બાજરીના ઢેબરાં – ગુજરાતીઓના પ્રિય એવા ઢેબરાં જયારે પણ બહારગામ ફરવા જઈએ તો આપણી પહેલી પસંદ છે આ વાનગી.

બાજરી ના ઢેબરાં એ ગુજરાતીઓ નું શાન છે .આપણે બહારગામ જતાં હોયીએ ત્યારે ઘઉં ના થેપલાં અચુક લેતાજ હોઈએ છે .જે બાળકો માટે ખુબજ હેલ્થી છે . તો આ વખતે બાજરી ના ઢેબરાં બનાવી ને લઇ જઈએ તો ???

પણ હવે તમે બાજરી ના ઢેબરાં પણ બહારગામ લઇ જઈ શકો છો .અને મજા માળી શકો છો .જે 3-4 દિવસ સુધી ખાઈ શકો છો .આ ઢેબરાં તમે લસણની ચટણી ,ગોળ કેરી ના અથાણાં ,ચા વગેરે સાથે લઇ શકો છો .

સામગ્રી :

– 2 વાટકી બાજરી નો લોટ

– 1 નંગ લીલા મરચા વાટેલા

– 2 ચમચી તેલ મોણ માટે

– 1 ચમચી લાલ મરચું પાવડર

– અડધી ચમચી હળદર

– 2-3 ચમચી સૂકી મેથી (કસૂરી મેથી )

– સ્વાદ મુજબ મીઠુ

– ઘી નું કીટું

– શેકવા માટે ઘી

– જરૂર મુજબ પાણી

– મરી પાવડર

– જીણી કાપેલી કોથમીર

બનાવ માટે :

સ્ટેપ :1


બાજરી નો લોટ ચાળી તેમાં બધાજ મસાલા કરી .મરી પાવડર ,મીઠું ,કસૂરી મેથી અને મરચા ની pest ,હળદર નાખી ને તેલ નું મોણ દઇ દેવું અને તેમાં કીટું નાખી ને લોટ બાંધવો જરુર લાગે તૌ પાણી નાખવું.અને લોટ તૈયાર કરવુ .આ લોટ ને મસળવું જેથી સોફ્ટ થશે .

સ્ટેપ :2


હવે હાથે થી થેપી તમને ગમે તેવો નાંનો કૈ મોટો શેપ આપી ને રોટલો બનાવી ને તવી પર થોડુ તેલ અથવા ઘી નાખી ને રોટલો નાખવો .મેં અહીં ઘી થી ઢેબરાં શેકયા છે .

સ્ટેપ :3


હવે એક સાઈડ શેકાઈ ગયા બાદ બીજી સાઈડ ફેરવી ફરીથી થોડુ ઘી મુકી ને શેકી લેવો.આ રીતે બધાં બાજરી ના ઢેબરાં તૈયાર કરવાં .તે પછી ડીશ માં ખુલ્લા મૂકી ઠંડા થાય એટલે ફોઈલ પેપર માં વીટી સ્ટોર કરી .ટ્રાવેલિંગ માટે લઇ જઈ શકો છો ..


નોંધ :

તમે આ માં ફ્રેશ મેથી પણ વાપરી શકો છો .તમને હાથેથી થેપી ને ના ફાવે તો પાટલા ઉપર વણી ને પણ બનાવી શકો છો ..


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *