અમૃતસરી કુલચા… તંદૂરમાં બનતા આ કુલચા હવે તમે પણ બનાવી શકશો ઘરે શીખો આ સરળ રીતે.

Hi ફ્રેંડસ !

આજે હું લઈને આવી છું અમૃતસરી કુલચા…રોટલી, નાન, પરોઠા ,પુરી આપણા જમણવારનો એક ખાસ મહત્વ નો ભાગ છે. અમૃતસરી કુલચા પંજાબ માં ખૂબ ફેમસ છે..આ કુલચા માં બટેટાનું સ્ટફિંગ ભરવામાં આવે છે..અમૃતસરી કુલચા માટે સામાન્ય કુલચા માટે જે લોટ લેવામાં આવે છે તે જ લેવાનો છે.

પંજાબ માં અમૃતસરી કુલચા તંદુર માં બનાવતા હોય છે .પણ આજે હું તમને તવા ઉપર એકદમ સરળ રીતે અમૃતસરી કુલચા ની રીત બતાવીશ તો જાણી લઈએ તેના માટેની સામગ્રી :-

  • 400 ગ્રામ – મેંદો
  • 3 ટેબલ સ્પૂન – દહીં
  • 1/3 ટી સ્પૂન – બેકિંગ સોડા
  • 1/2 ટી સ્પૂન – બેકિંગ પાવડર
  • 1 ટી સ્પૂન – ખાંડ
  • 1 ટેબલ સ્પૂન – તેલ
  • 1 ટી સ્પૂન – જીરૂં
  • મીઠું – સ્વાદાનુસાર

સ્ટફિંગ માટે

  • 300 ગ્રામ – બટાટા
  • 1 થી 2 નંગ – લીલા મરચાં
  • 1 ઈંચ લાંબો – આદુંનો ટુકડો
  • 1/2 ટી સ્પૂન – આમચૂર પાવડર
  • 1/2 ટી સ્પૂન – ધાણા પાવડર
  • 1 થી 2 નંગ – સૂકાં લાલ મરચાં
  • 1/4 ટી સ્પૂન – ગરમ મસાલો
  • 1 ટેબલ સ્પૂન – કોથમીર
  • મીઠું

સૌપ્રથમ એક બાઉલમાં મેંદો ચાણી લો. તેમાં દહીં, ખાવાનો સોડા, બેકિંગ પાવડર, ખાંડ, તેલ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો.

હવે તેમાં થોડું હુંફાળું પાણી ઉમેરીને રોટી જેવી નરમ કણક તૈયાર કરો. પાંચેક મિનિટ માટે તેને બરાબર મસળીને કપડામાં ઢાંકીને કલાક માટે મૂકી દો.

બેકિંગ પાવડરના લીધે બેથી ત્રણ કલાકમાં કુલચાનો લોટ ફૂલીને ડબલ થઈ જશે. હવે સ્ટફિંગ માટેની તૈયારી કરો.

સૌપ્રથમ બટાટાને બાફીને મેશ કરી લો. હવે તેમાં મીઠું, લીલા મરચાં, આદું, ધાણા પાવડર, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને કોથમીર નાખીને બરાબર મિક્ષ કરો.

હવે કુલ્ચા માટે તૈયાર કરેલા લોટમાંથી મીડીયમ સાઈજ ના લુઆ બનાવી લો. તેને અટામણમાં રગદોળીને પૂરી જેવો આકાર આપો.

તેમાં તૈયાર કરેલું પૂરણ એકથી દોઢ ચમચી જેટલું ભરો. હવે પૂરણને બરાબર બંધ કરીને લુઆને ગોળ આકાર આપી દો. હવે ફરીથી તેને અટામણમાં રગદોળીને પરાઠા જેવું વળી લો.

હવે પેન ગરમ કરો. પેન ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલું કુલચો બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લો.

તૈયાર છે સ્વાદિષ્ટ અમૃતસરી કુલચા. જેને તમે છોલે દહીં અને અથાણાં ચટણી સાથે સર્વ કરી શકો છો…

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *