નાના બાળકો ની મનપસંદ આંબલી ની ખાટીમીઠી કુલ્ફી

આજે આપણે બનાવીશું નાના બાળકો ની મનપસંદ આંબલી ની ખાટીમીઠી કુલ્ફી બનાવવાની રીત.ઉનાળા માં આ ઠંડી ઠંડી કુલ્ફી ખાવાની તો મજા જ આવી જાય,અને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે અને ફટાફટ ખાવાનું મન પણ થઈ જાય એવી ગરમી માં શરીર ને અંદર થી ઠંડક આપે તેવી ઠંડી ઠંડી ટેસ્ટી સ્વાદિષ્ટ તેવી ખાટી મીઠી બનશે.અને એકવાર નાના બાળકો ને બનાવી ને આપશો તો વારંવાર જીદ કરશે.અને નાના થી લઇ મોટા ને પણ પસંદ આવશે.એકવાર ઘરે અચૂક થી ટ્રાય કરજો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • આંબલી નો પલ્પ
  • ખાંડ
  • સંચળ પાવડર
  • લાલ મરચું પાવડર
  • મીઠું

રીત

1- સૌથી પહેલા આપણે કુલ્ફી બનાવવા માટે બે ચમચી આંબલી નો પલ્પ લઈશું તેને લગભગ બે ચમચી આંબલી ને પાણી મા પલાળી રાખી હતી, ત્યારબાદ તેનો પલ્પ રેડી કરી લીધો છે.

2- હવે આપણે આગળ ની પ્રોસેસ કરીશું,હવે એક બાઉલ લઈશું તેમાં બે ટેબલ સ્પૂન આંબલી નો પલ્પ એડ કરીશું હવે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું.હવે તેમાં ચાર થી પાંચ ચમચી ખાંડ એડ કરીશું.

3- હવે તેને બરાબર હલાવી લઈશું, ઉનાળા માં ઠંડી ઠંડી કુલ્ફી ખાવાની મજા તો આવે જ છે આ કુલ્ફી ગુણકારી પણ છે આમાં આપણે આંબલી નો યુઝ કરીએ છીએ અથવા સાકર નો પણ યુઝ કરી શકાય છે.

4- જે લું થી પણ બચાવે છે હવે તેમાં અડધી ચમચી સંચળ પાવડર નાખીશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું.આપણે સંચળ પહેલા એડ કર્યુ છે તેને ધ્યાન માં લઇ ને મીઠું એડ કરીશું.

5- હવે બધું મિક્સ કરી લઈશું તમને ગળ્યું વધારે પસંદ હોય તો તમે વધારે સાકર અથવા ખાંડ એડ કરીશું.ખાટી મીઠી કુલ્ફી બનશે,હવે આપણે કુલ્ફી ને સેટ કરવા મુકીશું.હવે આપણે સ્ટેન્ડ માં ભરી લીધું છે.

6- હવે આને દસ થી બાર કલાક માટે ફ્રીઝર મૂકી દઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આંબલી ની કુલ્ફી રેડી થઈ ગઈ છે.હવે તેને સર્વે કરીશું,વાવ કેટલી સરસ બની છે અને એકદમ ખાટી મીઠી બની છે.

7- તો આ ઉનાળા માં તમે પણ આવી ખાટી મીઠી કુલ્ફી બનાવજો અને નાના બાળકો ની તો આ ફેવરીટ હોય છે અત્યારે કોરો ના કાળ માં તો બહાર બાળકો ને લઈ જઈ શકતા નથી તો આ રીતે ઘરે બનાવી ને ખવડાવી શકો છો તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *