આંબળાનો સંભારો – આથેલાં આંબળા પસંદ નથી તો તેમની માટે ખાસ બનાવો આ સંભારો..

આંબળાનો સંભારો :

આંબળાનો સંભારો બનાવતા પહેલા તેના ખૂબજ બધા બેનીફિટ્સમાંથી થોડા જાણી લઈએ: આંબળાને ભારતીય ગુસબેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આંબળાએ પૃથ્વી પરનો સૌથી વધારે સમૃધ્ધ એંટીઓક્ષિડંટ ફ્રુટ કે ખોરાક છે. ખાસ કરીને આયુર્વેદિક દવાઓ બનવવામાં પણ તેનો ખૂબજ ઉપયોગ થાય છે. ખાસ કેંસરની સારવાર અને નિવારણ માટે ખૂબજ લાભદાયી છે.

કેમેકે આંબળા વધતા જતા કેંસરના સેલને અટકાવવા માટે સક્ષમ છે.

આંબળાનો પાવડર ડાયાબિટીઝમાં કોઇ પણ જાતની આડઅસરો વગર કામ કરે છે. તે કોલેસ્ટરોલ ઉપરાંત કફ, તાવ, તાણ અને ડાયેરિયામાં પણ ફાયદાકરક છે.

આંબળા વિટામિન સી અને વિટામીન ઇ નો સમૃધ્ધ સ્ત્રોત છે. આંબળા ઇમ્યુનિટિ વધારે છે અને ફ્રી રેડીક્લ્સથી બચાવે છે.

આંબળા ટેસ્ટમાં થોડા તુરા અને થોડા ખાટા હોય છે પણ તેના પાન ખાવાથી થોડા મીઠા લાગતા હોય છે. આંબળા ખાટા હોવા છતાં પણ તે પેટમાંની એસિડિટી ઓછી કરે છે. તેથી સૌથી વધારે પ્રમાણમાં પેટની એસિડિટી અને હાર્ટ બર્ન્સની સારવાર માટે આંબળા વાપરવામાં આવે છે. આંબળાના આ અને આવા અનેક ફાયદાઓ હોવાથી આપણે આપણા ભોજનમાં પણ આંબળાને કોઈ ને કોઈ પ્રકારે આવરી લેવા જોઇએ.

અંબળામાંથી મુરબ્બો, ચ્યવનપ્રાસ, સ્વીટ કેંડી, મુખવાસ, અથાણું વગેરે બનાવવામાં આવે છે. આજે હું અહીં આપ સૌ માટે આંબળાના સંભારાની ખૂબજ હેલ્ધી અને ચટપટી રેસિપિ આપી રહી છું. જે તમે તમારા રેગ્યુલર ભોજન સાથે લઈ શકો છો.

આંબળાનો સંભારો બનાવવા માટેની સામગ્રી :

  • 10-12 ફ્રેશ મોટા આંબળા
  • 4 મોટા લીલા મરચા – મોટા પીસમાં સમારેલા
  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન રાઈ
  • 1 ટી સ્પુન સુકી મેથીના દાણા
  • 1 સુકુ લાલ મરચું
  • પિંચ હીંગ
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટી સ્પુન ધાણા જીરું પાવડર
  • સોલ્ટ – સ્વાદ મુજબ
  • ½ ટી સ્પુન સુગર
  • 3 ટેબલ સ્પુન ચણાનો લોટ
  • 1 ટેબલ સ્પુન પાણી
  • ¼ ટી સ્પુન લેમન જ્યુસ

આંબળાનો સંભારો બનાવવાની રીત :

સૌ પ્રથમ આંબળાને પાણીથી ધોઈ લ્યો. ત્યારબાદ કૂકરમાં થોડું પાણી ઉમેરી તેમાં રીંગ મૂકો. રીંગ પર એક એક કાણા વાળી ડીશ મૂકો.

તેના પર આંબળા મૂકીને કૂકરમાં 2 વ્હીસલ કરીને બાફી લ્યો. કુકર ઠરે ત્યાં સુધી તેમાં આંબળા રહેવા દ્યો. તેમા કરવાથી આંબળાંની ચીરીઓ બફાઇને સરસ છૂટી પડેલી દેખાશે.

હવે કુકરમાંથી આંબળા બહાર કાઢી તેની ચીરીઓ છૂટી કરી લ્યો.

હવે એક પેન લઈ તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકો. બરાબર ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન સુકી મેથીના દાણા ઉમેરો.

સંતળાઈને મેથી દાણા થોડા બદામી કલરના થાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઈ ઉમેરો.

રાઈ અને મેથી બરાબર તતડી જાય એટલે તેમાં વઘાર માટેનું 1 સુકુ લાલ મરચું ઉમેરો.

તે જરા સંતળાય એટલે તેમાં પિંચ હીંગ ઉમેરો.

હવે તેમાં 4 મોટા લીલા મરચા – મોટા પીસમાં સમારેલા ઉમેરો. ઉપરથી ½ ટી સ્પુન હળદર અને સ્વાદ મુજબ પાવડર ઉમેરી મિક્ષ કરી મરચાં અધકચરા સાંતળી લ્યો.

ત્યારબાદ તેમાં આંબળાની છુટી કરેલી બાફેલી ચીરીઓ ઉમેરો.સાથે તેમાં ½ ટી સ્પુન સુગર ઉમેરી સ્પુન વડે હલાવી બરાબર મિક્ષ કરી થોડીવાર સાંતળો.
ત્યારબાદ તેમાં 3 ટેબલ સ્પુન ચણાનો લોટ લોટ ઉમેરો. સાથે તેમાં 1 ટી સ્પુન ધાણા જીરું પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો. તેમાં ½ ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરી દ્યો. મિક્ષ કરો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન પાણી ઉમેરી મિક્ષ કરી 1-2 મિનિટ હલાવતા જઈ કૂક કરી લ્યો જેથી ચણાના લોટમાં મસાલા ભળી જાય. હવે આંબળાનો હેલ્ધી અને ટેસ્ટી સંભારો સર્વ કરવા માટે રેડી છે.

ફ્લૈમ બંધ કરી એક સર્વિંગ બાઊલમાં આંબળાનો સંભારો રેગ્યુલર ભોજન સાથે સર્વ કરો.

ખૂબજ સ્વાદિષ્ટ એવો આંબળાનો સંભારો તમે પણ તમારા રસોડે ચોક્કસથી બનાવજો.

ઘરના દરેક લોકોને ચોક્કસથી ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *