instant પાસ્તા – બાળકોને બહારના પાસ્તા ખુબ પસંદ હોય છે તો આ ક્રીમી પાસ્તા ઘરે જ બનાવો…

instant પાસ્તા

પાસ્તા કોને ન ભાવે? નાના બાળકોને તો પાસ્તા ખાસ ભાવતા હોય છે. હવે પાસ્તા બનાવો ત્યારે મસાલા પાસ્તાની આ રેસિપી ટ્રાય કરજો, ખાવાની મજા પડી જશે.અને એક જ વાસણ માં બની જશે …એટલે અલગ બાફવાની જરૂર જ નથી પડતી એક જ વાસણ માં 15 મિનિટ માં બની જશે …આ instant પાસ્તા …

સામગ્રી :

  • – 1 નગ કેપ્સિકમ
  • – 1 નગ ટામેટું

સોસ માટે 🙁 Red )

  • – 1 નગ ટામેટું
  • – 4-5 કળી લસણ
  • – લાલ માર્ચ ની પેસ્ટ

સોસ માટે : ( white )

  • – 2 ચમચી ચીઝ સ્પ્રેડ
  • – 2 નગ ચીઝ ક્યુબ
  • – 1/2 કપ મિલ્ક
  • – 2 બોવેલ મેક્રોની પાસ્તા
  • – 1 ચમચી બટર
  • – 2 ગ્લાસ પાણી
  • – 2 ચમચી ટોમેટો સોસ
  • – 1 ચમચી ઓરેગાનો

રીત :

1.. સૌ પ્રથમ એક પેન 1 ચમચી બટર લઇ તેમાં કેપ્સિકમ અને ટામેટું લઇ તેમાં સાંતળવું …હવે ફરી રેડ સોસ માટે લાલ માર્ચ ની પેસ્ટ અને ટામેટું અને લસણ ની પેસ્ટ ઉમેરવી …આ બધું સાંતળી લઇ તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરવું ..

2.હવે તેમાં 2 બોવેલ મેક્રોની પાસ્તા કાચજ ઉમેરવા …અને મીઠું અને ઓરેગનો ઉમેરી ….10 મિનિટ માટે સઁલૉ ફ્લેમ પર ચડવા દેવું ….અને પાણી બડે ત્યાં સુધી ચડવા દેવું ..

3.ત્યાં સુધી અપડે white સોસ બનાવી લઇએ તેના માટે એક પેન માં 2 ચમચી ચીઝ સ્પ્રેડ , 2 નગ ચીઝ ક્યુબ 1/2 કપ મિલ્ક લઇ ધીમા ફ્લેમ પર ગરમ કરી લેવું …

4.આપડા પાસ્તા 10-15 મિનિટ માં થયી જાય પછી તેમાં white સોસ ઉમેરી ..બધું બરાબર મિક્સ કરી .ગરમ સર્વ કરી શકો છો ..

નોંધ :

– બાફેલા કોર્ન પણ લઇ શકો છો..

– જીના સમારેલા કાંદા પણ ઉમેરી શકો છો …

– કોઈ મેહમાન આવે તો ઝટપટ બની જશે


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *