાસે બીજું કોઈપણ નમકીન કે ચવાણું હોય તો તમે લઈ શકો છો.તેને અધકચરું વાટી લેવાનું.હવે તેમાં ત્રણ ચમચી કોથમીર એડ કરીશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણો મસાલો બની ને એકદમ તૈયાર છે.

5- હવે નોનસ્ટિક પેન લઈ લઈશું.તેમાં ચાર થી પાંચ ચમચી તેલ એડ કરીશું.હવે તેમાં એક ચમચી રાઈ એડ કરીશું.ત્યારબાદ અડધી ચમચી જીરૂ એડ કરીશું.ત્યારબાદ પા ચમચી હિંગ એડ કરીશું.ત્યારબાદ ચાર કે પાંચ લસણ ની કડી એડ કરીશું.હવે અડધી ચમચી હળદર એડ કરીશું.

6- હવે ગેસ ધીમો જ રાખવાનો છે હવે તેમાં પરવળ એડ કરીશું.હવે તેમાં પા ચમચી જેટલું મીઠું એડ કરીશું. ત્યારબાદ ઢાંકી ને પરવળ સોફ્ટ થાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું.તેને ચપ્પા થી ચેક કરી લેવાનું અને જો કાચા લાગે તો ફરી થી ઢાંકી ને ચડવા દઈશું.

7- હવે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે સરસ કુક થઈ ગયા છે.જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે જે મસાલો તૈયાર કર્યા હતો તે એડ કરી દઈશું.અને હવે બધું મિક્સ કરી લઈશું, હવે તેમાં પા કપ પાણી એડ કરીશું.હવે ઢાંકી ને બે થી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું.

8- હવે બે મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે ગેસ બંધ કરી દઈશું જે તમે વિડિયો માં જોઈ શકો છો.આપણું આખા પરવળ નું શાક તૈયાર થઈ ગયું છે તો તેને સર્વે કરી લઈશું.જો તમે આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે.તો એકવાર જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *