આ ફળો અને ખાદ્યસામગ્રી તમે પણ ફ્રિજમાં મુકવાનું રાખો, જરા પણ નહિં બગડે અને કેટલાય દિવસ સુધી એવા જ રહેશે

તમને ક્યારેક ક્યારેક એમ થતું હશે કે બજારમાંથી લાવેલા ફળ કે શાકભાજી સાફ કર્યા બાદ કેમ બગડી જાય છે ? સંતરા, લીંબુ જેવા ફળો કેમ સુકાઈ જાય છે ? સોસ કેમ ખાટો થઈ જાય છે ? ઘણી મહેનત કર્યા બાદ પણ થોડા દિવસમાં જ ફરી ચીજવસ્તુઓ બગડવા લાગે છે. કોઈને પણ ખાવાનું ફેંકવું પસંદ ન હોય અને તે પણ એવી સ્થિતિમાં કે તેનો ઉપયોગ પણ ન કરાયો હોય. આવું એટલા માટે થાય છે કારણ કે જે ચીજવસ્તુઓને આપણે ફ્રિજમાં મુકવાની જરૂર હોય છે તેને ફ્રિજમાં મુકતા જ નથી અને બહાર તે ખરાબ થઈ જાય છે. અમુક ખાદ્યસામગ્રી જો ફ્રિજમાં મુકવામાં આવે તો થોડા વધુ સમય માટે ખાવાલાયક બની રહે છે. ત્યારે એવી કઈ કઈ ખાદ્યસામગ્રી છે જેને ફ્રિજમાં મુકવી જરૂરી છે તે જોઈએ.

ખાટા ફળ

image source

લીંબુ, લાઈમ, સંતરા, મોસંબી જેવા અમુક ફળો એવા હોય છે જે કેટલીક વખત ખાધા પહેલા જ પીળા પડી જાય કે સુકાઈ જાય છે અને અંતે તેને ખાધા વિના જ ફેંકી દેવા પડે છે. આ ફળોને બહાર રાખવાથી થોડા દિવસમાં જ તે પોતાનો સ્વાદ છોડી દે છે. આ ફળોને રસદાર રાખવા માટે તમારે એક સિલપેક પ્લાસ્ટિક બેગમાં રાખીને ફ્રિજમાં મુકવા. આ રીતે ફળ રાખવાથી તેને ત્રણેક મહિના સુધી સાચવી શકાય છે.

પીનટ બટર

image source

તમે એ નોટિસ કર્યું હશે જે પીનટ બટર વધુ સમય માટે બહાર રહે તો તે છૂટું પડવા લાગે છે. ઓર્ગેનિક અને નેચરલ નટ્સ બજારમાં કોઈ પ્રકારનું પ્રીઝરવેટિવ ન હોય તો અમુક સમય બાદ ખરાબ થવા લાગે છે. ફ્રીજમાં ન મુકવામાં આવે તો પીનટ બટર 15 થી 20 દિવસ સુધી સારું રહે છે પણ જો ફ્રિજમાં રાખવામાં આવે તો પીનટ બટર લગભગ ત્રણ મહિના સુધી સારું રહે છે.

એવોકાડૉ

એવોકાડૉ એક એવું ફળ છે જેને તમે બજારમાંથી કાચું પણ ખરીદો તો એક દિવસ બાદ તે પાકવા લાગે છે અને ક્યારેક ક્યારેક તો તે એકદમ પોચું પડી જાય છે. જો તમે એવું ઇચ્છતા હોય કે એવોકાડૉ સારું રહે અને પાકી ન જાય તો તેને ફ્રીજમાં મૂકી દો. ફ્રિજમાં રાખવાથી એવોકાડૉ લાંબા સમય સુધી ખાવાલાયક રહે છે.

કેચપ

image source

જો તમારી એવી આદત હોય કે તમે કેચપનો ઉપયોગ કરીને તેને બહાર જ મૂકી દેતા હોય તો આ આદત બંધ કરી દેવી જોઈએ. અસલમાં ફ્રીજ બહાર કેચપ રાખવાથી તે વધુમાં વધુ થોડા સપ્તાહ સારું રહે છે પણ જો તેનો વધુ ખોલ બંધ કરવામાં આવતું હોય તો તેમાં બેક્ટેરિયા પણ થઈ શકે છે અને કેચપ ખાવાલાયક નથી રહેતું. આ માટે તમારા કેચપને સારું અને ખાવાલાયક રાખવા માટે તેને ફ્રીજમાં રાખો. જો તમે ઓર્ગેનિક કેચપ વાપરતા હોય તો તેને અચૂક ફ્રીજમાં રાખવું કારણ કે તેમાં પ્રીઝરવેટિવ નથી હોતું.

કાપેલા ટમેટાં

image source

જો તમે ટમેટાં કાપીને કિચનના સ્લેબ કે કાઉન્ટર પર જ છોડી દેતા હોય તો આમ કરવાનું બંધ કરી દો. કાપેલા ટમેટાંને ખુલ્લામાં રાખવાથી તે સુકાઈ જાય છે અને તેમાં બેક્ટેરિયા જમા થવાનો પણ ભય રહે છે. જો તમારાથી વધુ ટમેટાં કપાઈ ગયા હોય તો તમે તેને તરત ફ્રિજમાં મૂકી દો. તમે એક નેપકીનમાં કાપેલા ટામેટાના કપાયેલા ભાગને નીચેની બાજુએ રાખવા. આમ કરવાથી તમારા કાપેલા ટમેટાં ફરી ઉપયોગમાં લઇ શકાશે.

સોયા સોસ

image source

ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે તેના સોયા સોસનો સ્વાદ થોડા દિવસોમાં પહેલા જેવો નથી રહેતો એટલે કે બદલાય જાય છે. આનું કારણ એ છે કે તમે સોયા સોસને બહાર મુકવામાં આવ્યું હોય. સોસ બહાર મુકવાથી તેમાં ઓક્સીડેન્ટ પ્રોસેસ શરૂ થઈ જાય છે જેના કારણે તેનો ટેસ્ટ ખરાબ થઈ જાય છે. જો તમે તેનો સ્વાદ એકસમાન રાખવા ઇચ્છતા હોય તો તેને ઉપયોગ કર્યા બાદ ફ્રીજમાં રાખવાની આદત રાખો.

સફરજન

image source

તાજા અને ક્રિસ્પી સફરજન કેટલા સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તે લાંબા સમય સુધી આવા સ્વાદિષ્ટ ત્યારે જ લાગે જ્યારે તેને ફ્રિજમાં મુકવામાં આવ્યા હોય. ફ્રીજ બહાર રાખવાથી સફરજન પોચા પડવા લાગે છે અને તેનો કરકરો સ્વાદ પણ જતો રહે છે તેમજ તે કાળું પણ પડવા લાગે છે. જો તમે સફરજનને 20 થી 25 દિવસ સુધી ખાવાલાયક રાખવા ઇચ્છતા હોય તો તેને બજારમાંથી લાવ્યા બાદ વ્યવસ્થિત ધોઈને ફ્રિજમાં રાખી દો.

એ સીવાય પણ કોર્ન, ચીઝ, પત્તાવાળી શાકભાજી, કોબીજ વગેરેને પણ ફ્રિજમાં મૂકી લાંબા સમય સુધી ખાવાલાયક રાખી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *