રોસ્ટેડ એન્ડ સોલ્ટેડ કાજુ,બદામ અને પીસ્તા – હવે બહારથી વધારે પૈસા આપીને લાવવાની જરૂરત નહિ રહે..

આજે આપણે બનાવીશું રોસ્ટેડ એન્ડ સોલ્ટેડ કાજુ,બદામ અને પીસ્તા. આ તમે દિવાળીમાં મહેમાનને આપી શકો છો. બહારથી લાવશો તો મોંઘુ પડશે. ઘરે એકદમ જલ્દી બની જાય છે અને ઇઝી છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • કાજુ
  • બદામ
  • પિસ્તા
  • મીઠું

રીત- તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે બને છે.

1- સૌથી પહેલા આપણે કાજૂને રોસ્ટેડ કરવાના છે. તેના માટે આપણે એક વાડકી કાજુ નાખીશું. અને તેની સાથે એક વાડકી મીઠું નાખીશું.

2- બધા કાજુ કવર થઇ જાય તેવી રીતે મીઠું નાખવાનું. આપણે ગેસ ચાલુ કરતા પહેલા એક વાસણ એટલે કે ચાયણી લેવાની.

3- જેમ કાજુ તેમાં રોસ્ટ થશે ત્યારે સુગંધ પણ આવશે. અને તરત જ તે લેવું પડશે. નહીતો બળી જશે બહુ જલ્દી બળી જાય છે.

4- તો ચાલો આપણે શેકવા નું શરૂ કરીએ.

5- હવે આપણે તેને ધીમા ગેસ પર શેકવા નું છે. આમાં મીઠું ગરમ થશે અને કાજુ રોસ્ટ થશે.અને તેના પર એક લેયર લાગી જશે અને તેના થી તે મીઠા વારા થઈ જશે.

6- દિવાળી ના ટાઈમ પર મહેમાનને સર્વ કરો તો પણ સરસ લાગે છે.

7- હવે ગેસ ધીમો જ રાખવાનો છે ફાસ્ટ નથી કરવાનો જો ફાસ્ટ કરીશું તો કાજુ બરાબર નઈ થાય અને કાજુ બળી જશે.

8- હવે તેને હલાવતા રહેવાનું છે.આ મીઠું આપણે ફેકી નથી દેવાનું.તેને ભરી ને રાખી મૂકીશું.અને ફરી જ્યારે આપણે કાજુ કે કોઈ પણ ડ્રાયફ્રુટ્સ ને આવી રીતે રોસ્ટ કરવું હોય તો આ જ મીઠું યુઝ કરી શકીએ.

9- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે થોડો કાજુ નો કલર ચેન્જ થઈ ગયો છે.આપણા કાજુ શેકાય જવા આવ્યા છે. હવે થોડી જ વારમાં શેકાય જશે.

10- તેને બરાબર હલાવતા રહીશું જેથી બધા સરખા થઈ જાય. અને શેકાય જાય. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. પણ મીઠું ગરમ છે.એટલે આ કાજુ ને તરત જ કાઢી લઈશું.

11- હવે આપણે તેને ચારી લેવાના છે જો મીઠામાં રહેશે તો તે બળી જશે. એટલે આ બહુ અગત્યનું છે કે તરત જ કાજૂને મીઠા માંથી કાઢી લેવાના.

12- છેને એકદમ ઈઝી પ્રોસેસ મીઠું અલગ થઈ ગયું અને કાજુ ઉપર થોડી મીઠા નું લેયર થઈ ગયું. જેથી આ ખાવામાં કાજુ સોલ્ટેડ પણ લાગે છે અને રોસ્ટ પણ થઈ ગયા.

13- હવે આપણે પિસ્તાને રોસ્ટ કરવાના છે. આપણે તેમાં એક વાડકી પિસ્તા લઈશું.અને એક વાડકી મીઠું લઈશું.જે હમણાં લીધું હતું તે જ.

14- હવે ધીમા ગેસ પર રોસ્ટ કરીશું.આપણે બહારથી ડ્રાયફ્રુટ્સ લાવીએ તે બહુ મોંઘા હોય છે. તેના બદલે આવી જ રીતે ઘરે બનાવી એ તો સસ્તા પડે છે.

15- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પિસ્તા નો કલર ચેન્જ થઈ ગયો છે. હલકી સુગંધ પણ આવવા માંડી છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે તેને જેવું કાજૂમાં કર્યું હતું તેવી રીતે તેને પણ ચારી લઈશું.

16- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સોલ્ટેડ પિસ્તા પણ તૈયાર છે.

17- ચાલો આપણે હવે તેવી જ રીતે બદામ પણ કરી લઈએ.

18- હવે આપણે બદામને રોસ્ટ અને સોલ્ટેડ કરી લઈએ.હવે આપણે જે મીઠું લીધું હતું. એક વાડકી તે જ લેવાનું છે ફરી થી.

19- હવે તેને પણ ધીમા ગેસ પર શેકવાનું છે. હવે તેને બરાબર હલાવતા રહેવું પડશે.હાથ ને ચલાવતો રાખવો પડશે.એક ની એક જગ્યા પર રહેશે તો બીજી જગ્યાએ શેકાસે નહીં.

20-હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર હલકો બદલાય ગયો છે. ડાર્ક બ્રાઉન થવા માંડયો છે. થોડીક જ વારમાં બધા રોસ્ટ થઇ જશે.

21- હવે બધા ડાર્ક બ્રાઉન થઈ ગયા છે હવે જલ્દી થી ગેસ બંધ કરી દઈશું. અને પેલા ની જેમ તેને પણ ચારી લઈએ.આ તેને બહુ ફટાફટ કરવાનું છે તે બહુ જલદી થઈ જશે.

22- તેને મીઠા માંથી જલ્દી કાઢી લેવા પડશે. નઈ તો બળી જશે.આની ઉપર હલકું સોલ્ટ નું લેયર પણ આવી ગયું અને રોસ્ટ પણ થઈ ગયા.

23- તો હવે આપણી બદામ પણ રોસ્ટ થઈ ગઈ.

24- રોસ્ટેડ ઈન સોલ્ટેડ કાજુ,બદામ અને પીસ્તા તૈયાર છે.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *