આલમંડ-કેશ્યુ મેસુબ – ખૂબજ સ્વાદિષ્ટ અને જાળીદાર મેસુબ બનાવવા માટે ફોલો કરો આ પરફેક્ટ રેસિપી.

આલમંડ-કેશ્યુ મેસુબ :

મેસુબ એ સાઉથની ટ્રેડીશનલ સ્વીટ છે. આમતો એમને મૈસૂર પાક કહેવામાં આવે છે. જે ટ્રેડીશન્લી ચણાના લોટમાંથી બનાવવામાં આવતો હોય છે. એમાં વેરિયેશન લાવીને મેસુબ અનેક પ્રકારની અલગ અલગ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ, પિસ્તા, શિંગદાણા વગેરે ડ્રાય ફ્રુટમાંથી બનાવવામાં આવતો મેસુબ ફાસ્ટીંગમાં લઇ શકાય છે. તેમજ ખાસ ઠાકોરજીને પ્રસાદમાં પણ ધરાવવામાં આવે છે.

ચણાના લોટમાંથી બનાવવામાં આવતો મેસુબ નાસ્તા સાથે કે ક્યારેક ભોજન સાથે સર્વ કરવા માં આવે છે. તહેવારોમાં ચણાના મેસુબનું ગીફ્ટ પેકીંગ કરીને ફ્રેંડ્સ કે રીલેટીવ્સને ગિફ્ટ કરવામાં આવે છે.

આમ તો મેસુબ બનાવવો ખૂબજ સરળ છે માત્ર 3-4 જાતની સામગ્રી મિક્ષ કરી એક જ દીશામાં સતત હલાવતા રહી સરસ જાળી પડે એટલે ગ્રીસ કરેલી પ્લેટમાં પોર કરવું. આટલી ટુંકી જ પ્રોસેસ છે. વધારે પડ્તો કૂક કરવાથી મેસુબ કાં તો એકદમ કડક થશે અથવા ભૂકો થઇ જ્શે. એક બે વાર બનાવવાથી આ ભૂલ નહી થાય અને મેસુબ પર્ફેક્ટ બનશે. અને ખૂબજ સ્વાદિષ્ટ અને જાળીદાર મેસુબ બનશે.

અહીં હું આપ સૌ માટે આલમંડ-કેશ્યુ મેસુબની રેસિપિ આપી રહી છું. તેમાં આલમંડ, કેસ્યુ, ઘી, સુગર અને પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામગ્રીના માપમાં પર્ફેક્ટ રહેવાથી અને કૂકીંગ પ્રોસેસમાં થોડો ખ્યાલ રાખવાથી આ મેસુબ સરસ ફ્લફી – જાળીદાર બનશે.

આલમંડ-કેશ્યુ મેસુબ બનાવવા માટેની સામગ્રી :

  • ½ કપ બદામ
  • ½ કપ કાજુ
  • 1 કપ સુગર
  • ½ કપ પાણી
  • 1 કપ ઘી + ½ કપ ગરમ ઘી
  • 1 ટી સ્પુન એલચી પાવડર
  • પિસ્તાના સ્લિવર્સ – ગાર્નિશિંગ માટે

આલમંડ-કેશ્યુ મેસુબ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ ½ કપ આલમંડ અને ½ કપ કેશ્યુ લઈને બન્નેને અલગ-અલગ ગ્રાઇન્ડર જારમાં ભરી પલ્સ પર ગ્રાઇંડ કરો. તેમ કરવાથી આલમંડ-કેશ્યુનો સરસ પાવડર બનશે અને તેમાંથી ઓઇલ રીલીઝ નહી થાય.

હવે જે પેન કે મોલ્ડમાં આલમંડ-કેશ્યુ મેસુબ ઢાળવો હોય તેને સારી રીતે ધીથી ગ્રીસ કરી લ્યો.

હવે મેસુબ બનાવવા માટે સૌ પ્રથમ ચાસણી બનાવો. તેના માટે એક થીક બોટમ વાળું લોયુ મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકી તેમાં 1 કપ સુગર અને ½ કપ પાણી મિક્ષ કરી લ્યો.

હવે તેની 1 તારવાળી ચાસણી બનાવી લ્યો.

બનેલી ચાસણીમાં આલમંડ-કેશ્યુનો બનાવેલો પાવડર ઉમેરીને મિક્ષ કરી લ્યો.

આલમંડ-કેશ્યુનું મિશ્રણ અને ચાસણી મિક્ષ કરીને થોડી વાર સતત હલાવતા રહી કૂક થવા દો. એટલે તેમાં થોડા બબલ્સ થવાના શરુ થશે. એટલે તેમાં 1 કપ ઘી ઉમેરી દ્યો.

ઘી ગરમ થઈ મેલ્ટ થઈ જાય એટલે સ્લો ફ્લૈમ રાખી સતત એકજ ડીરેક્સનમાં હલાવતા રહો.

સાથે એલચી પાવડર પણ ઉમેરીને મિક્ષ કરી લ્યો.

હવે મિશ્રણ થોડું વધારે કૂક થતા થોડા વધારે બબલ્સ બનવા લાગશે. અને થોડી વ્હાઇટનેસ આવશે, એ સમયે ½ કપ ઘી ગરમ કરીને તેમાં ઉમેરી દ્યો. તેમાં મિક્ષ કરી ઝડપથી સતત એકજ ડીરેક્સનમાં હલાવવાનું ચાલુ રાખો.

મેસુબનું મિશ્રણ એક્દમ ફ્લફી થઈ જાળીદાર બની જાય, થોડો કલર ચેંજ થઇ લાઈટ પિંન્ક કલર થશે.

હવે મેસુબનું મિશ્રણ પેન છોડવા લાગશે અને તેમાંથી થોડું ઘી રીલીઝ થતું દેખાય એટલે તરત જ ફ્લૈમ બંધ કરીને ગ્રીસ કરેલી પ્લેટ કે મોલ્ડમાં આલમંડ-કેશ્યુ મેસુબ પોર કરી દ્યો. તેની મેળે જ મોલ્ડમાં સ્પ્રેડ થઈ જશે. ઉપરથી પ્રેસ કરવું કે ટેપ કરવું નહી. તેમ કરવાથી જાળી બેસી જશે.

આ સાથે તરત જ મેસુબ પર પિસ્તાના સ્લીવર્સ સ્પ્રિંકલ કરી ગાર્નીશ કરી લેવું, અટલે સરસથી મેળે જ તેના પર સ્ટીક થઈ જશે. કટ કરતી વખતે તેમાંથી અલગ પડશે નહી.

હવે મેસુબ 5 મિનિટ જેટલે ઠરે ત્યારબાદ તેમાં શાર્પ ચાપ્પુ વડે તમારી મનગમતી સાઇઝ્ના સ્ક્વેર કટ કરી લ્યો.

½ કલાક પછી આલમંડ-કેશ્યુ મેસુબમાં પાડેલા કટ પર જ ફરીથી કટ પાડીને તેમાંથી મેસુબ ના પીસ અલગ પાડો .આમ કરવાથી એકદમ સરસ સ્ક્વેર પીસ બહાર આવશે.

હેલ્ધી અને ટેસ્ટી એવો આ આલમંડ-કેશ્યુ મેસુબ સર્વ કરવા માટે રેડી છે. ઠાકોરજીને પ્રિય એવો આ મેસુબ બધા લોકોને ખૂબજ ભાવશે.

આ મેસુબ એર ટાઇટ કેંન્ટીઈનરમાં રુમ ટેમ્પરેચર પર જ સ્ટોર કરવાથી 15-20 દિવસ ફ્રેશ જ રહેશે. રેફ્રીઝરેટરમાં રાખવાની જરુર નથી. તો મારી આ રેસિપિ ફોલો કરીને તમે બધા પણ ચોકકસથી તહેવારોમાં બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *