ગણેશ ચતુર્થીઃ સફરજન સ્વાસ્થ્ય માટે સારું હોવાની સાથે મોદકનો ભોગ બનાવવામાં પણ કરશે મદદ, જાણો સરળ રેસિપિ

મિત્રો આપણે સૌ સફરજનને એક હેલ્ધી ફ્રૂટ માનીએ છીએ, ડોક્ટર્સ પણ રોજ એક સફરજન ખાવાની સલાહ આપે છે. તો આજે અહીં ગણપતિ બાપ્પાના પ્રસાદ માટે એપલનાં મોદકની રેસિપિ આપવામાં આવી છે. આ મોદક ખાવામાં એકદમ સોફ્ટ બને છે. ગણપતિ બાપ્પાને આપણે દસ દિવસ સુધી મોદક કે લાડુની પ્રસાદ ધરાવતા હોય છે તો આજે મોદકમાં એક નવું વેરિયેશન બનાવીએ.

ફ્રેન્ડસ આ છે સરળ એવી એપલનાં મોદકની સામગ્રી

Advertisement

એપલ મોદક

Advertisement

સામગ્રી

૧ કપ – રવો
૧ કપ- મિલકપાઉડર
૧ ચમચી- ઘી
૧ કપ – મિલ્કમેડ
3 કપ – પાણી
૧ ચમચી- ઇલાયચી પાઉડર

Advertisement

સ્ટફિંગ માટે

Advertisement

૧ નાનું – એપલ
૧ ચમચો – ડ્રાયફ્રુટ પાવડર
૧ ચમચી – ઈલાયચી પાવડર
૧ ચમચી – ખાંડ
3 – તાંતણા કેસર
૧ ચમચી – ઘી

રીત

Advertisement

સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં રવાને શેકી લેવું. હવે તેમાં મિલ્ક પાઉડર અને મિલ્કમેડ નાખીને સરખું હલાવી લેવું.
હવે તેમાં પાણી અને લાલ ફૂડ કલર મિક્સ કરવો અને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી એને હલાવવું.
હવે સ્ટફિંગ માટે એપલને છીણી લેવું. એક બીજા પેનમાં ઘી ગરમ કરી ડ્રાયફ્રુટ પાવડરને શેકી લો.
હવે તેમાં છીણેલું એપલ અને ખાંડ નાંખી મિક્સ કરવું . પાંચથી દસ મિનિટ સરખું શેકી એમાં કેસર અને ઈલાયચી પાવડર મિક્સ કરો.
હવે તૈયાર કરેલા રવા માંથી મોદક માટે પૂરી જેવું બનાવી લેવું. હવે તેમાં એપલ નું સ્ટફિંગ ભરી મોદકનો શેપ આપો. મોદક પર ટૂથપીકથી લાઈન કરવી એટલે પ્રોપર મોદક બની જશે.

Advertisement

આવી રીતે તમે બધા મોદક બનાવી શકો છો ક્યારેક મોદકનો મોલ્ડ ના હોય તો આવી રીતે પણ મોદક બનાવી શકાય. તો તૈયાર છે બાપ્પાના પ્રસાદ માટે એપલ મોદક…

Advertisement

જાણો વિધ્નહર્તા ગણપતિ ભગવાનનું મોઢું હાથી જેવું કેમ છે ?

શંકર ભગવાન ન્હાવા માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી. તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા. જ્યારે શંકર ભગવાને બધી વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો. ભગવાન શંકર તો ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો. આ જે થયું તે દિવસ ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસ હતો. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *