બેબી ચીઝ પોટેટો – લગ્નમાં અવારનવાર ખાવા મળતી બનાવો તમારા રસોડે…

બેબી ચીઝ પોટેટો.

શિયાળાની રુતુ શરુ થઈ ગઈ છે. શિયાળો એટલે જાણે અવનવી વાનગીઓ ખાવાની અને ખવડાવવાની રુતુ. એક બીજી ૠતું પણ આ શિયાળામાં જ આવે છે .હમમમમ આપ સમજી જ ગયા હશો….લગ્નની ઋતુ. લગ્નમાં આજકાલ અવનવી ઢબે જુની વાનગીઓ પીરસવાની એક ફેશન ચાલે છે .હોય સાવ સાદી વાનગી પણ એની સજાવટ અને પીરસવાની રીત જુદી હોય છે.

આજે અમદાવાદના પીરસવાની આગવી કલાસુઝ માટે જાણીતા એવા શોભના શાહ એક અનોખી વાનગી લઈને આવ્યાં છે. ચાલો જોઈએ ….

સામગ્રી…..

  • બાફેલા બટાકા
  • ગરમ મસાલો
  • મીઠું
  • કોથમીર
  • મરચાં
  • લાલ મરચું
  • ચાટ મસાલો
  • ઓરેગાનો
  • ચણાનો લોટ.
  • મીઠું
  • હળદર
  • મરચું પાવડર
  • સ્લાઈસ ચીઝ
  • કેચઅપ.
  • કેપ્સીકમની ચીરીઓ.

રીત….

સૌ પ્રથમ બટાકાને બાફી એની છાલ ઉતારી ઠંડા થવા દો. એમાં કોથમીર,મીઠું,લાલ મરચું,ગરમ મસાલો ઓરેગાનો ચાટ મસાલો,નાંખો. બધું બરાબર મિકસ કરી દો.

હવે એના નાના નાના ગોળા વાળી દો.

એક બાઉલમાં ચણાનો લોટ,મીઠું,મરચું પાવડર,હળદળ વગેરે મીકસ કરી દો .

હવે જરુર મુજબ પાણી લઈને એનું ખીરું તૈયાર કરો.

કડાઈમાં તેલ ગરમ કરી એમાં ધીમા તાપે તળી લો.

એક પ્લેટમાં તળેલા વડા મુકી એના પર ચોરસ ચીઝ નો નાનો પીસ મૂકો.

એની પર કેપ્સીકમની ચીરીઓ ક્રોસમા મૂકો .

હવે ટોમેટો કેચઅપ ની ડીઝાઈન બનાવો.

બસ તૈયાર છે બેબી ચીઝ પોટેટો…સૌને ભાવે એવા….ગમે ત્યારે ખાઈ શકો છો.

જો આપને ગમ્યા હોય તો જરૂર શેર,લાઈક,,કોમેન્ટ આપજો.

બચેલા ખીરામાંથી બનાવેલી મમરીને સાઈડમાં મૂકો.

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *