અળવીના પાનની ભાજી – અળવીના પાનના પાત્રા કે પતરવેલિયા તો બનાવતા જ હશો હવે બનાવો આ ભાજી પણ..

અળવીના પાનની ભાજી :

આમ તો અળવીના પાનના પાત્રા કે પતરવેલિયા ખૂબજ ફેમસ વાનગી છે. જે ખૂબજ સ્વાદિષ્ટ હોવાથી પ્રસંગોએ કે રેગયુલર ભોજન સાથે કે નાસ્તામાં પણ લઈ શકાય છે. અળવીના પાન માંથી સબ્જી કે ભાજી પણ બનાવી શકાય છે. અળવીની વાનગીઓ ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેમસ છે. અળવીના સરસ 1 વેંત જેટલા નાના કુણા, સરસ ગ્રીન કલરના ફ્રેશ પાન અળવીની ભાજી બનાવવા માટે પસંદ કરવાથી, તેની ભાજી કે સબ્જી ખૂબજ સ્વાદિષ્ટ બને છે. પાનમાંથી મોટી નસ કાઢી નાખવામાં આવે છે. અળવીના પાનની ભાજી શાકની જેમ રોટલી અને પરોઠા સાથે પણ ખાઈ શકાય છે. તેમાં ચણાનો લોટ અને થોડા સ્પયસીસ ઉમેરીને કરવામાં આવતી હોવાથી તેનો ટેસ્ટ પાત્રા જેવો જ લાગે છે. તેથી ભાજી થોડી વધારે કૂક કરીને છૂટી બનાવવાથી નમકીનની જેમ( પાતરાના ટેસ્ટ્ની) ચા સાથે નાસ્તામાં ખાવામાં પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.

અળવીના પાન હ્રદય રોગ માટે તેમજ માથાનો દુખાવો, કાનનો દુખાવો, અનિંદ્રા, સોજા અને કબજિયાત માટે ખૂબજ ફાયદા કારક છે.

અળવીના આટલા બધા ફાયદા હોય તો આપણે પણ અળવીના પાનને ખાવાના ઉપયોગમાં લઈ શકાય. ઘરની જ બધી સામગ્રીમાંથી બની જતી અને બનાવવામાં ખૂબજ સરળ એવી અળવીના પાનની ભાજીની રેસિપિ અહીં હુ આપ સૌ માટે આપી રહી છુ. જે ખૂબજ સ્વાદિષ્ટ તેમજ થોડી ચટપટા ટેસ્ટની છે. જેથી બધાને ખૂબજ ભાવશે. બાળકોને પણ ભાવશે.

અળવીના પાનની ભાજી બનાવવા માટેની સામગ્રી :

  • 10-12 નાના કુણા ફ્રેશ આળવીના પાન
  • 3 ટેબલ સ્પુન ઓઇલ
  • ¼ ટી સ્પુન હિંગ
  • ½ ટી સ્પુન રાઈ
  • ½ ટી સ્પુન આખુ જીરુ
  • 2 ટેબલ સ્પુન વ્હાઇટ તલ
  • 6-7 મીઠા લીમડાના પાન
  • ¼ ટી સ્પુન હળદર પાવડર + ½ ટી સ્પુન
  • 2 ટેબલ સ્પુન લસણ-આદુની પેસ્ટ
  • 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
  • 1 ½ ટેબલ સ્પુન ધાણાજીરુ પાવડર
  • ¼ ટી સ્પુન ગરમ મસાલો
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • પિંચ સુગર
  • 3 ટેબલ સ્પુન ચણાનો શેકેલો લોટ
  • 1/3 કપ કર્ડ સાથે ¼ કપ પાણી
  • ¾ થી 1 કપ પાણી – મસાલા કર્યા પછી ઉમેરવા માટે
  • ¼ ટી સ્પુન લેમન જ્યુસ

અળવીના પાનની ભાજી બનાવવાની રીત :

અળવીના પાનની ભાજી બનવવા માટે હંમેશા કુણા પાન પસંદ કરવા

સૌ પ્રથમ અળવીના પાનને પાછળના ભાગમાં સહેલા જાડા સ્ટેમ કાતર કે ચપ્પુ વડે કાપી દૂર કરી દેવા. ( પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ).

પાન કુણા હોવાથી વધારે જાડા સ્ટેમ હોતા નથી એટલે વચ્ચેનો એક જાડો સ્ટેમ કટ કરી લેવો. હવે પાનને પાણીથી ધોઇને નિતારી, કપડાથી કોરા કરી લેવા.

ત્યારબાદ તેને કાતર વડે થોડા મોટા પીસમાં સમારી સમારી લેવા ( પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ).

હવે એક પેનમાં 3 ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકો. ઓઇલ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં½ ટી સ્પુન રાઈ, ½ ટી સ્પુન આખુ જીરુ ઉમેરો.

રાઈ અને જીરુ બરાબર તતડી જાય એટલે તેમાં હિંગ ઉમેરો.

હિંગ સંતળાઇ જાય એટલે તેમાં 2 ટેબલ સ્પુન વ્હાઇટ તલ અને 6-7 મીઠા લીમડાના પાન ઉમેરો.

તલ થોડા પિંક કલર જેવા થાય એટલે તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર ઉમેરો. મિક્ષ કરી લ્યો.

હવે તેમાં સમારેલા અલવીના પાન ઉમેરો. બરાબર મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પુન લસણ-આદુની પેસ્ટ ઉમેરો.

સાથે તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ, 1 ½ ટેબલ સ્પુન ધાણાજીરુ પાવડર, ¼ ટી સ્પુન ગરમ મસાલો, સોલ્ટ સ્વાદ મુજબ અને પિંચ સુગર ઉમેરો. બધા મસાલા સરસ મિક્ષ કરી લ્યો. આ ભાજીમાં થોડા ચડિયાતા મસાલા ઉમેરવાથી ભાજીનો ટેસ્ટ અળવીના પાતરા જેવો સ્વાદિષ્ટ લાગશે.

1-2 મિનિટ હલાવતા જઈ મિડિયમ ફ્લૈમ પર કૂક કરો.

ત્યારબાદ તેમાં ¾ કપ પાણી ઉમેરી મિક્ષ કરી ઢાંકીને બરાબર કૂક થવા દ્યો.

અળવીના પાન કૂક થઈ સોફ્ટ થઈ જાય એતલે તેમાં 3 ટેબલ સ્પુન ચણાનો શેકેલો લોટ ઉમેરી મિક્ષ કરો. 1 મિનિટકૂક કરો જેથી લોટ માં પણ મસાલા મિક્ષ થઈ જાય.

ત્યારબાદ તેમાં 1/3 કપ કર્ડ ઉમેરી મિક્ષ કરી લ્યો. તેમાં ¼ કપ પાણી ઉમેરો. બરાબર સ્પુન વડે હલાવીને મિક્ષ કરી લ્યો.

ભાજીમાંથી થોડું ઓઇલ છૂટું પડવા લાગે ત્યાંસુધી મિડિયમ સ્લો ફ્લૈમ પર કૂક કરો.

ત્યારબાદ ઢાંકણ ખોલીને, અળવીના પાનની ભાજી પેનના બોટમ અને સાઇડ્સ છોડવા લાગે એટલે ફ્લૈમ બંધ કરી દ્યો. તેમાં ¼ ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરી ફરી મિક્ષ કરી લ્યો. જેથી ભાજીનો સરસ ચટપટો ટેસ્ટ આવશે. હવે અળવીના પાનની ભાજી સર્વ કરવા માટે રેડી છે.

ગરમા ગરમ અળવીના પાનની ભાજી રોટલી, પરોઠા, કુલચા, નાન વગેરે સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. અળવીના પાનની આ હેલ્ધી, ટેસ્ટી અને ચટપટી ભાજી ઘરના નાના મોટા દરેક લોકોને ભાવશે. તો તમે પણ મારી આ રેસિપિ ચોક્કસથી ફોલો કરીને બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *