બદામનો આથો અને અખરોટ નો આથો – બાળકો અને પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે બહુ ફાયદાકારક…

આજે આપણે બનાવીશું બદામનો આથો અને અખરોટ નો આથો આ બધા માટે ન્યુટ્રી એસ છે. અને પ્રેગ્નેન્ટ વુમન માટે ખૂબ જ લાભદાયી છે. બાળકોના મગજના વિકાસ માટે પણ ખૂબ લાભદાયી છે. અખરોટ આપણા શરીર માટે અને અમુક બીમારીઓ માટે ખૂબ લાભદાયી છે.તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • બદામ
  • અખરોટ
  • સાકર
  • દેશી ઘી

રીત-

1- આજે આપણે બનાવીશું બદામનો અને અખરોટ નો આથો.

2- હવે આપણે સૌથી પહેલા અઢીસો ગ્રામ બદામ લઈશું. તેને આપણે મિક્સરમાં પીસી લઈશું.

3- હવે અઢીસો ગ્રામ ફોલેલી અખરોટ લઈશું.તેને પણ આપણે મિક્સર મા પીસી લઈશું.

4- આપણે બદામ અને અખરોટ અલગ-અલગ પીસવાની છે.

5- હવે આપણે સાકર 200 ગ્રામ લઈશું. જેને આપણે બે ભાગ કરવાના છે. સો ગ્રામ બદામના આથા માટે અને સો ગ્રામ અખરોટ ના આથાં માટે.

6- હવે આપણે સાકરને પણ મિક્સરમાં પીસીને તેનો પણ પાવડર કરી લીધો છે.

7- હવે આપણે સો ગ્રામ સાકર નો પાવડર બદામ ના પાવડર માં નાખીશું.

8- હવે આપણે તેજ મુજબ અખરોટના મિકસર માં પણ સો ગ્રામ સાકર નો પાવડર નાખીશું.

9- હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. આ તમે બનાવીને મૂકી શકો છો. અને રોજ આમાંથી એક ચમચી ખાઈ શકો છો.

10- આપણે એક ચમચી રોજ બદામનો આથો ખાવ અને એક ચમચી રોજ અખરોટ નો આથો ખાવ.

11- આ બાળકો માટે બહુ ફાયદાકારક છે.આ બાળકો ના મગજના વિકાસ માટે ખૂબ લાભદાયી છે.

12- તમે આ નાના બાળકોને પાંચ વર્ષ સુધી ખવડાવો તો તેનું મગજનો વિકાસ થશે.

13- અને પ્રેગ્નેન્ટ વુમન માટે પણ ખુબ જ લાભદાયી છે. હવે આ મિક્સ થઈ ગયું છે. તેજ પ્રમાણે અખરોટના મિક્સરને પણ મિક્સ કરી લઈશું.

14- હવે આપણે ઘી ને ગરમ કરીશું.તેને બહુ ગરમ નથી કરવાનું. હલકું જ ગરમ કરવાનું છે.

15- આપણે લગભગ 400 ગ્રામ ઘી લઈશું.જેને આપણે બે ભાગ કરી લઈશું.

16- બદામના અાથા માટે લગભગ દોઢ સો ગ્રામ ઘી જોઈશે.અને અખરોટ ના આંથા માટે થોડું ઓછું જોઈશે. કારણકે અખરોટમાં પોતાનું તેલ હોય છે.

17- હવે તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણે ખાલી થોડું જ ઘી ગરમ કર્યું છે.

18- તમારે જે ડબ્બા માં ભરવાનું છે તે જ ડબ્બામાં બનાવજો જેથી તે સેટ થાય.

19- હવે આપણે બદામના પાવડરમાં ઘી ને એડ કરીશું. અને ધીમે ધીમે એડ કરતા જઈશું.અને તેને મિક્સ કરતા જઈશું.

20- હજુ થોડું ઘી ઓછું છે તો થોડું એડ કરીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે બરાબર મિક્સ કરી લીધું છે. આપણે તેને સેટ કરીએ તો થોડું હલકું ઉપર ઘી દેખાવું જોઈએ. આ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે.

21- હવે અખરોટના આથા માટે થોડું ઓછું ઘી જોઈશે કારણકે અખરોટમાં પોતાનું થોડું તેલ હોય છે. આને પણ હલાવતા જઈશું.અને મિક્સ કરતા રહીશું. જરૂર પ્રમાણે તેમાં ઘી લેવાનું છે

લગભગ આપણે દોઢ સો ગ્રામ ઘી લીધું છે.તેને બરાબર મિક્સ કરતા જઈશું.

22- તમે વીડિયોમાં જોઈ શકો છો કે થોડું ઘી ઉપર જોવા મળે છે. આવી રીતે આપણે એ સેટ કરી લેવાનું છે.

23- હવે બદામનો આથો અને અખરોટનો આંથાં ને સેટ કરવા મૂકીશું. લગભગ ચારથી પાંચ દિવસ સુધી. થઈ જાય એટલે તમે તેને યુઝ કરી શકો છો.

24- બદામ નો આથો અને અખરોટના આથો તૈયાર છે. તમે વીડિયોમાં જોઈ શકો છો આ સરસ અઠાય ગયું છે.અને આ અખરોટ નો આથો એ પણ સરસ અથાય ગયો છે.

25- આને ચોક્ક્સ થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *