કોટેડ ફ્રેંચ ફ્રાય્સ – બહાર મોંઘી રેસ્ટોરન્ટમાં મળે છે એવી જ પરફેક્ટ ફ્રેન્ચ ફ્રાઈસ હવે બનશે તમારા રસોડે…

કોટેડ ફ્રેંચ ફ્રાય્સ :

બટેટામાંથી અનેક પ્રકારની ચિપ્સ, વેફર, ચેવડા વગેરે બનાવવામાં આવે છે. તે ડ્રાય અને એકદમ ક્રીસ્પી હોય છે. ઉપર મસાલા સ્પ્રિંકલ કરીને તેને ટેસ્ટી બનાવવા આવતા હોય છે. અનેક કંપનીઓના માર્કેટમાં પણ રેડી મળતા હોય છે. જે બાળકો અને મોટાઓના પણ ખૂબજ હોટ ફેવરીટ છે.

આજે હું અહીં આપ સૌ માટે કોટેડ ફ્રેંચ ફ્રાય્સની રેસિપિ આપી રહી છું જે ઉપરથી સરસ ક્રીસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. સીમ્પલ કોટીંગ વગરની ફ્રેંચ ફ્રાય કરતા આ કોટેડ ફ્રેંચ ફ્રાય વધારે ટેસ્ટી લાગે છે. પણ બનાવવામાં થોડો ટાઈમ લાગે છે. આ ફ્રેંચ ફ્રાય્સને બેટરમાં ડીપ કરીને ફ્રાય કરવામાં આવે છે. જેથી તેના પર લાઈટ કોટીંગ થાય છે. તેમાં લસણ પાવડર, પેપ્રીકા વગેરે ઉમેરીને વધારે ટેસ્ટી બનાવી શકાય છે.

પરંતું બાળકો માટે માત્ર સોલ્ટના ટેસ્ટની બનાવવામાં આવે તો પણ ખૂબજ ટેસ્ટી બને છે. પ્રથમ તેને બેટરમાં ડીપ કરી નિતારી, મિડિયમ સ્લો ફ્લૈમ પર ક્રેસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી સર્વ કરી શકાય છે. આ સ્ટેપ પર ફ્રેંચ ફ્રાય્સ થોડી યલોઇશ કલરની અને ક્રીસ્પી બને છે. આ રીતે ફ્રાય કર્યા પછી પણ સર્વ કરવાથી સ્વાદિષ્ટ લાગે છે. પરતું વધારે ક્રીસ્પી અને બ્રાઉનીશ ટેસ્ટ કરવો હોય તો બધી કોટેડ ફ્રેંચ ફ્રાય્સ, ફ્રાય થઈ જાય બાદમાં બીજીવાર ફાસ્ટ ઓઇલમાં ફ્રાય કરવાથી વધારે ક્રીસ્પી અને થોડી બ્રાઉન કરી સર્વ કરી શકાય છે.

અહીં હું બાળકો માટે માત્ર સોલ્ટેડ કોટેડ ફ્રેંચ ફ્રાય્સની રેસિપિ આપી રહી છું. તે ફ્રાય થઇ ગયા પછી ઉપરથી મસાલા સ્પ્રીંકલ કરી ટેસ્ટી બનાવી શકાય છે. બાળકો માટે માત્ર ચાટ મસાલો સ્પ્રીંક્લ કરી શકાય. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને તમારા રસોડે ચોક્કસથી બનાવજો.

કોટેડ ફ્રેંચ ફ્રાય્સ બનાવવા માટેની સામગ્રી :

  • 3 મોટા લાંબા બટેટા ( પેક્ચરમાં બતાવ્યા પ્રમાણે )
  • ¼ કપ ચોખાનો લોટ
  • ¼ કપ મેંદો
  • ¼ કપ કોર્ન ફ્લોર અથવા આરારુટ પાવડર
  • સોલ્ટ સ્વાદ પ્રમાણે
  • ઓઇલ – ડીપ ફ્રાય કરવા માટે

કોટેડ ફ્રેંચ ફ્રાય્સ પર સ્પ્રીંકલ કરવા માટે :

  • કાશ્મીરી લાલ મરચુ – જરુર મુજબ
  • ચાટ મસાલો – જરુર મુજબ
  • સર્વ કરવા માટે સેઝવાન સોસ, કેચપ કે મેયોનિઝ

કોટેડ ફ્રેંચ ફ્રાય્સ બનાવવા માટેની સામગ્રી :

સૌ પ્રથમ બટેટાની છાલ કાઢીને પાણીથી ધોઈ લ્યો.

હવે બટટાની ઉભી જાડી સ્લાઈઝ કરો, તેમાંથી ચપ્પુ વડે ઉભી ફિંગર ચીપ્સ જેવી ( થોડી થીક – પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે ) ચીપ્સ કટ કરી લ્યો.

હવે આ બધી કટ કરેલી થીક ચીપ્સને પાણીનું બાઉલ ભરી તેમાં મૂકો. 1-2 વાર સરસથી ધોઈ લ્યો. જેથી તેમાંથી બહાર આવેલું વ્હાઇટ સ્ટાર્ચ નીકળી જાય. સ્ટાર્ચ નીકળી જવાથી તેના પર કોટીંગ સારી રીતે સ્ટીક થઈ જશે.

ત્યારબાદ પાણીમાં 5-7 મિનિટ ડીપ કરી રાખો.

એ દરમ્યાનમાં એક મિક્ષિંગ બાઉલ લઇ તેમાં ¼ કપ ચોખાનો લોટ, ¼ કપ મેંદો, ¼ કપ કોર્ન ફ્લોર અથવા આરારુટ પાવડર એડ કરો. તેમાં સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

પાણી ઉમેરી પ્રથમ થીક બેટર બનાવો. લમ્સ ના રહે એ રીતે બરાબર મિક્ષ કરી બેટર બનાવી 5 થી 7 મિનિટ રેસ્ટ આપો. કેમકે તેમાં રહેલો ચોખાનો લોટ પાણી વધારે એબ્સોર્બ કરે છે. તો તે થઈ જાય. પાણી એબ્સોર્બ થવાથી બેટર 5 થી 7 મિનિટ પછી થોડું વધારે થીક થઈ જશે.

તેથી 5 થી 7 મિનિટ બાદ તેમાં પાણી ઉમેરી થોડું જ થીક એવું લિકવીડ જેવું એકદમ પાતળું બેટર બનાવી લ્યો. (પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે. -બેટર ઘટ્ટ રાખવાથી પકોડા બની જાય, કોટેડ ફ્રેંચ ફ્રાય જેવું લાગશે નહી).

હવે પાણીમાં પલાળેલા બટેટામાંથી પાણી નિતારીને તેને બેટરમાં સમાય તેટલા ઉમેરી બેટરથી કવર કરી લ્યો. આ પ્રમાણે બાકીની ફ્રેંચ ફ્રાય પણ કોટ કરી લ્યો.

ત્યારબાદ મિડિયમ ફ્લૈમ પર પેનમાં ઓઇલ ગરમ મૂકી ઓઇલ થોડું ગરમ થાય ત્યાં જ તેમાં પાતળા લિક્વીડ જેવા બેટરથી કવર થયેલી ફ્રેંચ ફ્રાય્સ ઓઇલમાં મૂકો, ધીમે ધીમે ફ્રાય થઈ ને કૂક થશે એટલે ઓઇલમાં ઉપર આવી દેખાવા લાગશે. ત્યારબાદ જ તેને જારાથી ફેરવીને અંદરથી સોફ્ટ, બહારથી ક્રીસ્પી અને યલોઇશ કલરની થાય ત્યાં સુધી ફ્રાય કરી લ્યો.

હવે તેમાંથી ઓઇલ નિતારી લ્યો. આ પ્રમાણે બધી કોટેડ ફ્રેંચ ફ્રાય્સ ફ્રાય કરી એક પહોળા વાસણમાં ટ્રાંસફર કરો જેથી તેની વરાળ નીકલી જવાથી ક્રીસ્પી જ રહેશે.

આ સ્ટેપ સુધી થઈ જાય પછી પણ કોટેડ ફ્રેંચ ફ્રાય્સ ગરમાગરમ સર્વ કરી શકાય છે.

વધારે ક્રીસ્પી અને થોડી બ્રાઉનીશ કલરની કરવા માટે સારા એવા હોટ ઓઇલમાં એકવાર ફ્રાય કરેલી કોટેડ ફ્રેંચ ફ્રાય્સ વરાળ નીકળી જાય એટલે ફરી ફ્રાય કરી લ્યો. ઓઇલ નિતારી પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

ત્યારબાદ ગરમા ગરમ કે ઠંડી સર્વિંગ પ્લેટ કે બાઉલમાં સર્વ કરો. યંગ્સ કે મોટા લોકો માટે સર્વ કરવા માટે કાશીમીરી લાલ મરચું પાવડર અને ચાટ મસાલો મિક્ષ કરી તેના પર સ્પ્રીંકલ કરી સર્વ કરો. મેયોનિઝ, કેચપ કે શેઝ્વાન સોસ સાથે સર્વ કરવાથી વધારે સ્વાદિષ્ટ અને ચટ્પટી લાગશે.

તો તમે પણ આ રેસ્ટોરંટ જેવી ટેસ્ટી અને ક્રીસ્પી એવી કોટેડ ફ્રેંચ ફ્રાય્સ ચોક્કસથી ઘરે ટ્રાય કરી ઘરના દરેક લોકોને ટેસ્ટ કરાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *