બાજરીની ખીચડી – રાજસ્થાની પારંપારિક વાનગી હવે બનશે તમારા રસોડે તો ક્યારે બનાવશો?

આ એક રાજસ્થાની પારંપારિક વાનગી છે, જેમાં પ્રોટીન, લોહતત્વ, ફોલીક એસિડ અને ફાઇબર ભરપૂર માત્રામાં છે.

આ એક નરમ મલાઇદાર ગણી શકાય એવી સૌમ્ય સ્વાદ ધરાવતી વાનગી છે, જે સગર્ભા અને જેમના પ્રથમ ત્રણ મહીના હજી ચાલુ હોય એવી સ્ત્રી માટે ઉત્તમ ગણી શકાય એવી છે. અમને ખાત્રી છે કે સગર્ભાવસ્થાના સમયના કોઇ પણ ગાળામાં તમે તેનો સ્વાદ માણી શકો એવી આ વાનગી છે.

આ ખીચડીને વધુ મજેદાર બનાવવા તમે તેમાં થોડા મસાલા ઉપરાંત ગમે તો થોડા શાક પણ ઉમેરી શકો છો. દહીં, રાઇતા કે કઢી સાથે તમે આ ખીચડી પીરસીને સંપૂર્ણ ભોજનની મજા માણી શકશો.

સામગ્રી :


– ૨ કપ બાજરી ( ૮ કલાક પલાળી રાખ્યા બાદ નીતારેલી)

– ૧/૨ કપ પીળી ફોતરાં વાળી મગની દાળ ( ધોઇને નીતારી લીધેલી)

– મીઠું સ્વાદાનુસાર

– 2 ટીસ્પૂન ઘી

– 1 ટીસ્પૂન જીરૂં

– એક ચપટીભર હીંગ

– ૧/4 ટીસ્પૂન હળદર

– 1/4 ટેસ્પૂન મરચું પાવડર

– 1 ચમચી તેલ

– ચપટી હિંગ

– 1 નંગ બટેકુ સુધારેલું

– 1 નંગ ટામેટું સુધારેલું

– 1 નંગ કાંદો સુધારેલું

રીત :


(1)પ્રેશર કુકરના વાસણમાં તેલ અને ઘી લઇ .ગરમ થાય એટલે તેમાં જીરું અને લાલ સૂકું મરચું ઉમેરવું ..પછી હિંગ નાખવું અને સુધારેલા શાક ઉમેરી સાંતળવા દેવા .સંતળાય જાય પછી મસાલા ઉમેરી .2 કપ જેટલું પાણી ઉમેરવું .

(2) ત્યારબાદ તેમાં બાજરી, મગની દાળ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૪ સીટી સુધી રાંધી લો.કુકરનું ઢાંકાણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી ખીચડીને બાજું પર રાખો.

(3)ક ન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂં નાંખો.આમ તૈયાર થયેલા વધારને ખીચડી પર રેડી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તરત જ પીરસો.

નોંધ :

– બાજરી પલાળેલી હોય તોજ ખીચડી સરસ થશે .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *