શું તમને ખ્યાલ છે કે, ભોજનનો સંગ્રહ કરવા માટે ઉપયોગમા લેવાતુ આ પેપર છે તમારા માટે હાનીકારક…?

શું તમને એલ્યુમિનિયમ ફોઇલ્સ ના ગેરફાયદા વિશે ખ્યાલ છે? આ વસ્તુ જ્યારે કોઈ ખોરાકના સંપર્કમા આવે ત્યારે પ્રતિક્રિયા પછી આપણા શરીરને નુકસાન પહોંચાડે છે અને આપણને બીમાર બનાવે છે. તમે અને તમારી ઘણીવાર તમારી ઓફિસનો ભોજન અથવા ઘરે બનાવેલો ભોજન એ એલ્યુમિનિયમ ફોઇલમા પેક કરવાનુ પસંદ કરો છો.

image source

પરંતુ, શું તમે એલ્યુમિનિયમ ફોઇલના ગેરફાયદા વિશે જાણો છો. હા, એલ્યુમિનિયમ ફોઇલ ગેરફાયદા જે આપણા ખોરાકના સંપર્કમા આવે ત્યારે પ્રતિક્રિયા પછી આપણા શરીરને નુકસાન પહોંચાડે છે અને આપણને બીમાર બનાવે છે.

image source

જો કે, એલ્યુમિનિયમનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. આજે અમે તમને એલ્યુમિનિયમ ફોઇલના ગેરફાયદાના નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે તેના ગેરફાયદા વિશે જાણીએ.

પુરુષ વંધ્યત્વની સમસ્યા :

image source

જો તમે એલ્યુમિનિયમના વાસણોમા બનાવવામાં આવેલા ખોરાકનો અથવા તો એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટાયેલા ખોરાકનો લાંબા સમય સુધી ઉપયોગ કરો છો, તો તે પુરુષોમા વંધ્યત્વની સમસ્યા વધારે છે અને આ સમસ્યા એટલી ગંભીર બને છે કે, કોઈપણ ઔષધીથી તે સમસ્યાનુ નિરાકરણ થઇ શકતુ નથી.

કિડની અને હાડકા માટે હાનિકારક :

image source

જો તમે નિયમિત એલ્યુમિનિયમના વાસણમા રાંધો છો તો તમે આ આદતને છોડી દો કારણકે, તેનાથી તમારુ શરીર પણ નબળુ પડી જાય છે, જે કિડનીની બીમારીઓ ઉપરાંત તમારા હાડકાનો વિકાસ બંધ કરી દે છે અને ધીમે-ધીમે નબળા પડે છે. માટે જો તમે કીડની કે હાડકા સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાવા ના ઈચ્છતા હોવ તો ક્યારેય પણ એલ્યુમીનીયમમા ફોઈલ કરેલા ભોજનનુ સેવન ટાળો.

માનસિક રોગ :

image source

એલ્યુમિનિયમ ફોઇલમા ગરમ ખોરાક પેક કરીને અથવા તો એલ્યુમિનિયમના પાત્રમા ભોજન રાંધીને તેનુ સેવન કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને અનેકવિધ સમસ્યાઓ થઇ શકે છે. તમે અલ્ઝાઇમર અને ડિમેન્ડિઆ જેવી અનેકવિધ ગંભીર માનસિક બીમારીઓથી પીડાઈ શકો છો અને આ બીમારીઓ એટલી ગંભીર અને જીવલેણ હોય છે કે, તે તમને મૃત્યુના મુખ સુધી પહોંચાડી શકે છે.

દૂષિત ભોજન :

image source

આપણે બધા ભોજનને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે તેને એલ્યુમિનિયમ ફોઇલમા પેક કરીએ છીએ પરંતુ, શું તમને ખ્યાલ છે કે, એલ્યુમિનિયમ ફોઇલમા ભરેલા ખાટા અને મસાલેદાર ભોજન સંપર્કમા આવે ત્યારે રાસાયણિક ક્રિયા શરૂ થાય છે અને તે આપણા શરીરની નર્વસ સિસ્ટમને પણ ખૂબ જ મોટાપાયે હાની પહોંચાડી શકે છે. માટે શક્ય બને તો વધુ પડતા મસાલેદાર ભોજનથી દૂર રહેવુ અને તેમા પણ જો તે ભોજનને એલ્યુમીનીયમ ફોઈલમા પેક કરવામા આવ્યુ હોય તો તેનાથી તો સાવ દૂર જ રહેવુ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *