આલુ પાલક ની ટિક્કી – સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો અને નાસ્તા માં પણ બનાવી શકો તેવી રેસીપી જોઇશુ.

આજે આપણે તમે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો અને નાસ્તા માં પણ બનાવી શકો તેવી રેસીપી જોઇશુ. આપણે આજે બનાવીશુ આલુ પાલક ની ટિક્કી , જે બનાવામાં ખુબ જ સરળ છે, બનશે પણ એકદમ ટેસ્ટી, નાના મોટા દરેક ને પસંદ આવશે આ ટિક્કી તો જરૂર થી બનાવજો રેસીપી જોઈ ને , તો ચાલો રેસીપી જોઇલ લઈએ.

સામગ્રી:

  • ૨ કપ પાલક ના પણ
  • ૨ બાફેલા બટેકા
  • અડધો કપ – જીણી સમારેલી કોથમીર
  • ૧ જીણું સમારેલું લીલું મરચું
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી આમચૂર પાઉડર
  • અડધી ચમચી મીઠું
  • ૧ કપ બ્રેડ ક્રમ્બ્સ
  • બીજું થોડું બ્રેડ ક્રમ્બ્સ ટિક્કી ને કોટ કરવા માટે
  • થોડું તેલ

સૌ થી પેલા પાલક ને પાણી માં ૨ મિનિટ સુધી બોઈલ કરી લેવાની છે , બહુ વધારે બોઈલ નથી કરવાની. ૨ મિનિટ થઇ જાય એટલે પાલક ને તરત જ એકદમ ઠંડા પાણી માં લઇ લેવાની છે અને અડધી મિનિટ રહેવા દેવાની છે. અને ત્યાર પછી તેની પેસ્ટ બનાવી લેવાની છે.

હવે એક મિક્સિંગ બાઉલ માં બાફેલા અને મેશ કરેલા બટેકા લઇ લો , તેમાં બોઈલ કરેલી પાલક ની પેસ્ટ નાખી દો, ત્યાર બાદ જીણી સમારેલી કોથમીર ,લીલું મરચું જીણું સમારેલું , ગરમ મસાલો , મીઠું , આમચૂર પાઉડર ,   બ્રેડ ક્રમ્બ્સ નાખી બધું બરાબર મિક્સ કરી લો. મેં અહીં બ્રાઉન બ્રેડ ને મિક્સર માં ક્રશ કરી લીધી હતી.

બરાબર મિક્સ થઇ જાય એટલે ટિક્કી બનાવી લેવાની છે અને બ્રેડ ક્રમ્બ્સ થી કોટ કરી લો , આ રીતે બધી ટિક્કી એક પછી એક બનાવી કોટ કરી લો.

હવે ગરમ નોન સ્ટિક લોઢી પર થોડું તેલ લગાવી અને એક પછી એક ટિક્કી મૂકી દો , પછી હળવે થી એક પછી એક ટિક્કી ફેરવતી જવાની છે. આ રીતે ઉપર નું લેયર લાઈટ બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરવાની છે ટિક્કી , ત્યાર બાદ એક પછી એક બધી ટિક્કી ને એક પ્લેટ માં નીકળી લો અને કેચપ કે તમારી પસંદ ની ચટણી સાથે સર્વ કરો. છે ને એકદમ સરળ રેસીપી , તો જરૂર થી બનાવો અને કેવી લાગી તે પણ કોમેન્ટ માં જણાવો.

Recipe Video:


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *