આંબલીનો પલ્પ કે જેનાથી તમે ઈચ્છો ત્યારે આંબલીની ચટણી બનાવી શકશો.

આજે આપણે જેનું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય , જે અપને દરેક ચાટ , સમોસા , ભેળ , પકોડા સાથે ખાતા હોઈએ, છે તેવી આમલી ની ખાટી મીઠી ચટણી બનાવની રેસીપી જોઇશુ.

આ રેસીપી માં તમને આમલીનો પલ્પ સ્ટોર કરવાની રીત બતાવીશ જેનો ઉપયોગ કરી ને તમે ગમે ત્યારે ચટણી બનાવી શકો છો. તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ.

પલ્પ બનાવા માટે

  • ૧ કપ આમલી
  • ૨ કપ ગોળ
  • ૧ ગ્લાસ પાણી

ચટણી બનાવવા માટે

  • જરૂર મુજબ સ્ટોર કરેલો આમલી નો પલ્પ
  • મીઠું
  • શેકેલું જીરું પાઉડર
  • સંચળ
  • લાલ મરચું પાઉડર
  • ધાણાજીરું પાઉડર

સૌ થી પેલા એક કડાઈ માં ૧ ગ્લાસ પાણી લઇ લો તેમાં આમલી અને ગોળ બને નાખી દો. જેટલી આમલી લો તેના થી ડબલ માપ ગોળ નું રાખવાનું. ૨ કપ આમલી લો તો સામે ૪ કપ ગોળ લેવાનો.

ગોળ આમલી અને પાણી આ ૩ય વસ્તુ ને બરાબર ઉકાળી લેવાની છે જ્યાં સુધી બધું પાણી બાલી જાય ત્યાં સુધી ઉકાળવાની. ગેસ ધીમો જ રાખવાનો છે. સ્ટોર કરવા માટે જે પલ્પ બનાવીએ તેમાં મસાલા એડ કરવાની જરૂર નથી.

જો તમારે ચટણી બનાવી હોય તો આમલી ઉકળે તેની સાથે જ મસાલા એડ કરી દેવા અને સાથે પાણી પણ તમારે જેટલી પાતળી કે ઘાટ્ટી ચટણી જોઈએ છે તે પ્રમાણે એડ કરી દેવું. જેથી તમારી ચટણી રેડી થઇ જશે,

જો તમારે ખજૂર આમલી ની ચટણી બનાવી છે તો આમલી થી અડધો ખજૂર બી કાઢી અને સાથે ઉકાળવા નાખી દેવો. અને સ્ટોરે કરેલ પલ્પ માં થી ચટણી બનાવો ત્યારે ખજૂર એડ કરવો હોય તો ખજૂર ને બોઈલ કરી ને પેસ્ટ બનાવી એડ કરી દેવી.

વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને આમલી અને ગોળ નો પલ્પ રેડી કરવાનો છે. એકદમ પાણી ઉકલી જાય અને આ રીતે આમલી અને ગોળ નો પલ્પ બચે ત્યારે ગેસ બંધ કરી દો.

હવે આ પલ્પ ને ચાયની ની મદદ થી ગાળી લેવાનો છે, જેથી આમલી ના રેસા કે બી હોય તો નીકળી જાય.

બધો પલ્પ નીકળી લીધો છે. હવે આ પલ્પ ને એર ટાઈટ કાચ ની બોટલ માં ભરી લેવાનો છે. આ પલ્પ ને તમે ફ્રીઝ માં સ્ટોરે કરી ને રાખી શકો છો , અને જયારે આમલી ની ચટણી બનાવી હોય ત્યારે બનાવી શકો છો.

ચાલો તમને સાથે આ પલ્પ માં થી આમલી ની ચટણી રેડી કરવાની રેસીપી પણ બતાવી દઉં. તેના માટે તમારે જેટલી જરૂર હોય તેટલો પલ્પ એક બાઉલ માં લઇ લેવાનો તેમાં જરૂર મુજબ પાણી નાખવાનું તમારે જેટલી પાતળી કે ઘટતી રાખવી છે તે પ્રમાણે. ત્યારે બાદ તેમાં જરૂર મુજબ મસાલા નાખી દઈએ , એમાં મેં સંચળ પાઉડર , મીઠું , ધાણાજીરું , લાલ મરચું પાઉડર, શેકેલું જીરું નાખ્યું છે. બસ રેડી છે તમારી એકદમ ખાટી અને મીઠી આમલી ની ચટણી આ ચટણી ને તમે કોઈ પણ ચાટ , પકોડા , ભેળ , પાણીપુરી જેની પણ સાથે આમલી ની ચટણી સર્વ થાય તે દરેક સાથે તમે ખાઈ શકો છો.

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *