બાફેલી મગદાળની બરફી – બાળકોથી માંડીને વડીલો સુધીના દરેક લોકોને ખુબજ ભાવશે.

બાફેલી મગદાળની બરફી :

મગની પીળી દાળ (મગની ફોતરા વગરની પીળી દાળ) માંથી ઘણી સ્વીટ અને ફરસાણની વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. જેવીકે મગની પીળી દાળનું શાક, લીક્વીડ દાળ, શીરો, હલવો, કચોરી, ભજીયા વગરે …. અહી હું આપ સૌ માટે બાફેલી મગની પીળી દાળમાંથી ખુબજ સ્મુધ એવી બરફી બનાવવાની રેસીપી આપી રહી છું. જે બાળકોથી માંડીને વડીલો સુધીના દરેક લોકોને ખુબજ ભાવશે.

Advertisement

ખુબજ હેલ્ધી અને ટેસ્ટી એવી આ બરફી, મગની દાળને શેકીને કે તેનો લોટ શેકીને બનાવવાને બદલે દાળને બાફીને બનાવી રહી છું. એકદમ સ્મુધ ટેક્ષ્ચરવાળી આ બરફી નાના બાળકો પણ ખાઈ શકે છે. તો તમે પણ બાફેલી મગદાળની બરફીની મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો. ખરેખર બધાને ખાવી ખુબજ પસંદ પડશે. આ બરફી ફરસાણ સાથે નાસ્તામાં, જમણ સાથે પીરસવામાં કે બાળકોને નાસ્તા બોક્ષમાં પણ આપી શકો છો.

બાફેલી મગદાળ ની બરફી બનાવવા માટેની સામગ્રી :

Advertisement
 • ૧ કપ મગની ફોતરા વગરની પીળી દાળ
 • ૧ કપ પાણી
 • ૧/૨ કપ જીણું ખમણેલું સૂકું કોકોનટ
 • ૧ કપ મિલ્ક
 • ૧ કપ સુગર
 • ૧/૨ કપ મિલ્ક પાવડર
 • ૧ કપ ઘી + ૧ ટેબલ સ્પુન ઘી
 • ૧૦-૧૫ કાપેલા કાજુ
 • ૬-૭ બદામના સ્લીવર્સ
 • ૧૦-૧૫ પિસ્તાના સ્લીવર્સ
 • ૨૦-૨૫ કિશમીશ
 • ૧ ટી સ્પુન એલચી પાવડર
 • ૧૨-૧૫ કેશરના તાતણા + ૨ ટેબલ સ્પુન મિલ્ક
 • ગાર્નીશિંગ માટે :

  • થોડા ડ્રાય ફ્રુટ્સનાં પીસ

  બાફેલી મગદાળ ની બરફી બનાવવાની રીત :

  Advertisement

  સૌ પ્રથમ એક નાના બાઉલમાં કેસર લઇ તેમાં ૨ ટેબલ સ્પુન મિલ્ક ઉમેરી પલાળી દ્યો.

  ત્યારબાદ મગની ફોતારા વગરની પીળી દાળ એક મોટા બાઉલમાં લઇ તેને ૨-૩ વાર પાણીથી ધોઈ લ્યો. તેમાં પાણી ઉમેરી ૧ કલાક માટે પલાળી રાખો.

  Advertisement

  પલાળી જાય ત્યારબાદ તેમાંથી પાણી નીતારી લ્યો. પ્રેશર કુકરમાં આ નિતારેલી દાળ ઉમેરી તેમાં ૧ કપ પાણી ઉમેરી મીડીયમ ફ્લેઈમ પર ૩ વ્હીસલ કરી પ્રેશર કુક કરો.

  પેનમાં ૧/૨ કપ ઘી ઉમેરી મીડીયમ ફ્લેઈમ પર મુકી ગરમ થાય એટલે તેમાં એટલે બાફેલી દાળને જરા મેશ કરી ઉમેરો. હવે દાળને મેશ કરતા જઈ ઘીમાં મિક્ષ કરતા શેકતા જવું. બરાબર મેશ થઇ જાય એટલે ફરી તેમાં ૧/૪ કપ ઘી ઉમેરી મિક્ષ ૨ મિનીટ શેકવું.

  Advertisement

  ત્યારબાદ ૧/૨ કપ જીણું ખમણેલું સૂકું કોકોનટ ઉમેરેવું. મિક્ષ કરી સતત હલાવતા રહેવું. ફરી ૧/૪ કપ બાકીનું ઘી ઉમેરી મિક્ષ કરી ૧-૨ મિનીટ શેકવી.
  હવે તેમાં ૧ કપ મિલ્ક અને ૧/૨ કપ મિલ્ક પાવડર ઉમેરીને સતત હલાવતા રહી બરાબર મિક્ષ કરો જેથી લમ્સ ના રહે. બરફીનું બેટર થોડું ઢીલું થશે. તેને મીડીયમ ફ્લેઈમ પર ૩-૪ મિનીટ સતત હલાવતા રહી શેકો.

  ત્યારબાદ ઘટ્ટ થાય અને બબલ ફૂટવા લાગે એટલે તેમાં ૧ કપ સુગર ઉમેરી મિક્ષ કરો. સતત હલાવતા રહી સુગર મેલ્ટ કરો. સુગર મેલ્ટ થવાથી ફરી બેટર થોડું ઢીલું થશે. તેમાં ૧૦-૧૫ કાપેલા કાજુ, ૬-૭ બદામના સ્લીવર્સ, ૧૦-૧૫ પિસ્તાના સ્લીવર્સ, ૨૦-૨૫ કિશમીશ ઉમેરી મિક્ષ કરો. ૩-૪ મિનીટ સતત હલાવત રહી કુક કરવાથી બરફીનું બેટર લચકા પડતું ઘટ્ટ થઇ જશે.

  Advertisement

  હવે તેમાં ૧ ટી સ્પુન એલચી પાવડર અને કેશર વાળું મિલ્ક ઉમેરી મિક્ષ કરો. ૧-૨ મિનીટ કુક કરો.

  તેમાં ૧ ટેબલ સ્પુન ઘી ઉમેરો. બરફીનું બેટર લચકા પડતું થઇ પેનની સાઈડસ છોડવા લાગે, થોડું ઘી છુટું પડતું લાગે અને બરફી જેવું ઘટ્ટ થઇ જાય એટલે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરીને લેવલ કરી લ્યો તેના પર ડ્રાય ફ્રુટ્સથી ગાર્નીશ કરી, ૧૦ મિનીટ પછી સ્ક્વેર કટ કરી લ્યો.

  Advertisement

  તો હવે બાફેલી મગની પીળીદાળની હેલ્ધી, ટેસ્ટી બરફી સર્વ કરવા માટે રેડી છે. જોતાજ મોમાં પાણી આવી જાય એવી આ બરફી બધાને ખુબજ ભાવશે.

  વિડિઓ રેસિપી:

  રસોઈની રાણી : શોભના વણપરિયા

  Advertisement

  અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

  Advertisement

  મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

  Advertisement
  Advertisement

  Leave a comment

  Your email address will not be published. Required fields are marked *