બાજરી ના લોટ અને ગોળ ની રાબ – સવાર સવારમાં આવી ગરમાગરમ રાબ મળી જાય આવી જાય…

આજે આપણે એકદમ હેલ્થી કહી શકાય અને શિયાળા માં કફ અને શરદી ખાંસી માં રાહત આપે તેવી બાજરી ના લોટ ની રાબ બનાવની રેસીપી જોઇશુ. બાજરી એ ખુબ જ હેલ્થી છે શરીર માટે તેમાં વિટામિન એ , બી , કેલ્શિયમ , આયર્ન , ફાઈબર અને બીજા ઘણા બધા પોષક તત્વો આવેલા છે. બાજરી શિયાળા માં શરીર ને ગરમ રાખે છે. તો ચાલો હેલ્થી એવી રાબ ની રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૧/૪ કપ ગોળ
  • ૧.૫ કપ પાણી
  • ૧ ચમચી ઘી
  • અડધી ચમચી – અજમો
  • ૨ ચમચી બાજરી નો લોટ
  • ૧ ચમચી સૂંઠ પાઉડર

સૌ થી પેહલા આપણે ગોળ નું પાણી કરી લઈએ તેના માટે એક વાસણ માં ગોળ અને પાણી બંને મિક્સ કરી ગોળ ઓગળે ત્યાં સુધી હલાવી અને ગોળ ની પાણી તૈયાર કરવાનું છે. ગોળ નું પાણી તૈયાર થાય એટલે તેને સાઈડ માં રાખી દેવાનું છે.

હવે એક કડાઈ કે પેન માં ૧ ચમચી ઘી ગરમ કરવા મુકો, અહીં મેં ઘરે બનાવેલું ગાય ના દૂધ નું ઘી લીધું છે . ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી અજમો નાખી દો , ધીમા ગેસ પર અજમા ને શેકી લેવાનો છે,

અજમો શેકાશે એટલે ખુબ જ સરસ સુગંઘ આવશે. ગેસ ધીમો જ રાખવાનો છે , અજમો શેકાઈ જાય એટલે તેમાં ૨ ચમચી બાજરી નો લોટ નાખી દો , લોટ ને ૨૩- મિનિટ માટે ધીમા ગેસ પર શેકી લેવાનો છે,

લોટ શેકાઈ જાય એટલે ગોળ નું જે પાણી કરી ને સાઈડ પર રાખ્યું હતું તે ધીમે ધીમે નાખતા જવાનું છે અને હલાવતા રહેવાનું છે , સતત હલાવતા રેહવું જયારે પાણી નાખો ત્યારે નઈ તો લોટ માં ગાંઠ થઇ જશે.

પછી તેમાં એક ચમચી સૂંઠ નાખી દો , મિક્સ કરી લઇ અને ઘીના ગેસ પર ૧ મિનિટ સુધી ઉકાળી લેવાની છે રાબ ને ઉકલી જાઉં એટલે ગરમ ગરમ સર્વ કરો.

આ રાબ ગરમ ગરમ જ પીવી તેના થી ગળું દુખતું હોય , શરદી અને ખાંસી માં રાહત રહેશે. શિયાળા માં આ રાબ અઠવાડિયા માં ૨-૩ વખત પીવો અથવા તો રોજ પણ પી શકાય. તો ચોક્કસ થી આ હેલ્થી એવી બાજરી ના લોટ અને ગોળ ની રાબ બનાવી ને પીવો.

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *