બાફેલી મગ ની દાળ ના સક્કરપારા – બાળકોને નાસ્તાના ડબ્બામાં આપવા માટે બેસ્ટ…

બાફેલી મગ ની દાળ ના સક્કરપારા

આ સક્કરપારા મગ ની દાળ અને ઘઉં ના લોટ ને મિક્ષ કરી બનવા માં આવે છે. બાળકો અને મોટા બેય પસંદ આવે એવો આ નાસ્તો સ્વાદિષ્ટ અને બનવા માં બહુ સરળ છે . ચા / કોફી સાથે કે બાળકો ને સ્કૂલ ટીફીન માં કે ગરમ દાળ-ભાત સાથે ખાવાની મજા આવશે .

આપ આ સક્કરપારા માં બારીક સમારેલી કોથમીર કે પાલક પણ ઉમેરી શકો . કાળા તલ થી ઉઠાવ વધુ આવશે. મેં અહી વધેલી બાફેલી દાળ લીધી છે . આપ જાડી વઘારેલી દાળ પણ વાપરી શકો પણ એમાંથી ટામેટા , લીમડા ના પાન વગેરે કાઢી લેવું .

સામગ્રી :

• ૧ વાડકો બાફેલી મગ ની દાળ

• ૨.૫ થી ૩ વાડકા ઘઉં નો લોટ

• ૫-૬ ચમચી તેલ

• ૨ ચમચી સફેદ તલ

• ૧ ચમચી ચાટ મસાલા

• ૧/૨ ચમચી આમચૂર

• ૧/૨ ચમચી હળદર

• ૧ ચમચી લાલ મરચું

• ૧/૨ ચમચી હિંગ

• મીઠું

• તળવા માટે તેલ

રીત :


તળવા માટે ના તેલ સિવાય ની બધી સામગ્રી ભેગી કરી થોડો નરમ લોટ બાંધો . આ લોટ ને ૫-૧૦ min સુધી ઢાંકી ને રાખી દો .


લોટ માંથી એક લુવું લઇ મોટી પાતળી રોટલી વણી લો . મનગમતા આકાર માં કાપી લો .


તેલ માં માધ્યમ આંચ પર તળી લો . ઠંડા પડે એટલે ડબ્બા માં ભરી દો. ..


રસોઈની રાણી : રુચિ શાહ (ચેન્નાઇ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *