અથાણા નો મસાલો – હવે અથાણું બનાવવા માટે ઘરે જ બનાવો અથાણાનો મસાલો…

આજે આપણે જોઈશું અથાણા નો મસાલો ઘરે કેવી રીતે બનાવવો.અને આ અથાણા મસાલા માંથી બનાવેલા અથાણા સરસ અને કાળા નથી પડતા અને તેમાં ફૂગ પણ નથી આવતી.અને આ મસાલા ને દાળ માં, થેપલા સાથે, ખીચા સાથે કે ખાખરા સાથે ખાઈ શકો છો. તો ચાલો એકદમ પરફેક્ટ રીત અને માપ સાથે બનાવી લઈએ ઘર માં સરળ રીતે બનાવી લઈએ અથાણા નો મસાલો.

સામગ્રી

  • રાય ના કુરિયા
  • મેથી ના કુરિયા
  • મીઠું
  • હીંગ
  • હળદર
  • કાશ્મીરી લાલ મરચું
  • તીખું મરચું
  • તેલ (સીંગતેલ)

રીત

1- હવે એક કપ રાય ના કુરિયા લઈશું. તમે કોઈ પણ વાડકી નું માપ લઈ શકો છો. અને એક રાય ના કુરિયા ની સામે અડધો કપ મેથી ના કુરિયા લેવાના છે. અને એક કપ મરચું લઈશું. આપણે અહીંયા બે પ્રકાર નું મરચું લીધું છે.

2- એક તીખું મરચું લીધું છે. જેમાં કલર નથી હોતો. અને બીજું કાશ્મીરી લાલ મરચું લીધું છે. કલર માટે. અડધો કપ કાશ્મીરી લાલ મરચું લઈશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો.

3- હવે અડધો કપ મીઠું લઈશું. ત્યારબાદ એક મોટી ચમચી હળદર લીધી છે.ત્યારબાદ એક મોટી ચમચી હીંગ લઈશું. હીંગ નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને ૧/૪કપ તેલ લઈશું. અહીંયા આપણે સીંગ તેલ લીધું છે.

4- સૌથી પહેલા રાય ના કુરિયા ને થોડા પીસી લઈશું. તેના માટે એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં આપણે રાય ના કુરિયા નાખીશું.ધ્યાન રાખવાનું છે કે તેની એકદમ ઝીણી પેસ્ટ નથી કરવાની. તેને એક થી બે વખત ચલાવી ને પીસી લઈશું.જેથી થોડું દરદરુ પીસાસે.

5- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ દરદરું પીસાઈ ગયું છે. હવે તેને એક થાળી માં કાઢી લઈશું. તેને વચ્ચે ખાડો કરી તેને પાથરી લઈશું. હવે તે રીતે મેથી ના કુરિયા ને પણ પીસી લઈશું.હવે વિડિયો માં જોઈ શકો છો કે થોડા દરદરા પીસી લીધા છે.

6- હવે તેને પણ કાઢી તેને પણ વચ્ચે કરી લઈશું.અને વચ્ચે ખાડો કરી લઈશું. હવે થોડું તેલ લઇ ગરમ કરી લઈશું. હવે આપણે ૧/૪કપ તેલ લઈશું. અને તેલ ને એકદમ સરસ ધુમાડો થાય ત્યાં સુધી ગરમ કરી લઈશું.

7- આમ કરવાથી આપણો અથાણા નો મસાલો એકદમ સરસ બને છે. અને લાંબો ટાઈમ ટકે પણ છે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું તેલ સરસ ગરમ થઇ ગયું છે.હવે ગેસ બંધ કરી દઈશું.અને આ તેલ ને બરાબર ઠંડુ થવા દઈશું.

8- તેલ ઠંડુ થાય ત્યાંસુધી બાકી ના મસાલા કરી લઈશું. હવે એક મોટી ચમચી હળદર નાખી દઈશું. અને એક મોટી ચમચી હીંગ નાખીશું. અને હવે તેલ પણ સરસ ઠંડુ થઈ ગયું છે. એકદમ હુંફાળું થઈ ગયું છે. હવે તેલ ને બધા જ મસાલા પર નાખી દઈશું.

9- હવે તેને ઢાંકીને પાચ મિનિટ માટે રહેવા દઈશું. જેથી તેલ ની ગરમી બધા જ મસાલા માં પ્રસરી જાય. મસાલા ને આપણે પાચ મિનિટ રહેવા દઈશું.ત્યાં સુધી આપણે મીઠા ને શેકી લઈશું. ગેસ ધીમો જ રાખીશું. અને સતત હલાવતા મીઠા ને શેકી લઈશું. આમ કરવાથી મીઠા માં ભીનાશ હોય કે ભેજ તો તે નીકળી જાય છે.જેથી આપણે મસાલા ને એક વર્ષ સુધી સ્ટોર કરી શકીશું.

10- જો તમે આ રીતે મીઠા ને શેકશો નહીં તો તમારો અથાણા નો મસાલો વધારે ટાઈમ સુધી સારો નહી રહે. હવે તેને દોઢ મિનિટ સતત હલાવતા તેને શેકી લીધું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અને મીઠા ને થોડું ઠંડું થવા દઈશું. હવે પાચ મિનિટ થઈ ગઈ છે.

11- હવે જે મીઠું શેકી ને રાખ્યું હતું તે તેમાં એડ કરીશું. ત્યારબાદ બન્ને ટાઇપ નું મરચું નાખીશું. ધ્યાન એ રાખવાનું કે તેલ ગરમ હોય ત્યારે મરચું નથી નાખવાનું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું. હવે હાથ થી બરાબર મિક્સ કરી લઈશું.

12- તો તમે વિડિયો માં જોઈ શકો છો કે ખૂબ જ ઓછી સામગ્રી માં જ એકદમ ઘરે બનાવેલો સરળ એકદમ માર્કેટ કરતા પણ સરસ અથાણા નો મસાલો બની ને તૈયાર થઈ ગયો છે. હવે તેને બોટલ માં ભરી લઈશું. આ અથાણા મસાલા ને બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો. તમે કોઈ પણ કાચ ની બોટલ માં ભરી ને રાખી શકો છો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કલર અને સરસ બન્યો છે.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *