આમળાં કેન્ડી – જમ્યા પછી ખાવા માટે બેસ્ટ મુખવાસ ઓપશન ટેસ્ટીની સાથે સાથે હેલ્થી પણ છે…

આમળાં એ શિયાળામાં બહુ સારા અને ફ્રેશ મળે છે. આપણે નાના હતા ત્યારે તો ઘરે મમ્મી આપણને આમળા આથી આપતા અને ઘણીવાર તો સ્કૂલની બહાર મળતા એ પણ આપણે બહુ ખાતા હતા પણ આજકાલના બાળકોને એવા આમળા બહુ ઓછા ભાવે છે. આજે હું તમને આમળાં કેન્ડી બનાવવા માટેની સરળ રેસિપી જણાવીશ જે તમે જમ્યા પછી મુખવાસ તરીકે પણ ખાઈ શકો છો. આમળાં એ પાચનશક્તિ માટે પણ ઘણા લાભદાયી છે. તો ચાલો ફટાફટ શીખી લઈએ આમળાં કેન્ડી. મિત્રો મને તમારા સપોર્ટની જરૂરત છે તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ જલારામ ફૂડ હબને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.

સામગ્રી

  • આમળા
  • ખાંડ
  • બૂરું ખાંડ
  • સંચળ

રીત-

1- આપણે અઢીસો ગ્રામ આમળા લઈશું.તેને આપણે ધોઈ ને એક સીટી વગાડી લઈશું.તેને મીડીયમ ગેસ પર મુકીશું.તેના માટે અડધો કપ પાણી નાખીશું.

2-હવે કૂકર બંધ કરી સીટી વગાડી લઈશું.હવે આપણા આમળા સરસ થઈ ગયા છે.હવે તેનું પાણી એક ગાયણી માં કાઢી લઈશું.એટલે પાણી નીચે નીકળી જાય.

3- હવે હાથ થી સેજ દબાવીએ તો તરત જ આમળા ના પડ છૂટા પડી જાય છે.હવે આપણે એક કડાઈ માં આમળા લઈ લઈશું.જેટલા આમળા આપણે લઈએ તેનાથી ડબલ ખાંડ લેવાની.

4- હવે બે બાઉલ ખાંડ એડ કરીશું. જો તમે અઢીસો આમળા લો તો ખાંડ 500 ગ્રામ ખાંડ લેવાની.હવે તેને હલાવી લઈશું. પછી ખાંડ ઓગળી જશે.આમાં પાણી નાખવાની જરૂર નથી.

5- આમળા માં થોડો પાણી નો ભાગ હોય એટલે ખાંડ ઓગળી જાય.આપણે આ ચાસણી કરવામાં કોઈ પાણી નથી ઉમેરવાનું.ધીમા તાપે તેને હલાવતા હલાવતા ચમકતા આમળા ઉપર તળી આવે ત્યાં સુધી ચાસણી ઉકળવા દેવાની છે.

6- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા આમળા મીઠા થઈ ગયા છે.હવે તેને એક ગયણી માં કાઢી લઈશું.હવે તેને અડધો કલાક રહેવા દઈશું. ત્યારબાદ ઠંડા થયા પછી કોઈ પણ ડીશ લઈ તેને એક એક પેસ છૂટી છૂટી કરી ને સુકવી દઈશું.

7- હવે તેને એક દિવસ સુકવી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા આમળા ચમકદાર થઈ ગયા છે.આ હાથે આપણે ચોંટે નહી એટલે સમજી જવાનું કે આપણા આમળા સુકાઈ ગયા છે.

8- હવે આપણે આમળા ને વધારે ટેસ્ટી બનાવીશું.હવે એક નાની ચમચી જેટલું સંચર લઈશું.હવે આમળા ઉપર ભભરાવી લઈશું.હવે આપણે બે ચમચી જેટલી બૂરું ખાંડ લઈશું.

9- હવે બૂરું ખાંડ જરૂર મુજબ નાખીશું. લગભગ એક ચમચી જેટલી.હવે હાથ થી મિક્સ કરી લઈશું.હવે આ આમળા કેન્ડી તૈયાર થઈ ગઈ છે.

10- આ તમે જરૂરથી નાના બાળકોને ખવડાવજો. બાળકો માટે થોડો સમય કાઢીને ખાસ બનાવજો. આ રેસિપી ને ફોલો કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *