બાજરીના વડા બનાવવાની રીત – ફરવા જવાના હોવ તો સાથે ઘરના બનાવેલ આ વડા લઈને જજો…

આજે આપણે બનાવીશું બાજરી ના વડા જે અંદર થી એકદમસોફ્ટ બાર થી ક્રિસ્પી થાય છે.આ તમે નાસ્તા માં પણ ખાઈ શકો છો ને ટ્રાવેલિંગ માં તો બેસ્ટ છે.

સામગ્રી-

  • બાજરી નો લોટ
  • ઘઉં નો જાડો લોટ
  • દહીં
  • ગોર
  • તેલ
  • આદું મરચાં ની પેસ્ટ
  • તલ
  • અજમો
  • ઇનો
  • તળવા માટે તેલ
  • રેગ્યુલર મસાલા

રીત

1- એક બાઉલ માં આપણે એક કપ બાજરી નો લોટ લીધો છે.

2- એમાં આપણે ઘઉં નો જાડો લોટ ઉમેરીશું.

3- હવે તેમાં લગભગ બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે.

4- તેમાં થોડાક તલ એક ચમચી જેટલા ઉમેરવાના છે.

5- હવે તેમાં આપણે અજમો એક ચમચી જેટલો ઉમેરિશું.

6- હવે આદુ મરચાં ની પેસ્ટ એક મોટી ચમચી અને જો તમે તીખું વધારે પસંદ કરતા હોય તો તમે વધારે નાખી શકો છો.

7- હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે.

8- હવે થોડી હિંગ લઈશું.થોડી નાની ચમચી જેટલી હળદર ઉમેરો.

9- તેમાં નાની ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશુ.એમાં આપણે એક મોટી ચમચી જેટલો ગોળ લેવાનો છે.

10- હવે આપણે દહીં થી લોટ બાંધશું. મોરું દહી લેવાથી આપણા વડા સોફ્ટ થશે.

11- આપણે અડધી વાડકી દહીં લેવાનું છે અને જરૂર પડે તો વધારે દહીં ઉમેરી શકો છો.

12- હવે આપણે બવ કડક પણ નય અને બવ સોફ્ટ પણ નય તેવો લોટ બાંધવાનો છે.

13- તો હવે તમે વિડિયો માંજોય શકો છો કે આપણો લોટ સરસ રીતે બંધાય ગયો છે.

14- હવે આપણે તેને ત્રણ થી ચાર કલાક પલળવા દયશું.

15- હવે ચાર કલાક થઈ ગયા છે. વિડિયો મા તમે જોય શકો છો કે આપણો લોટ એક દમ સોફ્ટ થઈ ગયો છે.

16- હવે તમને એમ લાગે કે બવ કડક છે તો તમે થોડું પાણી નાખી ને તેને સોફ્ટ કરી લેવાનો.

17- હવે આપણે બવ થોડો ક જ ઈનો નાખીશું.હવે તેને મિક્સ કરી લેવાનું છે.જેના થી એ સરસ ફુલસે.

18- હવે આપણે તેલ ગરમ કરવા મુકીશું.

19- હવે તેના નાના બોલ્સ બનાવવા ના છે.અને હાથ પર લઈ ને ઠેપવાના છે.ને પ્રેસ કરવાના છે.

20- તેને આપણે બવ પાડતા નથી કરવાના.

21- હવે આપણે તેને તરી લઈશું.

22-હવે આ પ્રમાણે આપણે બધા વડા ને તરી લઈશું.

23- આ વડા તરતી વખતે તેની જાતે ઉપર આવી જશે અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના થઈજશે.

24- આપણા વડા હવે તૈયાર થઈ ગયા છે.

25- હવે આપણે એક પ્લેટમાં કાળીશું.

26- હવે આપણે આ વડા ચા કે કોફી સાથે સૌ કરી શકો છો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *