કેરીને આખું વર્ષ સાચવી રાખવા માંગો છો? અપનાવો આ સરળ ઉપાય અને એ પણ કોઈપણ પ્રકારના પ્રેઝર્વેટિવ અને ખાંડના ઉપયોગ વગર…

હેલો ફ્રેંડ્સ , કેરી નું નામ પડતા જ મોઢા માં પાણી આવી જાય ખરું ને નાના મોટા દરેકને ભાવતું ફળ એટલે કેરી .કેરીમાં વિવિધ પ્રકાર ની કેરીઓ આવે છે એમાં હાફુસ ને કેસર એ મુખ્ય કેરી છે તેમાં બીજી પણઅનેક પ્રકાર ની કેરી આવે છે લંગડો, રાજાપુરી, લાલબાગ તોતા વગેરે ….રસ પુરી નું નામ પડે ત્યા મોઢા માં પાણી આવી જાય….ઉનાળો પૂ રો થાય ત્યાં તો કેરી ને પણ અલવિદા કેહવા નો સમય આવી જાય , પરંતુ આજ હું લાવી છું કેરી ને સ્ટોર કરવાની રેસીપી .કેરી દરેક ને ભાવતું ફ્રૂટ છે, પરંતુ તે બારે માસ નથી મળતું તેથી તમારી મનપસંદ કેરી ને કરી લો આજ કોઈ પણ જાત ના પ્રેઝર્વેટિવ અને ખાંડ ના ઉપયોગ વગર આખું વરસ કેવી રીતે સાચવી શકાય જોઈએ તેની રીત.

સામગ્રી —

હાફુસકેરી 7-8 નંગ

એરટાઈટ કન્ટેનર 2

રીત–


1–સૌ પ્રથમ કેરી ન ચોખા પાણી વડે ધોઈ લો અને કપડાં વડે લૂછી લો .

ત્યારબાદ બધી કેરી ની છાલ કાઢી ને તૈયાર કરી લો

2–ત્યાર બાદ ચપ્પુ વડે કેરી ના નાના નાના ટુકડાકરી લો ,

હવે તેમાંથી જે ગોટલી નીળે એને ફેંકવાની નથી ,તો તેને પણ સાઈડ પર મૂકી રાખો.


3– હવે આ કેરી ના ટુકડા ને ચમચા વડે એરટાઈટ ડબ્બા માં ભરો ડબો પોણો ભરાય ત્યાં સધી ભરવું .


4– હવે ટોપ ર કેરી ની ગોટલમુકોઅને તેના ફરી એક લેયર કેરી ના ટુકડા નું કરો.

આવી રીતે બન્ને ડબ્બા ભરી લો તેને ઢાંકણ બંધ કરી તેને ફ્રિઝર માં મૂકી દો.


ટીપ —

જેટલું બને એટલું તમારી જરૂરિયાત મુજબ અલગ અલગ ડબ્બા માં કેરી ને સ્ટોર કરવી જેથી કરી ને જયારે ઉપયોગ માં લેવી હોય ત્યારે તે એક જ ડબ્બો કાઢી ને ઉપયોગ કરવો .

જયારે ઉપયોગ કરવો હોય તેના એક કલાક પેહલા ફ્રિઝર માંથી બહાર કાઢી લેવી અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરવો .

ધ્યાન માં રાખવાની બાબત —


આ પ્રક્રિયા માં કેરી નો ગોટલો એ પ્રિઝર્વેટિવ નું કામ કરશે એટલે ગોળો જો ખરાબ હોય તે ના વાપરવો ,મેં એમાં કેરી ના ટુકડાઓ કર્યા છે તમે કેરીનો પલ્પ કરી ને પણ સ્ટોર કરી શકો છો .

પલ્પ કરવા માટે તેમાં બિલકુલ પણ પાણી નો ઉપયોગ ના કરવો નહિ તો તે થોડા દિવસ પછી ખરાબ થઇ જશે .

તો ચાલો ફ્રેન્ડ્સ મેં તો મારા બાળકો ની મનપસંદ હાફુસ કેરી સ્ટોર કરી લીધી તમે પણ કેરી ની સીઝન પુરી થઇ જાય એ પહેલા તમારા ફ્રિઝર માં કેરી સ્ટોર કરી લો જેથી તમારા બાળકો પણ બારેમાસ કેરી નો આનંદ માણી શકે

કેરીને સ્ટોર કરવા ની સ્ટેપ બાઈ સ્ટેપ રેસિપી જોવા સાથે આપેલી લિંક ક્લિક કરો ,અને રોજ નવી નવી રેસિપી શીખવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. Happy cooking from mumma’s kitchen

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

Full step by step link of recipe:

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *