આમચૂર પાઉડર – આખા વર્ષ માટે ધરે આ રીતે બનાવી લો આમચૂર પાઉડર/ Homemade Aamchur Powder/Dry Mango Powder

આજે આપણે આખા વર્ષ માટે ઘરે આમચૂર પાઉડર બનાવી લઈશું.આજે આપણે માર્કેટ કરતા એકદમ સરસ અને ચોખ્ખો આમચૂર પાઉડર બનાવવાની રીત જોઈશું.અહીંયા આપેલી રીત માંથી બનાવશો તો આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી :

  • રાજાપુરી કેરી
  • મીઠું

રીત

1- સૌથી પહેલા આપણે દસ કિલો રાજાપુરી કેરી ની છાલ કાઢી લીધી છે. હવે આ કેરી ને ખમણી લઈશું.આ રીતે છીણવાથી તેમાંથી રહેલું પાણી જલ્દી સુકાઈ જશે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તે રીતે બધી કેરી નું છીણ તૈયાર કરી લઈશું.

2- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે બધી કેરી ને છીણી લીધી છે. હવે આ છીણ ને કોટન ના કપડા માં તડકા માં સુકવી લઈશું.હવે હાથ થી છૂટું કરી લેવાનું.જેટલો તડકો વધારે હશે એટલું આ છીણ જલ્દી સુકાઈ જશે.

3- હવે બીજા દિવસે તમે જોશો તો થોડું કેરી નું છીણ સુકાઈ ગયું હશે. જ્યાં સુધી સારી રીતે સુકાઈ ના જાય ત્યાં સુધી તેને સુકવી લેવાનું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ રીત નું છીણ સુકાતા ચાર દિવસ લાગ્યા છે.

4- હવે તે છીણ ને મિક્સર માં ક્રશ કરી લઈશું,હવે આ પાવડર ને ચાળી લઈશું. હવે જે મોટા ટુકડા વધ્યા છે તેને ફરી થી મિક્સર માં ક્રશ કરી લઈશું.હવે ફરી થી તેને ચાળી લઈશું. હવે સરસ પાવડર થઈ ગયો છે.

5- આપણે બધા જ છીણ નો પાવડર કરી લીધો છે હવે આ પાવડર ને લાંબો સમય સુધી સાચવવા માટે તેમાં એક ચમચી મીઠું નાખીશું.હવે સારી રીતે મિક્સ કરી લઈશું.હવે આ પાવડર ને પ્લાસ્ટિક ની કોથળી માં ભરી એર ટાઈટ ડબ્બા માં ભરી શકો છો.

6- તેને ફ્રીઝ વગર જ આખું વર્ષ સ્ટોર કરી શકો છો.તો અહી બતાવેલી રીત પ્રમાણે તમે ઘરે આમચૂર બનાવી લો. અને આખા વર્ષ માટે સ્ટોર કરી લો. એકવાર બનાવી ને રાખવાથી તમારે આમચૂર પાઉડર બહાર થી લાવવાની જરૂર નહી પડે.તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *