આમળાંનું અથાણું – હજી માર્કેટમાં આમળાં મળે છે તો આજે જ લાવો અને બનાવો આ અથાણું…

ચાલો ફ્રેંડસ આમળાં ની સીઝન પુરી થવા અવિ છે તો આપણે આમળાં નું અથાણું બનાવી દઈએ…. આ અથાણું આખું વરસ તમે સ્ટોર કરી શકો છો…. અને શરીર માટે આમળાં ખુપ જરૂરી પણ છે.. ગરમી માં રાત્રે કઈક હલકું ખાવાનું મન થતું હોય છે… તો તમે ઢેબરાં, પરોઠા,પુરી રોટી સાથે આમળાં ના અથાણાં ની મજા લઈ શકો છો….

તો જાણી લઈએ સામગ્રી ……

આમળાં નું અથાણું

  • આમળાં – ૫૦૦ ગ્રામ
  • રાઈ – ૫૦ ગ્રામ
  • તેલ – દોઢ વાટકી
  • વિનેગર – ૨ ચમચી
  • મેથી પાવડર – પા ચમચી
  • અથાણાનો મસાલો – ૫૦ ગ્રામ
  • મીઠું સ્વાદપ્રમાને

રીત :- રાઈ ને લોઢી પર ગરમ કરી મિક્સર માં થોડુ જડસરખું પાવડર બનાવો. ( બેજ વાર મિક્સર ચાલુબંદ કરવું.)

થાળી માં લઈ તેના છોતરા કાઢી નાખવા.તાજો રાઈ નો પાવડર કરવાથી તેનો સ્વાદ ખુપ સરસ આવેછે . બાકી રાઈ ની દાળ લઈએ તો પણ ચાલે.

આમળાં માંથી બિયા કાઢી પછી જોઈએ એવા ટુકડા કરી લેવા.

એક તપેલીમાં તેલ થોડુ ગરમ કરવું.પછી ગેસ બંદ કરી દેવો.

તેલ થોડું નવશેકુ થાય એટલે તેમાં રાઈ પોઉંડર અને મેથી પાવડર નાખવું.

હવે તેમાં અથાણાનો મસાલો ૫૦ ગ્રામ નાખવો.

મીઠું અને આમળાના ટુકડા નાખી સરખીરીતે મિક્સ કરવું.

હવે એક કાચની બરની ધોયી કોરી કરી નીચે ૧ ચમચી વિનેગર નાખી અથાણું ભરવું.ઉપર તેલ દેખાય એ રીતે નાખવું.ઓછું લાગે તો ગરમ કરી ઠંડુ કરીને ફરી નાખવું તેનાથી અથાણું આખું વરસ બગડશે નહીં.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *