આલુ પાલક સબ્જી – જો ઘરમાં પાલકની ભાજી ખાવી કોઈને પસંદ નથી તો આ આલુ પાલક સબ્જી બધાને ખરેખર પસંદ આવશે.

ભાજીઓમાં ખૂબજ પૌષ્ટિક એવી પાલકની ભાજીની અનેક વાનગીઓ હવે ગૃહિણીઓ ઘરના રસોડે જ બનાવતા થયા છે.

કેમકે પાલકમાં પર્યાપ્ત માત્રામાં એંટી ઓક્ષિડેંટ્સ હોય છે. પાલક ખાવાથી શરીરમાં થતા સંક્રમણનું જોખમ ઓછું થઇ જાય છે. લોકો બિમાર ઓછા પડે છે.

પાલક ખાવાથી હાડકાઓ મજ્બૂત થાય છે. આંખોનું તેજ વધે છે. પાલક ખાવાથી વજન ઘટી શકે છે, હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. શરીરમાં આયર્ન પૂરતા પ્રમાણમાં મળે છે. એનિમિયા થતો અટકાવે છે.

પાલક એંટી ઇનફ્લેમેટરી હોવાથી સોજા અને ક્રોનિક ઇંફ્લેમેશનમાં મદદ રુપ થાય છે. વિટામિન ઇ તેમાં ભરપુર હોવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

પાલક થી પાચન સ્વાસ્થ્ય સુધરે છે. ત્વચા માટે લાભદાયી છે. આમ એનેક રીતે ઉપયોગી એવી પાલક અનેક રીતે આહારમાં લઇ શકાય છે.

પાલક ને શાક રુપે ખાઇ શકાય, તેનું સલાડ કે જ્યુસ બનાવી શકાય, દાળની સાથે કૂક કરીને લઇ શકાય. તેના પરોઠા બનાવીને કે પનીર સાથે શાક બનાવીને ખાઇ શકાય.

આજે હું અહીં આલુ પાલક સબ્જીની રેસિપિ આપી રહી છું. તો જરુરથી બાનાવજો. બધાને આ હેલ્ધી રેસિપિ ખૂબજ ભાવશે.

આલુ પાલક સબ્જી બનાવાવા માટેની સામગ્રી:

 • 500 ગ્રામ પાલક
 • 3-4 મિડિયમ સાઇઝના બટેટા
 • બટેટાના પીસ ફ્રાય કરવા માટે ઓઇલ
 • 2 ટેબલ સ્પુન ઓઇલ ( સબ્જીના વઘાર માટે)
 • 1 પિંચ હિંગ
 • ½ ટી સ્પુન રાઇ
 • ½ ટી સ્પુન જીરું
 • 1 ટેબલ સ્પુન ફ્રેશ લાલ મરચાની લસણવાળી ચટણી
 • 1 ટી સ્પુન ખમણેલું આદુ
 • 2 લીલા મરચા ઉભા સમારેલા
 • ½ કપ ઓનિયન બારીક કાપેલી
 • ¾ કપ ટમેટા બારીક કાપેલા
 • 1 ½ ટેબલ સ્પુન ધાણાજીરું
 • ½ ટી સ્પુન ટી સ્પુન હળદર
 • 1 ટેબલ સ્પુન લાલ મરચું પાવડર
 • મીઠું સ્વાદ મુજબ
 • 1 ટી સ્પુન ગરમ મસાલો

આલુ પાલક સબ્જી બનાવવાની રીત :

સૌ પ્રથમ બટેટા ધોઇને તેની છાલ ઉતારીને મોટા પીસમાં કાપી લ્યો.

હવે તેને, કૂક થઇ એક્દમ લાઇટ પિંક કલરના પીસ થાય ત્યાં સુધી ફ્રાય કરી લ્યો.

પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો. એક બાજુ રાખી મૂકો.

ત્યારબાદ પાલક પાણીથી 2-3 ધોઇને નિતારી લ્યો.

પાણી ગરમ મૂકી તેમાં 3-4 મિનિટ કૂક કરો.

પાન બરાબર કૂક થઇ જાય એટલે પાણી સહિત બીજા વાસણમાં કાઢી લ્યો. તે પાણીને સબ્જી બનાવવાના ઉપયોગ લઇ શકાય.

પાણીનો સબ્જી બનાવવા માટે ઉપયોગ કરવો હોય તો તેના થોડા પાણી સાથે અધકચરું બ્લેંડરથી બ્લેંડ કરી લ્યો. તે જ પાણીનો ઉપયોગ કરવો ના હોય તો તે પાણી કાઢી બીજું થોડું પાણી ઊમેરી અધકચરું બ્લેંડ કરો.

હવે એક પેનમાં 2 ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકી, તેલ ગરમ થાય એટલે તેમાં 1 પિંચ હિંગ, ½ ટી સ્પુન રાઇ અને ½ ટી સ્પુન જીરું ઉમેરો.

બન્ને તતડે એટલે તેમાં 1 ટી સ્પુન ખમણેલું આદુ અને 2 લીલા મરચા ઉભા સમારેલા ઉમેરી સાંતળી લ્યો.

ત્યારબાદ તેમાં ½ કપ ઓનિયન બારીક કાપેલી ઉમેરી બધું મિક્ષ કરી દ્યો.

ઓનિયન થોડી ટ્રાંસપરંટ કલરની થાય એટલે તેમાં ¾ કપ ટમેટા બારીક કાપેલા ઉમેરી મિક્ષ કરો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન ફ્રેશ લાલ મરચાની લસણવાળી ચટણી ઉમેરી મિક્ષ કરી હલાવી લ્યો.

પેનને ઢાંકીને ટમેટા બરાબર કૂક થઇ જાય ત્યાં સુધી કૂક કરો.

ત્યારબાદ ચમચાથી હલાવીને તેમાં 1 ½ ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર, ½ ટી સ્પુન ટી સ્પુન હળદર, 1 ટેબલ સ્પુન લાલ મરચું પાવડર ઉમેરી, હલાવીને બરાબર મિક્ષ કરો. 2-3 ટેબલ સ્પુન જેટલું પાણી ઉમેરી 2- મિનિટ કૂક કરો.

હવે તેમાં બ્લેંડ કરેલી ભાજી ઉમેરો. મિક્ષ કરો. ½ કપ પાણી ઉમેરી 2 મિનિટ કૂક કરો.

હવે તેમાં ફ્રાય કરેલા બટેટાના પીસ ઉમેરો. બરાબર મિક્સ કરી લ્યો.3-4 મિનિટ કૂક કરી લ્યો, જેથી બધા મસાલા બટેટામાં પણ ચડી જાય. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1 ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરો. ફરી ઢાંકીને 3-4 મિનિટ કૂક કરો.

આલુ પાલક સબ્જીમાંથી થોડું ઓઇલ કૂક થઇ બહાર આવતું દેખાય એટલે ફ્લૈમ ઓફ કરી દ્યો.

સર્વિંગ બાઉલમાં આલુ પાલક સબ્જી સર્વ કરો.

ટમેટાની સ્લાઈઝ, આદુના સ્લિવર્સ અને ઓનિયનના પીસથી ગાર્નીશ કરો. ઉપરથી ફ્રેશ લાલ મરચા-લસણ ની ચટણી મૂકી ગાર્નીશ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *